ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
રાજ્યમાં મેડિકલ ઇમરજન્સીને પહોંચી વળવા માટે 2007માં શરૂ થયેલી 108 ઇમરજન્સી સેવાને આજે 15 વર્ષ પૂર્ણ થયા છે. 29 ઑગષ્ટે 2007માં 108 ઇમરજન્સી સેવા શરૂ થઇ હતી. એક જ કોલમાં દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડનારી આ સેવામાં 15 વર્ષમાં અંદાજે 12.67 લાખ લોકોના જીવ બચ્યા. જ્યારે અત્યાર સુધીમાં 1.20 લાખ બાળકોનો જન્મ એમ્બ્યુલન્સમાં થયો.

ADVERTISEMENT
15 વર્ષમાં 1.37 કરોડ ઇમરજન્સી કોલ આવ્યા
33 જિલ્લામાં 108 ઇમરજન્સી સેવાની 800 એમ્બ્યુલન્સ કાર્યરત થઇ. 15 વર્ષમાં અંદાજે 1.37 કરોડ જેટલા ઇમરજન્સી કોલ આવ્યા. મહત્વનું છે કે ગુજરાતમાં વરસાદી માહોલ દરમિયાન પણ 108 દેવદૂત સાબિત થઇ હતી. વરસાદી માહોલમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા 29 હજારથી વધુ દર્દીઓને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા. દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર, અમદાવાદ મેટ્રો શહેર હોય કે પછી કોઇ ગામ. ઇજાગ્રસ્ત, બિમાર કે ભોગ બનનાર વ્યક્તિ કે પછી સગર્ભા મહિલા હોય, આ તમામને હોસ્પિટલ પહોંચાડીને પ્રાથમિક સારવાર આપવાનુ કાર્ય કર્યું.
ADVERTISEMENT

અંદાજિત 4000થી વધુ 108 કર્મીઓ આપી રહ્યા છે સેવા
ADVERTISEMENT
મહત્વનું છે કે ગુજરાતમાં 2007માં તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન પીએમ નરેન્દ્ર મોદી દ્વારા એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી હતી. જે સમગ્ર રાજ્યમાં અત્યાર સુધી 800થી વધુ 108 એમ્બ્યુલન્સ સેવામાં કાર્યરત છે.આ સમગ્ર 108 સેવાનું મોનિટરીંગ ઇમરજન્સી મોનિટરીંગ એન્ડ રિસ્પોન્સ સેન્ટર અમદાવાદથી સંચાલિત થાય છે, જ્યાં રોજના અંદાજીત 7000 જેટલા કોલ્સ લેવામાં આવે છે. 108 GVK EMRIના ચીફ ઓપરેટિંગ ઓફિસર જશંવત પ્રજાપતિ જણાવ્યુ હતું કે સમગ્ર રાજ્યના તમામ 257 તાલુકા, 1/8 હજાર જેટલા ગામો, 33 જિલ્લાઓ અને મહાનગરો સહિત તમામ જગ્યાએ આ 108ની સેવાનું માળખું ફેલાયેલુ છે. જેમાં અંદાજીત 4 હજારથી વધુ 108 કર્મીઓ સેવા આપી રહ્યા છે.આ સેવાને વધુ પ્રભાવશાળી બનાવવા માટે 108 ગુજરાત મોબાઇલ એપ પણ તૈયાર કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ