બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / Yoga of travel, benefits in work related to land: The natives of this zodiac sign will have expected work on Saturday, see today's horoscope
Vishal Khamar
Last Updated: 07:32 AM, 28 October 2023
આજનું પંચાંગ
28 10 2023 શનિવાર
માસ આસો
પક્ષ શુક્લ
તિથિ પૂનમ
નક્ષત્ર અશ્વિની
યોગ વજ્ર
કરણ વિષ્ટિ ભદ્રા
રાશિ મીન (દ.ચ.ઝ.થ.) સવારે 7.30 પછી મેષ (અ.લ.ઈ.)
ADVERTISEMENT
મેષ (અ.લ.ઈ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્ય બાબતે સાચવીને કામ કરવું. ખોટા નિર્ણયો નુકસાન કરાવશે. નાણાકીય વ્યવહારમાં સાચવવું. પરિવારના કામમાં ધ્યાન આપવું.
વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સંતાનના સ્વાસ્થ્યમાં કાળજી રાખવી. કામકાજમાં અપજશથી બચવું. આવકના પ્રમાણમાં જાવક વધશે. કોઈપણ કામમાં બંધાયેલા રહેશો.
ADVERTISEMENT
મિથુન (ક.છ.ઘ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આકસ્મિક ધનલાભના યોગો જણાય છે. લાંબા રોકાણ માટે સમય સાચવવા જેવો છે. પરિવારનો ભરપૂર સહયોગ મળશે. મહેનતના પ્રમાણમાં સામાન્ય ફળ મળશે.
કર્ક (ડ.હ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વડીલોના આશીર્વાદથી લાભ થશે. કોઈ નજીકના સંબંધીથી સહયોગ મળશે. ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે. વાહનના યોગ સારા બને છે.
સિંહ (મ.ટ)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ભાગ્યોદય માટે ઉજળી તક મળશે. નિર્ણયો સમજી-વિચારીને લેવા. મિત્રો સાથે થોડો મતભેદ જણાશે. મુસાફરીના યોગ જણાય છે.
કન્યા (પ.ઠ.ણ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આરોગ્ય બાબતે સાચવવું. પ્રતિસ્પર્ધીથી સાવધાન રહેવું. કોઈપણ રોકાણોમાં કાળજી રાખવી. નોકરીયાતને કામમાં મહેનત વધશે.
તુલા (ર.ત.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ભાગીદારીવાળા કામથી લાભ થશે. ધંધાકીય વ્યવહારોમાં લાભ થશે. દામ્પત્ય જીવનમાં ચણભણ રહેશે. લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવુ.
વૃશ્ચિક (ન.ય.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ રોગ અને શત્રુ તરફથી સાવધાન રહેવું. શેરબજારમાં સારો લાભ થશે. વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે. યાત્રા-પ્રવાસના યોગ બને છે.
ધન (ભ.ધ.ફ.ઢ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ બૌદ્ધિકોને મહેનતનું પરિણામ મળશે. વ્યવસાયમાં નવી તકો મળશે. સમય આપને અનુકૂળ બનશે. કામની કદર થાય, માન વધે.
મકર (ખ.જ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ માતાની સેવાથી લાભ થાય. પરિવાર સાથે પ્રેમ કેળવાય. સારા કામમાં યાત્રાનું આયોજન થાય. ખોટા ખર્ચમાં વધારો થશે.
કુંભ (ગ.શ.સ.ષ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ઘરમાં વડીલોથી ઉત્તમ લાભ થશે. સંપત્તિને લગતા કાર્યોમાં સહયોગ મળશે. વ્યવસાયમાં સામાન્ય સમસ્યાઓ રહેશે. કરેલી મહેનત સારું ફળ આપશે.
મીન (દ.ચ.ઝ.થ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધનનું સારું સુખ મળશે. પરિવારમાં તણાવ રહેશે. નાના-મોટા રોકાણમાં લાભ થશે. જમીનને લગતા કામમાં ફાયદો થશે.
શુભાંક - આજનો શુભ અંક છે 1
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે વાદળી અને રીંગણી
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12.33 થી 3.54 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 9.00 થી 10.30 સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા - આજે અશુભ દિશા છે પૂર્વ-ઈશાન ખૂણો
રાશિ ઘાત - વૃષભ, સિંહ, કન્યા, મીન
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.