ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / VTV વિશેષ / અન્ય જિલ્લા / 108 service gujarat diwali festival 108 ambulance gujarati news
ADVERTISEMENT
આપણ એ ગુજરાતને પણ જોયું છે કે જે કોઈ ઈમરજન્સી સેવા ન હોવાને કારણે અનેક લોકોએ પોતાની જિંદગીઓ ગુમાવી. અનેક લોકોએ દર્દથી પીડાતા પોતાના જીવ ગુમાવ્યા. તો છેવાડાના કોઈ ગામથી દર્દીને હોસ્પિટલ લાવવા માટે પ્રાઈવેટ વાહનોને આશરો લેવો પડતો હતો. ત્યારે દર્દીઓની દર્દ ભરી વેદના હતા. પણ આજે. આજે દર્દીઓના મુખ પર સ્મિત છલકાય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આજે ગણતરીની મિનિટોમાં એક ફોન પર આપણા દ્વારે મીની હોસ્પિટલ પહોંચી જાય છે. અને થોડાક જ સમયમાં મોટી હોસ્પિટલમાં પહોંચાડી દે છે. આ બધુ શક્ય થઈ શક્યું સરકારની દીર્ઘ દ્રીષ્ટને કારણે. અને ત્યારબાદ 108ના કર્મચારીઓએ બચાવેલી નિષ્ઠાથી. આપણે જ્યાં દિવાળીની રજાઓમાં મસ્ત હતા ત્યાં 108ના કર્મચારીઓ પોતાની ફરજમાં લાગેલા હતા. સામાન્ય દિવસો કરતા તહેવારોના સમયે 108માં ઈમરજન્સી કૉલની સંખ્યા 30થી 50 ટકા વધી જાય છે. ચાલુ દિવસે 108માં 3થી 4 હજાર ફોન આવતા હોય છે. પરંતુ દિવાળીમાં અકસ્માત અને દાઝી જવાના કેસમાં વધારો જોવા મળ્યો.
માત્ર દિવાળી જ નહીં પરંતુ તમામ તહેવારોમાં 108ના કર્મચારીઓ ખડે પગે રહે છે. બોર્ડર પર જેમ સેનાના જવાનો રાત દિવસ જોયા વગર દેશની સેવા કરે છે. અને દુશ્મને દેશ અને દેસવાસીઓને બચાવે છે. તેમ 108ના કર્મચારીઓ પણ રાતદિવસ એક કરીને પોતાની અવિરત સેવાઓ આપે છે. આ કર્મચારીઓ માટે લોક સેવા એજ તહેવાર છે.
ADVERTISEMENT
દિવાળીની રજાઓમાં 108 કૉલ આવવાની સંખ્યામાં વધારો થઈ જાય છે. કારણે તહેવારોમાં દાઝી જવાના, પડી જવાના કે પછી અકસ્માતની સંખ્યામાં નોંધપાત્ર વધારો થાય છે. પરંતુ આ દિવાળીમાં 108ના કર્મચારીઓએ પુરી નિષ્ઠાથી પોતાની ફરજ અદા કરી.
સંકળાયેલા મુદ્દાઓ