ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મુખ્યમંત્રીનો ખેડૂતહિતમાં મોટો નિર્ણય, ગણોત કાયદા હેઠળ મુદતમાં વધારો
Last Updated: 09:05 PM, 27 March 2026
ADVERTISEMENT
ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ અને રાહતરૂપ નિર્ણય જાહેર કર્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી ગણોતીયા ખેડૂતોને મોટી રાહત મળશે.
ADVERTISEMENT
ગણોત વહીવટ અધિનિયમની કલમ-32 મુજબ નિર્ણય
ગુજરાત ગણોત વહિવટ અને ખેતીની જમીન અધિનિયમની કલમ-32 હેઠળ સરકારએ ખરીદ કિંમત ભરપાઈ કરવાની મુદત ડિસેમ્બર 2026 સુધી વધારવાનો નિર્ણય કર્યો છે. અગાઉ નિર્ધારિત સમયમર્યાદા પૂર્ણ થતી હોવાને કારણે અનેક ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા હતા, જેને ધ્યાનમાં રાખીને સરકારે આ સમયગાળો એક વર્ષ માટે લંબાવ્યો છે.
ADVERTISEMENT

અગાઉ ખેડૂતોએ કરી હતી મુખ્યમંત્રીને રજૂઆત
ADVERTISEMENT
ખેડૂતો અને ગણોતીયાઓએ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી કે તેઓ વિવિધ આર્થિક પરિસ્થિતિઓને કારણે સમયસર ખરીદ કિંમત ચૂકવી શક્યા નથી. આ રજૂઆતોને સંવેદનશીલ રીતે ધ્યાનમાં લઈ રાજ્ય સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

ADVERTISEMENT
આ નિર્ણયના પરિણામે હવે ગણોતીયા ખેડૂતોને વધુ સમય મળશે. જેથી તેઓ ખરીદ કિંમત ભરપાઈ કરીને પોતાની ખેતીની જમીન પર કાયદેસર માલિકી હક્ક મેળવી શકશે. આ પગલું ખેડૂતોની આર્થિક સુરક્ષા મજબૂત બનાવવામાં અને ખેતી ક્ષેત્રમાં સ્થિરતા લાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
આ પણ વાંચોઃ મુખ્યમંત્રીનો વધુ એક પ્રજાહિતકારી નિર્ણય, જમીન વ્યવહારોમાં મળશે રાહત
ADVERTISEMENT
રાજ્ય સરકારના આ નિર્ણયને ખેડૂત વર્ગમાં સકારાત્મક પ્રતિસાદ મળવાની શક્યતા છે. કારણ કે આ પગલું ખેડૂતોના હિતમાં લેવામાં આવેલ સંવેદનશીલ અને વ્યાવહારિક નિર્ણય તરીકે જોવામાં આવી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.