ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / રાજ્યભરમાં આજે ગુજકેટ પરીક્ષાનું આયોજન, સુરતમાં 20 હજારથી વધુ વિદ્યાર્થીઓ હાજર
Last Updated: 11:24 AM, 29 March 2026
ADVERTISEMENT
આજે સમગ્ર ગુજરાતમાં ગુજકેટ (GUJCET) પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના વિવિધ શહેરોમાં વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે પરીક્ષામાં હાજર રહ્યા છે. ખાસ કરીને સુરતમાં પરીક્ષાને લઈને વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
ADVERTISEMENT

101 બિલ્ડિંગમાં 1008 બ્લોકમાં પરીક્ષા યોજાશે
ADVERTISEMENT
સુરત શહેરમાં કુલ 101 બિલ્ડિંગમાં 1008 બ્લોકમાં પરીક્ષા યોજાઈ રહી છે, જેમાં કુલ 20,114 વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. પરીક્ષાની પ્રક્રિયા સરળ અને સુચારૂ રીતે પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા તમામ જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.

ADVERTISEMENT
ગુજકેટની પરીક્ષા ત્રણ તબક્કામાં લેવામાં આવશે
ગુજકેટની પરીક્ષા ત્રણ તબક્કામાં લેવામાં આવી રહી છે. પહેલું પેપર સવારે 9:00 થી 12:00 વાગ્યા સુધી યોજાશે. ત્યારબાદ બીજું પેપર બપોરે 01:40 થી 02:40 વાગ્યા સુધી રહેશે, જ્યારે ત્રીજું અને અંતિમ પેપર સાંજે 04:00 થી 05:00 વાગ્યા દરમિયાન લેવાશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ બાજરી, જુવાર અને મકાઈની ટેકાના ભાવે થશે ખરીદી, આ તારીખ સુધી ખેડૂતો નોંધણી કરાવી શકશે
પરીક્ષામાં ગેરરીતિ રોકવા માટે સ્પેશિયલ સ્ક્વોડ તૈનાત
ADVERTISEMENT
પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવવા માટે સ્પેશિયલ સ્ક્વોડ તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રો પર કડક ચકાસણી અને દેખરેખ રાખવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પરીક્ષાને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જ્યારે તંત્ર દ્વારા શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે પરીક્ષા પૂર્ણ થાય તે માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.