ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Xpro India share price hiked more than 10000 percent in 4 years

શેરમાર્કેટ / રોકાણકારો ગેલમાં! 10 રૂપિયાના શેરે આપ્યું 10,000 ટકા રિર્ટન, બોનસ પર બોનસ આપી રહી છે કંપની

Published By: Vidhata

Last Updated: 08:42 AM, 12 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિરલા ગ્રુપની કંપની Xpro Indiaના શેરમાં છેલ્લા 4 વર્ષમાં 10000% થી વધુનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન કંપનીના શેર 10 રૂપિયાથી વધીને 1000 રૂપિયા થઈ ગયા છે. એક્સપ્રો ઇન્ડિયાએ આ સમયગાળા દરમિયાન રોકાણકારોને એકવાર બોનસ શેરની ભેટ પણ આપી છે.

ADVERTISEMENT

બિરલા ગ્રુપની કંપની એક્સપ્રો ઈન્ડિયા (Xpro India)ના શેર છેલ્લા 4 વર્ષમાં 10 રૂપિયાથી વધીને 1000 રૂપિયાને પાર પહોંચી ગયા છે. Xpro India ના શેરોએ છેલ્લા 4 વર્ષમાં રોકાણકારોને 10000% થી વધુ વળતર આપ્યું છે. છેલ્લા ચાર વર્ષમાં એકવાર કંપનીએ તેના રોકાણકારોને બોનસ શેરની ભેટ પણ આપી છે. એક્સપ્રો ઇન્ડિયાના શેરનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર 1295.50 રૂપિયા છે. જયારે કંપનીના શેરનું 52 સપ્તાહનું નીચલું સ્તર 641.65 રૂપિયા છે.

4 વર્ષમાં 1 લાખ રૂપિયાના બની ગયા 1 કરોડથી વધુ 

એક્સપ્રો ઇન્ડિયા (Xpro India)ના શેર 3 એપ્રિલ, 2020ના રોજ 10.10 પર હતા. 10 એપ્રિલ 2024ના રોજ કંપનીના શેર 1054.50 રૂપિયા પર બંધ થયા. છેલ્લા 4 વર્ષમાં એક્સપ્રો ઇન્ડિયાના શેરમાં 10267%નો જોરદાર ઉછાળો આવ્યો છે. જો કોઈ વ્યક્તિએ 3 એપ્રિલ, 2020ના રોજ એક્સપ્રો ઇન્ડિયાના શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય અને કંપનીના શેર વેચ્યા ન હોય, તો અત્યારે આ શેરની કિંમત 1.04 કરોડ રૂપિયા હોત. એક્સપ્રો ઇન્ડિયા (Xpro India)એ જુલાઈ 2022માં રોકાણકારોને 1:2ના રેશિયોમાં બોનસ શેર આપ્યા હતા. એટલે કે, કંપનીએ દરેક 2 શેર માટે 1 બોનસ શેર આપ્યો.

વધુ વાંચો: સરકારી શેરે રૂપિયાના ઘર ભરી દીધા, 10 વર્ષમાં 1 લાખના થયા 1 કરોડ, 629 ટકા તેજી

3 વર્ષમાં 1765% વધ્યા કંપનીના શેર 

છેલ્લા 3 વર્ષમાં એક્સપ્રો ઇન્ડિયા (Xpro India)ના શેરમાં જબરદસ્ત વધારો થયો છે. છેલ્લા 3 વર્ષમાં કંપનીના શેર 1765% વધ્યા છે. 9 એપ્રિલ, 2021ના રોજ કંપનીના શેર 56.13 રૂપિયા પર હતા. Xpro ઇન્ડિયાનો શેર 10 એપ્રિલ, 2024ના રોજ 1054.50 રૂપિયા પર બંધ થયો છે. છેલ્લા એક વર્ષમાં બિરલા ગ્રુપની કંપની એક્સપ્રો ઇન્ડિયાના શેરમાં 60%નો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન કંપનીના શેર 655.55 રૂપિયાથી વધીને 1054.50 રૂપિયા થયા છે. એક્સપ્રો ઇન્ડિયાનું માર્કેટ કેપ આશરે 2180 કરોડ રૂપિયા છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Xpro India multibagger stock share market stock market એક્સપ્રો ઇન્ડિયા શેરમાર્કેટ multibagger stock

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ