ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / Zao a face swapping application goes viral in china rise privacy

ચીન / ફેસ બદલતી આ એપે મચાવ્યો ખળભળાટ, આ કારણોસર સર્વર જ થઇ ગયું ક્રેશ

Published By: vtvAdmin

Last Updated: 07:07 PM, 3 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીનમાં ફેસ બદલતી એપ્લિકેશન ZAO ઝડપથી વાયરલ થઈ રહી છે. ચીનના આઈઓએસ એપ સ્ટોર પર એપ અપલોડ થતાની સાથે જ તહેલકો મચી ગયો છે. ત્રણ દિવસમાં લાખો લોકોએ તેને ડાઉનલોડ કરી છે. આ એપ્લિકેશન દ્વારા યુઝર વિડિયોમાં એકટર,પ્લેયર સહિતની સેલિબ્રિટીના ફેસ(ચહેરો)ની જગ્યાએ પોતાનો ફેસથી મુકી શકે છે.આ એપ સામે જોકે વિરોધના સુર ઉઠવાના પણ શરુ થઇ ગયા છે.

ADVERTISEMENT

face swapping application

આ એપને કેટલાક લોકો પ્રાઇવેસી સામેના ખતરા સમાન ગણાવી રહ્યાં છે. એપ્લિકેશન બનાવનાર મોમો ઇન્ક દ્વારા ચીનની માઇક્રો-બ્લોગિંગ સાઇટ વેઇબો પરની એક પોસ્ટમાં કહેવાયુ છે કે ઇન્ટરનેટ પર ટ્રાફિક વધતા જતા તેનું સર્વર લગભગ ક્રેશ થઈ ગયું હતું. દુનિયાભરમાં એપ્લિકેશન (face swapping application) ડાઉનલોડ્સ પર નજર રાખતી એપ એની અનુસાર તા-1 સપ્ટેમ્બર સુધીમાં ZAO એપ ચીનના એપ સ્ટોર પરથી સૌથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી હતી.

ઝેડએઓ ડાઉનલોડ કર્યા બાદ યુઝરે તેમના ફોન નંબર સાથે સાઇન અપ કરવું પડે છે. આ ઉપરાંત તેમણે તેમના સ્માર્ટફોનથી લેવામાં આવેલી તસવીર પણ અપલોડ કરવાની રહેશે. એપ્લિકેશનમાં રહેલા વિડિઓમાં પોતાના ફેસ પરથી સેલિબ્રિટીનો ચહેરો બદલીને આ વિડિઓ તેના મિત્ર સાથે શેર કરી શકે છે. ચીનની હસ્તીઓ તેમજ લિયોનાર્ડો ડી કેપ્રિઓ જેવા હોલીવુડ સ્ટાર્સના વીડિયો પણ આ એપમાં સામેલ કરવામાં આવ્યાં છે.

face swapping application

એપ અંગેની માહિતી ચીનમાં આગની જેમ વાયરલ થઇ હતી. એપ અંગે પ્રાઇવેસીના ભંગની ફરિયાદ કરતા લોકોનું કહેવું છે કે યુઝર તેનો ફોટો અપલોડ કરે ત્યારે તેને માર્કિટિંગ માટે ઉપયોગ કરવા દેવાની પણ પરમિશન આપવી પડે છે. જો કે, ZAO એપના ડેવલપર્સે જલ્દીથી આ સમસ્યાનું સમાધાન લાવવાની વાત કરી છે. વેઇબો પરની પોસ્ટમાં એપ તરફથી જણાવાયું છે કે પ્રાઇવેસી અંગેની લોકોની ચિંતાની અમને જાણ છે અને તેના માટે બહુ જલ્દી પગલાં ભરાશે.

સંકળાયેલા મુદ્દાઓ

China Technology face swapping application zao app zao એપ ફેસ એપ્લિકેશન Face swapping app

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ