બ્રેકિંગ ન્યુઝ
VTV / You can save your money with Prepaid card and mobile wallet
ADVERTISEMENT
ઓનલાઇન પેમેન્ટમાં સૌથી વધારે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ
કોરોના સંકટ બાદ ઓનલાઇન લેવડદેવડમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. જોકે ત્યારબાદ લોકો પર આર્થિક બોઝો પણ વધી ગયો છે, કેમકે ઓનલાઇન પેમેન્ટમાં સૌથી વધારે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એવામાં ફાઇનાન્સ વિશેષજ્ઞોનું કહેવુ છે કે જો આપ તમારા ખર્ચ પર કાપ મુકવા માંગો છો તો ક્રેડિટ કાર્ડની જગ્યાએ પ્રિપેડ કાર્ડ અને મોબાઈલ વોલેટનો ઉપયોગ શરુ કરી દો.
ADVERTISEMENT
પ્રિપેડ કાર્ડ સાઇબર ફ્રોડથી બચાવે છે
ADVERTISEMENT
પ્રિપેડ કાર્ડ કે વોલેટનો ઉપયોગ ના ફક્ત તમારા વધારાનાં ખર્ચ પર કાપ નથી મુકતો પણ તમને સાઇબર ફ્રોડથી પણ બચાવે છે. પ્રિપેડ કાર્ડની સાથે ફ્રોડ થવાનાં ચાન્સિસમાં તમે ઓછી રકમનું નુક્સાન ભોગવવુ પડે છે જ્યારે ક્રેડિટ કાર્ડ કે બેન્ક ખાતા સાથે ફ્રોડ થવા પર મોટુ નુક્સાન વેઠવુ પડે છે. ઉલ્લેખનીય છે કે કોરોનાની મહામારી બાદ સાઇબર ક્રાઇમનાં કિસ્સા ઝડપથી વધ્યા છે.
ADVERTISEMENT
બીજી બેન્કમાંથી પણ પ્રિપેડ કાર્ડ મેળવી શકાય છે
જો તમે પ્રિપેડ કાર્ડ લેવા ઈચ્છો છો તો તમારું જે બેન્કમાં ખાતુ છે તેને ઓનલાઇન અરજી કરી શકો છો. તે ઉપરાંત તમે બીજી બેન્કમાંથી પણ પ્રિપેડ કાર્ડ મેળવી શકો છો. જોકે તેનાં માટે તમારે કેવાયસીની પ્રક્રિયા પુરી કરવી પડશે. સામાન્યપણે બેન્ક 50થી 100 રુપિયાનો ચાર્જ વસૂલીને પ્રિપેડ કાર્ડ બનાવી આપે છે. ત્યારબાદ આપ જરુરત પ્રમાણે તેમાં પૈસા નાંખી શકો છો. જોકે પ્રિપેડ કાર્ડ એક નક્ક સમયમર્યાદા માટે હોય છે. જેનાં પહેલા તેમાં રહેલ પૈસા પુરા કરવા પડે છે.
ADVERTISEMENT
મોબાઈલ વોલેટ સૌથી ઉપયોગી
આજનાં સમયમાં ઓનલાઇન લેવડ-દેવડમાં સૌથી ઉપયોગી મોબાઈલ વોલેટ છે. જેમાં કેવાયસી વગર વોલેટમાં 10 હજાર રુપિયા સુધી રાખી શકાય છે. જ્યારે કેવાયસી પૂરી કરવા પર આપને એક લાખ રુપિયા સુધી રાખવાની સુવિધા મળે છે.
ADVERTISEMENT
પ્રિપેડ કાર્ડનાં ફાયદા
- પ્રિપેડ કાર્ડનો ઉપયોગ કરતા સમયે તમે તમારા પૈસાનો ઉપયોગ કરી રહ્યા છો તે કોઈ ઉધારનાં પૈસા નથી.
- પ્રિપેડ કાર્ડથી ખરીદી કરવા પર કોી પણ પ્રકારની લેવડ-દેવડની હિસ્ટ્રી જાણવા નથી મળતી.
- પ્રિપેડ કાર્ડમાં પૈસા ખર્ચ કરવા અને પૈસા બચત કરવા ખૂબ સરળ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.