બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / અજબ ગજબ / young man ong dam sorot lives with 8 wives time fixed for romance with every wife thailand

અજીબ / VIDEO : 8 પત્નીઓ સાથે રહે છે યુવાન, દરેક સાથે રોમાન્સ માટે કર્યો આ નિયમ, વીડિયો જોતા જ રહી જશો

Hiralal

Last Updated: 04:54 PM, 30 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થાઈલેન્ડમાં એક શખ્સે 8 યુવતીઓ સાથે લગ્ન કરીને સુખી સંસાર કેમ ચલાવવો તેની કહાની કહી સંભળાવી છે. લોકોને તેની કહાની ખૂબ પસંદ આવી છે.

  • થાઈલેન્ડના એક શખ્સને છે 8 પત્નીઓ
  • બધી પત્નીઓ હળીમળીને રહે છે
  • પતિ સાથે સુવાનો વારા માટે રાહ જુએ છે 

આજના સમયમાં એક પત્ની સાથે રહેવું લોકોને ભારે પડી રહેતું હોય છે ત્યારે કોઈ વ્યક્તિ એક નહીં પણ આઠ પત્નીઓ સાથે કેવી રીતે રહેતો હશે અને તે પણ સારી રીતે, આવો જ એક કિસ્સો થાઈલેન્ડમાં પ્રકાશમાં આવ્યો છે. 

એક જ ઘરમાં 8 પત્નીઓ સાથે રહેતા વ્યક્તિની કહાની સોશિયલ મીડિયા પર ચર્ચામાં

એક જ ઘરમાં 8 પત્નીઓ સાથે રહેતા એક વ્યક્તિની કહાની સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. આ વ્યક્તિનું નામ ઓંગ ડેમ સોરોટ છે, જે થાઇલેન્ડનો રહેવાસી છે. સોરોટને પહેલી નજરમાં જ તેની દરેક પત્ની સાથે પ્રેમ થઈ ગયો હતો. વ્યવસાયે ટેટૂ આર્ટિસ્ટ સોરૂટને આઠ પત્નીઓ છે. રસપ્રદ વાત એ છે કે તેની બધી પત્નીઓ કોઈ પણ મતભેદ વિના એક જ ઘરમાં સાથે રહે છે. તે બધા એંગ ડેમ સોરૂટને ખૂબ જ પ્રેમ કરે છે અને તેને વિશ્વનો સૌથી નમ્ર માણસ માને છે.

પતિ સાથે સુવા માટે પોતાના વારાની રાહ જુએ છે પત્નીઓ 
ખુદ સોરાટ એક ઈન્ટરવ્યુમાં કબૂલી ચૂક્યો છે કે  તેની પત્નીઓ ચાર જુદા જુદા બેડરૂમમાં સૂઈ જાય છે અને પતિ સાથે સુવાનો પોતાનો વારો આવે તેની રાહ જોવે છે, એક પણ પત્નીને બીજી સાથે કોઈ ફરિયાદ નથી, બધી પત્નીઓ હળીમળીને રહે છે તથા એકબીજાનું સન્માન કરે છે. 

આ વ્યક્તિને છે 8 પત્નીઓ

ટેટૂ આર્ટિસ્ટ સોરોટ એક ટીવી શોમાં દેખાયા બાદ ચર્ચામાં આવ્યો હતો. તેણે કહ્યું હતું કે તેની આઠ પત્નીઓ એકબીજા સાથે ખૂબ જ સારી રીતે રહે છે અને તે બધા "સુમેળભર્યા પારિવારિક સંબંધ" શેર કરે છે. તેમના આ ઇન્ટરવ્યૂને માત્ર યૂટ્યૂબ પર જ ત્રણ મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો હતો.

જુદી જુદી પત્નીઓ મળવાની રસપ્રદ કહાની

આ ઇન્ટરવ્યૂ દરમિયાન સોરોટે જણાવ્યું હતું કે, કેવી રીતે તે પોતાની પત્નીઓને મળ્યો હતો. સોરોટનું કહેવું છે કે જ્યારે પણ તે પહેલી નજરમાં જ પ્રેમમાં પડ્યો હતો. તે તેની પહેલી પત્ની નોંગ સ્પ્રાઈટને એક મિત્રના લગ્નમાં મળ્યો હતો. જ્યારે તેની બીજી પત્ની નોંગ એલ સાથે બજારમાં મુલાકાત થઇ હતી. નવાઈની વાત તો એ છે કે નોંગ અલ સોરોટની પહેલી પત્ની વિશે જાણવા છતાં તે તેની સાથે લગ્નના બંધનમાં બંધાવા તૈયાર થઈ ગઈ હતી. સોરોટની મુલાકાત હોસ્પિટલમાં તેની ત્રીજી પત્ની સાથે થઈ હતી, જ્યારે ચોથી, પાંચમી અને છઠ્ઠી પત્નીઓ અનુક્રમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટિકટોક પર મળી હતી. આ પછી, તેની માતા સાથે ધાર્મિક સ્થળે જતી વખતે, સોરોટ તેની સાતમી પત્ની, નોંગને મળ્યો હતો અને ત્યારબાદ આઠમી પત્ની, નોંગ માઇ, રજાઓ દરમિયાન તેને મળી હતી, જ્યાં તેની અન્ય પત્નીઓ પણ હાજર હતી.

પત્નીઓ શું કહે છે?
સોરોટના સફળ લગ્નનું રહસ્ય તેનો ચાર્મિંગ પરંતુ કેરિંગ નેચર લાગે છે. ટીવી ચેનલ સાથે વાત કરતા, તેની બધી પત્નીઓ સર્વાનુમતે સંમત થઈ હતી કે તે "ખૂબ જ સંભાળ રાખનાર અને વિચારશીલ વ્યક્તિ" છે, પત્નીઓએ સર્વાનુમતે ઉમેર્યું, "તે અમારી સાથે ખૂબ જ સારી રીતે વર્તે છે, અમારી પાસે ઝઘડો કરવા માટે કંઈ નથી."જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શા માટે મહિલાઓએ એવા પુરુષ સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું જે પહેલેથી જ પરિણીત હતો, તો બધી સ્ત્રીઓ સંમત થઈ કે તેઓ "તેના પ્રેમમાં પાગલ છે." મહિલાઓએ એવી અફવાઓને નકારી કાઢી કે તેઓએ પૈસા માટે લગ્ન કર્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ