બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / ટેક અને ઓટો / Gmailમાં ફૂલ સ્ટોરેજથી છો પરેશાન? તો હવે Zoho Mail પર બનાવો એકાઉન્ટ, મળશે આટલા GB સ્ટોરેજ

ટેક્નોલોજી / Gmailમાં ફૂલ સ્ટોરેજથી છો પરેશાન? તો હવે Zoho Mail પર બનાવો એકાઉન્ટ, મળશે આટલા GB સ્ટોરેજ

Jinal Chauhan

Last Updated: 10:06 AM, 11 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે Gmail સ્ટોરેજ ફુલ થવાના કારણે Zoho Mail પર સ્વિચ કરવાનું વિચારી રહ્યા છો? એકાઉન્ટ બનાવતા પહેલા, તમારે જાણવું જોઈએ કે Zoho એકાઉન્ટ સાથે તમને કેટલા GB સ્ટોરેજ મળશે. અમે તમને ફક્ત Zoho સ્ટોરેજ વિશે જ નહીં, પણ ફ્રી Gmail એકાઉન્ટ સાથે તમને કેટલા GB સ્ટોરેજ મળશે તે પણ જણાવીશું.

ઘણા યુઝર્સ Gmail સ્ટોરેજ ફુલ થવાથી પરેશાન છે. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો અને હવે સ્વદેશી ઇમેઇલ પ્લેટફોર્મ Zoho Mail પર સ્વિચ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે પહેલા જાણવું જોઈએ કે બંને પ્લેટફોર્મ પર કેટલા GB સ્ટોરેજ આપવામાં આવે છે. જો તમે Zoho પર એકાઉન્ટ બનાવવા જઈ રહ્યા છો, તો ચાલો પહેલા તમને જણાવીએ કે Zoho પર ફ્રી એકાઉન્ટ બનાવનારા યુઝર્સને કંપની દ્વારા કેટલા GB સ્ટોરેજ આપવામાં આવે છે.

Zoho મેઇલ સ્ટોરેજ લિમીટ

Zoho.com પર મળેલી માહિતી અનુસાર કંપની યુઝર્સને મફત એકાઉન્ટ બનાવવા પર 5GB સ્ટોરેજ આપે છે. સ્ટોરેજ વધારવા માટે તમે કંપનીના પેઇડ પ્લાનમાંથી લઈ શકો છો.

જો 5G ઓછું લાગે તો તમે 10 GB, 30 GB, 50 GB અને 100 GB ના પેઇડ પ્લાનમાંથી કોઈપણ પ્લાન પસંદ કરી શકો છો, પરંતુ તમારે સ્ટોરેજ અપગ્રેડ કરવા માટે પૈસા ખર્ચવા પડશે.

X પર એક યુઝરે કંપનીને સલાહ આપી છે કે જો કંપની 5 GB સ્ટોરેજ વધારીને 15 GB કરે છે, તો બધા Gmail યુઝર્સ ઝડપથી Zoho પર શિફ્ટ થવા લાગશે.

vtv app promotion

આ પણ વાંચોઃ Gmailને ભૂલી જશો! જો એકવાર નજર મારશો Zoho Mailના આ 5 ફીચર્સ પર

GMail સ્ટોરેજ લિમીટ

યુઝર્સને Gmail એકાઉન્ટ બનાવતી વખતે 15 GB સ્ટોરેજ આપવામાં આવે છે.આ શેર કરેલ સ્ટોરેજ છે. આનો અર્થ એ છે કે તમારું 15 GB ફક્ત Gmailનહીં પણ તે Google Photos અને Google Drive સાથે પણ શેર કરવામાં આવે છે. આ જ કારણ છે જ્યારે આ બધા એક એકાઉન્ટ કનેક્ટેડ હોય ત્યારે 15 GB ખૂબ જ ઝડપથી ભરાઈ શકે છે. Gmail માટે કોઈ અલગ સ્ટોરેજ લિમીટ નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Zoho Mail account free email storage Gmail storage full
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ