બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:16 AM, 6 March 2026
ગુરુવારે નવરત્ન કંપની ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL)ના શેર નવા ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યા હતા. ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડના શેર BSE પર ઇન્ટ્રાડે 4% થી વધુ ઉછળીને 467.80 રૂપિયા પર પહોંચી ગયા. ટ્રેડિંગના અંતે આ એરોસ્પેસ અને ડિફેન્સ કંપનીના શેર 460 રૂપિયા પર બંધ થયા હતા . ભારત ઇલેક્ટ્રોનિક્સના શેરે છેલ્લા 10 વર્ષમાં રોકાણકારોનેસારું વળતર આપ્યું છે. કંપનીના શેરે 10 વર્ષમાં 1 લાખના રોકાણને 46 લાખ રૂપિયાથી વધુમાં ફેરવ્યું છે. આ કંપનીએ 2015 થી ત્રણ બોનસ શેર ઈશ્યુ કર્યા છે. છેલ્લા 10 વર્ષમાં ભારત ઇલેક્ટ્રોનિક્સે બે વાર બોનસ શેરનું વિતરણ કર્યું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, ભારતીય સશસ્ત્ર દળોને રડાર, કોમ્યુનિકેશન અને ઇલેક્ટ્રોનિક યુદ્ધ સાધનોના મુખ્ય સપ્લાયર ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ તેના શેરધારકોને પ્રતિ શેર 1.95 રૂપિયાનું ઇન્ટરિમ ડિવિડન્ડ ચૂકવી રહી છે. કંપનીએ ઇન્ટરિમ ડિવિડન્ડ માટે રેકોર્ડ તારીખ શુક્રવાર 6 માર્ચ 2026 નક્કી કરી છે. કંપનીના ડિરેક્ટર બોર્ડે 27 ફેબ્રુઆરી 2026 ના રોજ યોજાયેલી તેની બેઠકમાં નાણાકીય વર્ષ 2025-26 માટે પ્રતિ શેર 1.95 રૂપિયાનું ઇન્ટરિમ ડિવિડન્ડ જાહેર કર્યું હતું.
ADVERTISEMENT
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.