બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Food and Recipe / you must taste these famous items of gujarat
અમદાવાદ:
ADVERTISEMENT
અમદાવાદમાં લાલદરવાજા વિસ્તારમાં લકી ટી સ્ટોલના મસ્કાબન ફેમસ છે. જ્યારે ભજિયા સાબરમતી જેલ અને રાયપુર હાઉસના જાણીતા છે. જ્યારે દાળવડા માટે ગુજરાત કોલેજ પાસે આવેલ ગુજરાતના દાળવડા પ્રખ્યાત છે.
ગાંઠિયા -ફાફડા જલેબી માટે આસ્ટોડિયાની લખનૌની અડદની જલેબી, સૌરાષ્ટ્રના ફાફડા,બાપુનગરના ગોંડલના ગાઠિયા જાણીતા છે.
ADVERTISEMENT
આઈસ્ક્રીમ માટે અમદાવાદમાં જેઠાણી-દેરાણીનો આઇસ્ક્રીમ, રાજસ્થાન આઇસ્ક્રીમ અને અસારવાનો સંચાનો આઇસ્ક્રીમ, શંકરનો આઇસ્ક્રીમ ખુબ જ પ્રખ્યાત છે.
પાઉંભાજી માટે અમદાવાદમાં ઓનેસ્ટના ભાજી-પાંવ તથા સેટેલાઈટમાં શક્તિનો ભાજી પાંવ, સી.જી. રોડ પર આર.કે.નો ભાજી પાંવ ખુબ જ જાણીતા છે.
ADVERTISEMENT
સેન્ડવીચ- મસ્કાબન- દાબેલી માટે અમદાવાદમાં છત્રભૂજની સેન્ડવીચ, કર્ણાવતીની દાબેલી જાણીતા છે.

ADVERTISEMENT
રાજકોટ:
ચા માટે રાજકોટમાં જય અંબે , ખેતલા આપા અને મોમાઈની ચા ખુબ જ જાણીતા છે.
ADVERTISEMENT
પેંડા માટે રાજકોટમાં ભગતના પેંડા તથા જય સિયારામના પેંડા ખુબ જ જાણીતા છે.
ગોલા-આઇસક્રીમ કૂલ્ફી માટે રાજકોટમાં રામ ઔર શ્યામના ગોલા, સોરઠિયાવાડી સર્કલની હંગામાં કૂલ્ફી, ભક્તિનગર સર્કલનો સોના-રૂપાનો આઇસ્ક્રીમ ખુબ જાણીતા છે.
ADVERTISEMENT

વડોદરા :
જગદિશનો ચેવડો વડોદરામાં ખુબ જ જાણીતો છે. આ સાથે જ કોઠી ચાર રસ્તા પાસે મનમોહનના સમોસા ડાયાભાઈના મૈસૂર મસાલા ઢોસા તથા મંગળબજારમાં પ્યારેલાલની કચોરી લોકોને અતિપ્રિય છે.

સુરત :
રમેશનો સાલમપાક સુરતમાં પ્રખ્યાત છે. આ સાથે જ ગાંડાકાકાના ફાફડા ખાંડવાળાની શેરીના સુરતી સરસિયા ખાજા તથા ટેક્સટાઇલ માર્કેટ પાસે પહેલવાનાના છોલે ભટુરે સુરતીલાલાઓમાં ખુબ જ જાણીતા છે.

ગાંધીનગર :
ગાંઠીયારથના ગાંઠિયા, મહાલક્ષ્મીના ખમણ, ,પુજાના ઢોકળા, સેંધાના ગોટા ગાંધીનગરમાં ખુબ જ જાણીતા છે. તો આ સાથે જ અક્ષરધામની ખીચડી, લક્ષ્મી બેકરીના પફ અને પેટિસ અને નાનખટ્ટાઈ સમગ્ર વિસ્તારમાં જાણીતા છે.

અમરેલી :
અમરેલીમાં ચક્કાભાઈની તથા બસ સ્ટેન્ડની ચા અતિ જાણીતી છે. આ સાથે જ જયહિન્દના ગોટા, ભગતનું ઉંધીયુ, મહારાજના ભાજીપાંવ સમગ્ર પંથકમાં પ્રખ્યાત છે.
ભુજ :
ભુજની અતિ પ્રખ્યાત ચીજ એટલે પકવાન અને ગુલાબપાક છે. પ્રવાસીઓમાં આ ચીજ ખુબ જ જાણીતી છે. બરફ ગોળા માટે બાસૂંદી ગોળા, રજવાડી ગોળા, આઇસ્ક્રીમ ગોળા સ્થાનિકો તથા પ્રવાસીઓમાં અતિ પ્રખ્યાત છે.
પાલનપુર:
પાલનપુરમાં માધવીના પેંડા અને બદામ શેક ખુબ જાણીતા છે. નાસ્તામાં ઢાળવાસની કચોરી, શક્તિનું ખમણ અને પાતરા અને ભોગીલાલના સમોસા લોકોને અતિ પસંદ છે.

સુરેન્દ્રનગર:
અહીં 80 ફૂટ રોડ પર ભાભીના ભજીયા ખૂબ જ જાણીતા છે. તો શહેરની મધ્યમાં રાજેશના સમોસા લોકો હોંશે હોંશે ખાય છે. તો સિકંદરની સિંગ અને રાજેશ્વરીના સેવ-મમરા આજે પણ લોકો દેશ-વિદેશમાંથી સુરેન્દ્રનગરથી મંગાવે છે.
જામનગર :
એચ.જે.વ્યાસનો શીખંડ, વલ્લભભાઈના પેંડા, જનતા ફાટકના વણેલા ગાંઠિયા, જગદિશનો ફાલુદા, ગીતાનો આઇસ્ક્રીમ, જવાહરના પાન, ગીજુભાઈની ભેળપૂરી, ડાયફ્રુટની કચોરી જામનગર સહિત આસપાસના વિસ્તારમાં પ્રખ્યાત છે.

જુનાગઢ :
આ શહેરમાં મોર્ડનની તથા ચામુંડાની મેંગો લસ્સી, બાપુના ભજિયા, સાગરના બટર પફ, જનતાની ભેળ લોકોમાં અતિ પ્રખ્યાત છે
બારડોલી :
સુરત જિલ્લાના બારડોલીમાં જલારામના પાતરા, જલારામના ખમણ અને ખીચડી તો ભરકાદેવીનો આઈસ્ક્રીમ, જેઠાની પાવભાજી આખા વિસ્તારમાં વખણાય છે.
મહેસાણા:
આખા ઉત્તર ગુજરાત સહિત આજુબાજુના વિસ્તારમાં મહેસાણા હાઈવે પર આવેલી સહયોગ ડેરીના પેંડા વખણાય છે

ભાવનગર :
આ શહેરમાં ભગવતીનું સેવ-ઉસળ, શેઠ બ્રધર્સનો છાશનો મસાલો વખણાય છે. જ્યારે ગાંઠિયાની જો વાત કરીએ તો દાસ અને જીવનભાઇના ગાંઠિયા અહીંના લોકોને ખૂબ ભાવે છે.

આણંદ :
રેલવે સ્ટેશનની દાબેલી, પાંડુના દાલ વડા, યોગેશના ખમણ, સાસુજીનો હાંડવો અને જનતા ચોકડી મસ્તાનાની દાબેલી સ્થાનિકોમાં ખુબ જાણીતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.