ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / Tech & Auto / 12 Bottles of Red Wine Have Been Sent to the International Space Station

પ્રયોગ / નાસાએ સ્પેસ સ્ટેશનમાં વાઈનની 12 બોટલ મોકલી, તેના પર થશે આ પ્રયોગ

Published By: Noor

Last Updated: 12:48 PM, 13 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંતરિક્ષમાં પૃથ્વીની સપાટીથી 400 કિલોમીટર ઊંચે રહેલા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં અંતરિક્ષ યાત્રીઓ નિયમિત જાય છે અને ત્યાં દિવસો સુધી રહીને સ્પેસ સ્ટેશનનું કામ સંભાળવા ઉપરાંત પ્રયોગો પણ કરે છે. અમેરિકાની સ્પેસ એજન્સી નાસા ઉપરાંત યૂરોપ, રશિયા, જાપાન અને કેનેડાની સ્પેસ એજન્સીએ સાથે મળીને બનાવેલું સ્પેસ સ્ટેશન 2000ની સાલથી કાર્યરત છે અને હજુ થોડા વર્ષો સુધી કાર્યરત રહેશે. હમણાં સ્પેસ સ્ટેશનમાં ગયેલા અંતરિક્ષયાત્રીઓ સાથે નાસાએ રેડ વાઇનની 12 બોટલ મોકલી છે. જોકે આ વાઇન અતરિક્ષયાત્રીઓને પીવા માટે નથી, પરંતુ એક ખાસ પ્રયોગ કરવા માટે વાઇનની બોટલ મોકલવામાં આવી છે.

ADVERTISEMENT

  • પ્રયોગ માટે વાઇનની બોટલ સ્પેસમાં મોકલાશે
  • સ્પેસમાં આલ્કોહોલ પર થતી અસર ચેક કરાશે
  • સ્પેસ અને પૃથ્વી પર રહેલાં આલ્કોહોલની ક્વોલિટી ચેક કરાશે

પૃથ્વીના વાતાવરણ અને ગુરુત્વાકર્ષણના અભાવમાં ખાવાપીવાની વસ્તુઓ અને ખાસ કરીને આલ્કોહોલ પર કેવી અસર થાય છે તેના પ્રયોગ માટે વાઇનની બોટલ મોકલાઇ છે. વાઇન હોય, વ્હીસ્કી હોય, રમ હોય કે કોઇપણ દારૂ જેમ મેચ્યોર થાય તેમ તેનો ટેસ્ટ, સુગંધ અને સ્વાદ વધુ સારો બને છે. એટલા માટે જ વર્ષો જુના દારૂનો ભાવ વધુ હોય છે. મોંઘી બ્રાન્ડની સ્કોચ-વ્હીસ્કી સહિતના દારૂની બોટલ 10થી લઇને 25 વર્ષ જુની હોય છે. એટલે કે બોટલમાં ભર્યા પછી દારૂને એટલા વર્ષો સાચવી રાખવામાં આવે છે અને મેચ્યોર થાય પછી વેચવામાં આવે છે.

સ્પેસ સ્ટેશનમાં રાખેલા વાઇનને એક વર્ષ પછી પૃથ્વી પર રાખેલાં તે જ બ્રાન્ડ અને બેચના વાઇન સાથે સરખાવવામાં આવશે. નિષ્ણાતો બંને વાઇનના સ્વાદ, રંગ સહિતના ફેરફારો ચેક કરશે. જો સ્પેસ સ્ટેશનમાં રાખેલા વાઇન વધુ સારી કવોલિટીનો બન્યો હોવાનું જણાશે તો દારૂના ઉત્પાદકો સ્પેસ જેવું વાતાવરણ ઉભું કરીને દારૂને મેચ્યોર કરવાના પ્રયોગો હાથ ધરશે. સ્પેસ સ્ટેશનથી લાવેલા વાઇનની હરાજી કરાશે કે કેમ તેની હજુ કોઇ જાણકારી નથી. પરંતુ જો હરાજી કરાય તો સ્પેસની સફર કરીને આવેલી વાઇનની બોટલ ઊંચી કિંમતે વેચાય તેવી પુરી શકયતા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Nasa Wine Bottles business international space station ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન નાસા વાઈન બોટલ Research

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ