બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / વગર ટિકિટ કેન્સલ કરે બદલાઇ જશે ટ્રાવેલની તારીખથી લઇને નામ પણ, બસ અપનાવો આ ટિપ્સ
Last Updated: 10:12 AM, 28 November 2024
ટ્રેનમાં કન્ફર્મ સીટ મળી રહે અને આરામદાયક મુસાફરી થઈ શકે તે માટે આપણે ટિકિટનું રિઝર્વેશન કરાવતા હોઈએ છીએ. પણ ઘણીવાર એવું થાય કે છેલ્લા સમયે મુસાફરીની તારીખ બદલે અને આપણે નવી તારીખની ટિકિટ મેળવવા માટે જૂની ટિકિટને કેન્સલ કરીને નવી ટિકિટ કરાવવી પડે છે પણ હવે જૂની ટિકિટને કેન્સલ કર્યા વગર જ ફેરફાર થઈ શકશે જાણો કઈ રીતે.
ADVERTISEMENT
નામ બદલવાની સુવિધા
ADVERTISEMENT
હવે ટિકિટ પર યાત્રીનું નામ પણ બદલી શકાશે. આ સુવિધા ઓફલાઇન ટિકિટ એટલે કે સ્ટેશન પર કાઉન્ટર પરથી ખરીદેલી ટિકિટમાં જ મળી શકશે. નામ બદલાવ માટે એક જ પરિવારના સદસ્ય હોવું જરૂરી છે.
કેવી રીતે બદલી શકો છો નામ?
ટ્રેન છૂટવાના 24 કલાક પહેલા રિઝર્વેશન કાઉન્ટર પર જાવ ત્યાં આવેદન સાથે બંને યાત્રીઓના આઈડી બતાવો અને અધિકારી તે ટ્રેન ટિકિટમાં તમને નામ બદલી આપશે.
તારીખ બદલવાની સુવિધા
જો મુસાફરીની તારીખ બદલવા માંગતા હોવ તો ટ્રેન છૂટવાના 48 કલાક પહેલા કાઉન્ટર પર જઈને આવેદન કરો. નવી મુસાફરીની તારીખ આપો ને નવી ટિકિટ લઈ લો..
ઓનલાઈન ટિકિટના નિયમ
ઓનલાઈન ટિકિટ માં નામ અને તારીખ બદલવા માટે કોઈ સુવિધા નથી. નામ અને ટિકિટ માત્ર કાઉન્ટર પરથી ખરીદેલી ટિકિટમાં જ બદલી શકશે. કાઉન્ટર પરથી લીધેલી ટિકિટ પણ કન્ફર્મ કે RAC હોય તે જરૂરી છે.
તત્કાલ ટિકિટના નિયમ
તત્કાલ ટિકિટમાં નામ અને તારીખ બદલવા માટે પણ કોઈ સુવિધા નથી. માટે તત્કાલ ટિકિટનું બુકિંગ કરાવતી વખતે આ વાત ખાસ ધ્યાનમાં રાખવી.
વધુ વાંચો: આટલી ટિપ્સ અવશ્ય નોટ કરી લેજો, તો ઇન્ટર્નશિપ બાદ બૉસ સામેથી કરશે જૉબની ઑફર
માત્ર એક જ વાર થશે ફેરફાર
નામ કે તારીખ બદલવાની સુવિધા માત્ર એક જ વાર મળી શકશે. બીજી વાર કોઈ ફેરફાર કરી આપવામાં આવશે નહીં આથી તારીખ બદલાવતા પહેલા જ યોગ્ય પ્લાનિંગ કરો.
જરૂરી આઈડી
ટિકિટમાં જો તમારે ફેરફાર કરાવવા હોય તો જેના નામની ટિકિટ છે અને જેના નામની કરવાની છે એ બંને યાત્રીના આઈડી ખાસ સાથે લઈને જાવ અને આવેદન સાથે તે ડોક્યુમેન્ટ જમાં કરવો જેથી ફેરફારની પ્રક્રિયા સરળતથી થઈ શકે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ગોલ્ડ પર મોટું અપડેટ / આ દિવસ સુધી ખરીદી લેજો સોનું પછી વધી જશે ભાવ, સામે આવ્યું મોટું કારણ
ADVERTISEMENT