ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / ધોરાજીમાં પૈસાની લેતીદેતી વિવાદે લીધો યુવાનનો જીવ
Last Updated: 01:42 PM, 29 March 2026
ADVERTISEMENT
રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં એક હૃદયદ્રાવક અને ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી છે, જેમાં પૈસાની લેવડદેવડને લઈને એક યુવકનું નિર્મમ રીતે મોત નીપજ્યું છે.
ADVERTISEMENT

પૈસાની લેતીદેતીમાં યુવકની હત્યા
ADVERTISEMENT
મૃતકની ઓળખ હિમાલય બારૈયા તરીકે થઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ, હિમાલય અને આંગડિયા પેઢી સાથે સંકળાયેલા કેટલાક શખ્સો વચ્ચે રૂપિયા બાબતે વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આરોપીઓએ હિમાલય પર જીવલેણ હુમલો કર્યો હતો.

ADVERTISEMENT
ઈજાગ્રસ્તનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આંગડિયા પેઢીના માલિક સહિત અન્ય ત્રણ શખ્સોએ મળીને હિમાલય પર ધારદાર હથિયારો વડે હુમલો કર્યો હતો. હુમલામાં હિમાલય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
ADVERTISEMENT

ધરપકડ માટે કાર્યવાહી શરૂ
ADVERTISEMENT
ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેમની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ રાજ્યભરમાં આજે ગુજકેટ પરીક્ષાનું આયોજન, સુરતમાં 20 હજારથી વધુ વિદ્યાર્થીઓ હાજર
ADVERTISEMENT
સ્થાનિકોમાં ભારે રોષ
આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભય અને શોકનો માહોલ પેદા કર્યો છે. સ્થાનિક લોકોમાં આ બનાવને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ છે અને ટૂંક સમયમાં આરોપીઓને ઝડપી પાડવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.