ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બાજરી, જુવાર અને મકાઈની ટેકાના ભાવે થશે ખરીદી, આ તારીખ સુધી ખેડૂતો નોંધણી કરાવી શકશે

ગાંધીનગર / બાજરી, જુવાર અને મકાઈની ટેકાના ભાવે થશે ખરીદી, આ તારીખ સુધી ખેડૂતો નોંધણી કરાવી શકશે

Published By: Vishal Khamar

Last Updated: 09:45 PM, 27 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાજરી, જુવાર અને મકાઈની ખેતી કરતા ખેડૂતો માટે સારા સમાચાર મળી રહ્યા છે. 1 થી 30 એપ્રિલ સુધી ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવી શકાશે.

ADVERTISEMENT

બાજરી, જુવાર અને મકાઈની ખેતી કરતા ખેડૂતો માટે મોટા સમાચાર છે. 1 થી 30 એપ્રિલ સુધી ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવી શકાશે. ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા 1 મે થી 15 જુલાઈ સુધી ચાલશે.

રાજ્યના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. બાજરી, જુવાર અને મકાઈની ખેતી કરતા ખેડૂતો હવે ટેકાના ભાવે પોતાની ઉપજ વેચી શકશે, જેનાથી તેમને યોગ્ય ભાવ મળશે અને આવકમાં વધારો થશે.

સરકાર દ્વારા જાહેર કરાયેલ કાર્યક્રમ મુજબ, ખેડૂતો માટે નોંધણી પ્રક્રિયા 1 એપ્રિલથી 30 એપ્રિલ સુધી ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન ખેડૂતોએ ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવવી જરૂરી રહેશે.

ખરીદી પ્રક્રિયા 1 મે થી 15 જુલાઈ સુધી કરવામાં આવશે. જેમાં ખેડૂતોની ઉપજ સરકાર દ્વારા સીધી ખરીદવામાં આવશે.

ટેકાના ભાવ (પ્રતિ મણ)

  • બાજરી: ₹555
  • માલદંડી જુવાર: ₹750
  • હાઈબ્રિડ જુવાર: ₹740
  • મકાઈ: ₹480

આ સાથે બાજરી અને જુવાર વેચતા ખેડૂતોને ટેકાના ભાવ ઉપરાંત ₹60 પ્રતિ મણ બોનસ પણ આપવામાં આવશે. જે ખેડૂતો માટે વધુ લાભદાયક સાબિત થશે.

આ પણ વાંચોઃ મુખ્યમંત્રીનો ખેડૂતહિતમાં મોટો નિર્ણય, ગણોત કાયદા હેઠળ મુદતમાં વધારો

આ યોજના ખેડૂતોને બજારમાં થતા ભાવના ઉતાર-ચઢાવથી સુરક્ષા આપે છે અને તેમને નિશ્ચિત આવકનો વિશ્વાસ આપે છે. સરકારની આ પહેલને કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સમયસર નોંધણી પૂર્ણ કરે જેથી તેઓ આ યોજનાનો સંપૂર્ણ લાભ મેળવી શકે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar Purchase at Support Price Gandhinagar News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ