બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / You can now add the name of the new member in the ration card online, no need to visit the government office

તમારા કામનું / Ration Card માં હવે ઓનલાઈન જોડી શકો છો નવા સભ્યનું નામ, નહીં લગાવવા પડે સરકારી કચેરીના ચક્કર

Megha

Last Updated: 03:20 PM, 28 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમે હવે ઘરે બેઠા બેઠા તમારા ઘરના એ નવા સદસ્યનું નામ રાશન કાર્ડમાં કેવી રીતે જોડી શકો છો એ વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ.

  • કોઈ પણ યોજનનાનો લાભ ઉઠાવવા માટે રાશન કાર્ડ એક જરૂરી ડોક્યુમેન્ટ
  • ઘરે બેઠા બેઠા નવા સદસ્યનું નામ રાશન કાર્ડમાં જોડો 
  • આ ડોક્યુમેન્ટ્સની પડે છે જરૂર 

સરકારની કોઈ પણ યોજનનાનો લાભ ઉઠાવવા માટે રાશન કાર્ડ એક જરૂરી ડોક્યુમેન્ટ છે. દરેક સરકારી કામ માટે રાશન કાર્ડ જરૂરી છે. ઘણી વખત એવું બને છે કે ઘરમાં આવેલ કોઈ નવા  સભ્યનું નામ આ રાશન કાર્ડમાં હજુ ચઢાવવાનું બાકી રહી ગયું હોય છે પણ સરકારી કામના ધક્કા ખાવાનો લોકોને આળસ આવતો હોય છે. એવા સમયે તમે હવે ઘરે બેઠા બેઠા તમારા ઘરના એ નવા સદસ્યનું નામ રાશન કાર્ડમાં કેવી રીતે જોડી શકો છો એ વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ. 

બસ આ ડોક્યુમેન્ટ્સની પડશે જરૂર 
જો રાશન કાર્ડમાં નવા સભ્યનું નામ ઉમેરવું છે ઘરના મુખ્યા પાસે રાશન કાર્ડ હોવું જરૂરી છે. નવા સભ્યનું નામ ઉમેરવા માટે રેશનકાર્ડની ફોટો કોપી અસલ કાર્ડ સાથે રાખવાની રહેશે. જો કોઈ વ્યક્તિ પરિવારમાં જન્મે છે, તો તેનું નામ ઉમેરવા માટે તેનું જન્મ પ્રમાણપત્ર હોવું ફરજિયાત છે. આ સિવાય બાળકના માતા-પિતાનું આધાર કાર્ડ પણ જરૂરી રહેશે. જો પરિવારમાં નવી પરિણીત મહિલા આવી હોય અને તેનું નામ ઉમેરવું છે તો તેના માટે આધાર કાર્ડ, લગ્નનું પ્રમાણપત્ર અને પરિવારના મુખ્યાનું રેશનકાર્ડ હોવું જરૂરી છે. 

નામ રાશન કાર્ડમાં કેવી રીતે જોડવું - 
1. સૌથી પહેલા તમારે તમારા રાજ્યના ખાદ્ય વિભાગની વેબસાઈટ પર જવું પડશે. https://fcsca.gujarat.gov.in/FoodPortal.aspx  તમે આ વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકો છો.
2. આ વેબસાઈટ પર પહેલા તમારે તમારા રેશન કાર્ડ માટે લોગીન આઈડી બનાવવું પડશે. જો તમે પહેલાથી જ આઈડી બનાવ્યું હોય તો તમારે લોગીન કરવાનું રહેશે. 
3. વેબસાઈટ પર તમને એક વિકલ્પ દેખાશે જે કહે છે કે 'નવા સભ્ય ઉમેરો', તેના પર ક્લિક કરવાનું રહેશે. 
4. એ પછી તે ફોર્મમાં તમારે નવા સદસ્ય વિશે માહિતી ભરવાની રહેશે. 
5.  આ ફોર્મ ભર્યા પછી જરૂરી ડોક્યુમેન્ટ્સની કોપી અપલોડ કરવાની રહેશે. 
6. એ પ્રોસેસ કર્યા પછી સબમિટ પર ક્લિક કરો. 
7. એ પછી તમને એક રજીસ્ટ્રેશન નંબર મળશે e પછી તમારું કામ પૂરું થશે. 
8. એ પછી વિભાગના અધિકારીઓ તેને ચેક કરશે. જો ફોર્મમાં ભરેલી માહિતી સાચી હશે તો ફોર્મ સ્વીકારવામાં આવશે અને નવું રેશનકાર્ડ પોસ્ટ દ્વારા તમારા ઘરે પહોંચાડવામાં આવશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Ration card તમારા કામનું રાશન કાર્ડ ration card
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ