બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Youth Congress journey reaches Porbandar Modhwadia warns officials to stay away from political agenda

ગુજરાત / યુવક કોંગ્રેસની પરિવર્તન યાત્રા પહોંચી પોરબંદર, અધિકારીઓને રાજકીય એજન્ડાથી દુર રહેવા મોઢવાડિયાની ચેતવણી

Kishor

Last Updated: 11:23 PM, 10 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત યુવા કોંગ્રેસની પરિવર્તન યાત્રા આજે પોરબંદરમાં પહોંચી હતી. જેમાં હજારો યુવા કાર્યકરો જોડાયા હતા.

  • પોરબંદરમાં પહોંચી યુવા કોંગ્રેસની પરિવર્તન યાત્રા 
  • હજારો યુવા કાર્યકરો બાઈક રેલીમાં જોડાયા
  • અધિકારીઓને રાજકીય એજન્ડાથી દુર રહેવા ચીમકી  

પોરબંદર શહેરમાં આજે ગુજરાત યુવા કોંગ્રેસની પરિવર્તન યાત્રા પહોંચી હતી. શહેરના હજારો યુવા કાર્યકરો બાઈક રેલીમાં જોડાયા બાદ જાહેરસભા યોજાઇ હતી. જેમાં કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ અધિકારીઓને રાજકીય એજન્ડાથી દુર રહેવા ચીમકી ઉચ્ચારી હતી.

વિધાનસભા ચૂંટણીમાં પરિવર્તન લાવવા લોકોને હાંકલ  
સમગ્ર રાજ્યમાં યુવા કોંગ્રેસની પરિવર્તન યાત્રા ફરી રહી છે.  પ્રથમ ચરણમા અંબાજીથી દ્વારકા અને બીજા ચરણની યાત્રા સોમનાથથી સુઈ ગામ સુધી યાત્રા શરુ થઇ હતી.  જે યાત્રા આજે પોરબંદર પહોંચી હતી જેમાં કોંગ્રેસના ધારાસભ્ય અને હોદેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન આગામી વિધાનસભા ચૂંટણીમાં પરિવર્તન લાવવા લોકોને હાંકલ કરવામાં આવી હતી. આજની રેલી સભામાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરની ગેરહાજરી જોવા મળી હતી. 

અર્જુન મોઢવાડીયા સહીત રહ્યા હાજર 
આ દરમિયાણ ઉપસ્થિત લોકોને સંબોધી અર્જુન મોઢવાડીયાએ આગામી વિધાનસભાની ચૂંટણીમાં પરિવર્તન લાવવા આહવાન કર્યું હતું. વધુમાં લોકોને જાગૃત કરી મોંઘવારી મુક્ત ગુજરાત બનાવવા સાથે અધિકારીઓને પણ કડક ભાષામાં ચેતવણી આપી હતી.આ પરિવર્તન યાત્રામાં અર્જુન મોઢવાડીયા, રામ કિશન ઓઝા, ધારાસભ્ય અમરીશડેર, ભીખુભાઈ વારોતરીયા ,પ્રગતિ આહીર, હીરાભાઈ જોટવા, ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, કાર્યકારી પ્રમુખ ગુજરાત કોગ્રેસ, હરપાલ સિંહ સહિતના આગેવાનો, હોદેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ