બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Assembly election 2023 / ભારત / Politics / 10 BJP MPs who won the assembly elections resigned

BIG BREAKING / રાજ્યવર્ધન સિંહ રાઠોડ, નરેન્દ્રસિંહ તોમર..., વિધાનસભા ચૂંટણીમાં જીત હાંસલ કરનાર ભાજપના 10 સાંસદોએ ધર્યા રાજીનામા, જુઓ લિસ્ટ

Priyakant

Last Updated: 02:09 PM, 6 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Assembly Elections 2023 Latest News: 4 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 21 સાંસદોને ટિકિટ આપી હતી, જેમાંથી 10 સાંસદોએ તેમના રાજીનામા સુપરત કર્યા

  • વિધાનસભાની ચુંટણીના પરિણામો બાદ હવે મોટા સમાચાર 
  • ચૂંટણીમાં જીતેલા ભાજપના સાંસદોએ સંસદના સભ્યપદેથી રાજીનામું આપ્યું 
  • બુધવારે આવા 10 સાંસદોએ તેમના રાજીનામા સુપરત કર્યા

Assembly Elections 2023 : દેશમાં 5 રાજ્યોની વિધાનસભાની ચુંટણીના પરિણામો બાદ હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ચૂંટણીના પરિણામ બાદ હવે ચૂંટણીમાં જીતેલા ભાજપના સાંસદોએ સંસદના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. મહત્વનું છે કે, આજે એટલે કે બુધવારે આવા 10 સાંસદોએ તેમના રાજીનામા સુપરત કર્યા છે.

ભાજપે ત્રણ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં સરકાર બનાવી છે. જ્યારે તેલંગાણામાં 8 બેઠકો જીતી છે. 4 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 21 સાંસદોને ટિકિટ આપી હતી. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સાત-સાત સાંસદોએ ચૂંટણી લડી હતી. છત્તીસગઢમાં ચાર અને તેલંગાણામાં ત્રણ સાંસદોને વિધાનસભામાં ટિકિટ આપવામાં આવી હતી.

આ તરફ હવે ભાજપ હાઈકમાન્ડે વિધાનસભા ચૂંટણીમાં જીતેલા સાંસદોને મળ્યા અને સંસદ સભ્યપદ છોડવાનો નિર્ણય કર્યો. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે તમામ સભ્યો રાજીનામું આપવા માટે સ્પીકરને મળવા આવ્યા હતા.

મોદી કેબિનેટમાં ત્રણ મંત્રીઓ ઘટશે
રાજીનામું આપનારાઓમાં કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલ અને નરેન્દ્ર તોમરનો સમાવેશ થાય છે. આ સાથે જ છત્તીસગઢના સાંસદ અને કેન્દ્રીય મંત્રી રેણુકા સિંહ પણ રાજીનામું આપશે. આ રીતે કેન્દ્રીય કેબિનેટમાં ત્રણ મંત્રીઓ ઘટશે. આ સિવાય રાજસ્થાનના સાંસદ બાબા બાલકનાથ પણ રાજીનામું આપશે. રાજીનામું આપનારા સાંસદોની સંખ્યા 12 હોવાનું કહેવાય છે.

ભાજપે કોને અને ક્યાંથી ટિકિટ આપી?
મધ્યપ્રદેશઃ નરેન્દ્ર સિંહ તોમર, પ્રહલાદ સિંહ પટેલ, ફગ્ગન સિંહ કુલસ્તે, રાકેશ સિંહ, રાવ ઉદય પ્રતાપ સિંહ, રીતિ પાઠક, ગણેશ સિંહને ટિકિટ આપવામાં આવી.
રાજસ્થાનઃ બાબા બાલકનાથ, ભગીરથ ચૌધરી, કિરોરી લાલ મીના, દિયા કુમારી, નરેન્દ્ર ખીચડ, રાજ્યવર્ધન રાઠોડ, દેવજી પટેલને ટિકિટ આપવામાં આવી હતી.
છત્તીસગઢઃ ભાજપે વિધાનસભા ચૂંટણીમાં સાંસદ વિજય બઘેલ, ગોમતી સાઈ, રેણુકા સિંહ, અરુણ સાઓને મેદાનમાં ઉતાર્યા હતા.
તેલંગાણાઃ બંદી સંજય કુમાર, ધર્મપુરી અરવિંદ અને સોયમ બાબુને ટિકિટ આપવામાં આવી.

રાજસ્થાનમાં કોણ આપશે રાજીનામું ? 

  • રાજ્યવર્ધન રાઠોડ
  • દિયા કુમારી
  • કિરોરી લાલ મીના

મધ્યપ્રદેશમાં કોણ આપશે રાજીનામું ? 

  • નરેન્દ્ર તોમર
  • પ્રહલાદ પટેલ
  • રાકેશ સિંહ
  • રીતિ પાઠક
  • ઉદય પ્રતાપ સિંહ

છત્તીસગઢમાં કોણ આપશે રાજીનામું ? 

  • ગોમતી સાંઈ
  • અરુણ સો
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ