ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Tech & Auto / ટેક અને ઓટો / Gmailને ભૂલી જશો! જો એકવાર નજર મારશો Zoho Mailના આ 5 ફીચર્સ પર

ટેક્નોલોજી / Gmailને ભૂલી જશો! જો એકવાર નજર મારશો Zoho Mailના આ 5 ફીચર્સ પર

Published By: Jinal Chauhan

Last Updated: 11:48 AM, 10 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Zoho Mail ભારતમાં ઝડપથી લોકપ્રિય બની રહ્યું છે. આ સ્વદેશી ઇમેઇલ પ્લેટફોર્મના પાંચ એવા ફીચર છે જે તેને Gmail કરતાં શ્રેષ્ઠ બનાવે છે. જો તમે Gmail થી Zoho મેઇલ પર સ્વિચ કરવાનું વિચારી રહ્યા છો, તો તમને આ પાંચ ફિચર વિશે ખબર હોવી જોઈએ.

ADVERTISEMENT

Arattai App બનાવનાર ઝોહો કોર્પોરેશનનું ઈમેલ પ્લેટફોર્મ ઝોહો મેઈલ હવે ઝડપથી લોકપ્રિયતા મેળવી રહ્યું છે. ભારતમાં અમેરિકન એપ્સ છોડીને સ્વદેશી એપ્સ અપનાવવાની ચળવળ શરૂ થઈ ગઈ છે. ઘણા લોકો Gmail થી Zoho Mail તરફ વળી રહ્યા છે.

Zoho પર એકાઉન્ટ બનાવતા પહેલા, તમારે તે સુવિધાઓ જાણવી જોઈએ જે આ ઈમેલ પ્લેટફોર્મને Gmail થી અલગ બનાવે છે. આજે, અમે તમને Zoho મેઈલની પાંચ અદ્ભુત સુવિધાઓ વિશે જણાવીશું જે તમને ગમશે.

ઝોહો ઈમેલના ફીચર્ચ

મોટી ફાઈલ્સ

તમે ઝોહો ઇમેઇલનો ઉપયોગ કરીને 1 GB સુધીની ફાઇલ એકસાથે મોકલી શકો છો. જો ફાઇલની સાઈઝ 1 GB કરતાં વધી જાય, તો ઝોહો આપમેળે આ ફાઇલ્સની લિંક બનાવશે અને તેને ઇમેઇલ સાથે જોડશે. જો કે, Gmail તમને એક જ ઇમેઇલમાં 25 MB સુધીની ફાઇલો મોકલવાની સુવિધા આપે છે. એકવાર ફાઇલનું કદ 25 MB કરતાં વધી જાય, પછી Gmail આપમેળે ફાઇલને Google ડ્રાઇવ પર અપલોડ કરે છે અને એક લિંક બનાવે છે. તમે આ લિંક શેર કરી શકો છો.

vtv app promotion

આ પણ વાંચોઃ અમિત શાહે જોઇન કર્યું Zoho Mail, શેર કર્યું પોતાનું નવું ઇમેઇલ ID

S/MIME સુરક્ષા

સ્ટાન્ડર્ડ TLS એન્ક્રિપ્શન ઉપરાંત, ઝોહો મેઇલ S/MIME ને સપોર્ટ કરે છે, જે ઇમેઇલને વધુ સુરક્ષિત બનાવે છે.

સ્માર્ટ ફિલ્ટર્સ

ઝોહો મેઇલમાં સ્માર્ટ ફિલ્ટર્સ આપમેળે આવનારા ઇમેઇલ્સને સ્કેન કરે છે અને તેમને સૂચનાઓ અને ન્યૂઝલેટર્સ જેવા ફોલ્ડરમાં કેટેગરી પ્રમાણે મુકે છે.જેનાથી તમારા ઇનબોક્સમાં મહત્વપૂર્ણ ઇમેઇલ્સ શોધવા સરળ બને છે.

ઇમેઇલ રીટેન્શન અને ઇ-ડિસ્કવરી

ઝોહો મેઇલ કંપનીઓને બધા ઇમેઇલ્સ (રીટેન્શન) નો બેકઅપ લેવાની અને કાયદાકીય કામ (ઇ-ડિસ્કવરી) માટે ચોક્કસ મેસેજ મેળવવાની સુવિધા આપે છે.આ સુવિધા કંપનીઓના ડેટા મેનેજમેન્ટ અને સુરક્ષામાં માટે શ્રેષ્ઠ છે.

ઈન્ટીગ્રેટેડ પ્રોડ્કટિવીટી ટુલ્સ

ઝોહો મેઇલ નોટ્સ, કેલેન્ડર, સંપર્ક અને બુકમાર્ક્સ જેવા ઉપયોગી સાધનોને એક જગ્યાએ જોડે છે, જે વિવિધ એપ્લિકેશનો વચ્ચે સ્વિચ કરવાની જરૂરિયાતને દૂર કરે છે અને કાર્યને સરળ બનાવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gmail Zoho Mail Productivity

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ