ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / Xi Jinping 'Requested Who To Hold Back Information At The Start Of The Covid-19 Outbreak

રિપોર્ટ / 'શી જિનપિંગે WHOને ફોન કરીને કોરોના વાયરસની જાણકારી દબાવી રાખવા માટે કહ્યુ'

Published By: Juhi

Last Updated: 04:32 PM, 10 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક રિપોર્ટ અનુસાર, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે વ્યકિતગત રીતે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ એડહૈનમ ઘેબ્રિયેસુસને કહ્યુ કે, ''તેઓ કોરોના વાયરસને લઇને વૈશ્વિક ચેતાવણી જારીમાં મોડું કરો.''

ADVERTISEMENT

જર્મનના ન્યૂઝ મેગેઝિન Der Spiegel એ દેશની ફેડરલ ઇન્ટેલિજેન્સ સર્વિસથી મળેલી જાણકારી અનુસાર ના આધાર પર આ દાવો કર્યો છે. જર્મનીના ફેડરલ ઇન્ટેલિજેન્સ સર્વિસને Bundesnachrichtendienst અથવા તો બીએનડી કહેવામાં આવે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, બીએનડીથી મળેલી જાણકારીને શી જિનપિંગે અને ટેડ્રોસની વચ્ચે જાન્યુઆરીમાં વાતચીત થઇ હતી. 

Der Spiegel એ બીએનડીના હવાલાથી કહ્યુ કે, 21 જાન્યુઆરીના ચીનના નેતા શી જિનપિંગે WHO પ્રમુખ ટેડ્રોસ એડહૈનમ ઘેબ્રિયેસુસને કહ્યુ કે, ''તેઓ વ્યકિતથી વ્યકિતમાં સંક્રમણ થવાની જાણકારી કહેવામાં મોડુ કરે અને મહામારીની ચેતવણી જારી કરવામાં મોડુ કરે.''

રિપોર્ટ જારી થયા પછી WHO એ એક નિવેદન જારી કર્યુ કે, આ ખોટું છે. WHO એ દાવો કર્યો કે, ''ટેડ્રોસ અને જિનપિંગે 21 જાન્યુઆરીએ કોઇ વાત કરી નથી અને બંને વચ્ચે ક્યારેય પણ ફોન પર વાત થઇ નથી.
આ રિપોર્ટ કોરોના ખત્મ કરવા માટે કામ કરી રહેલા સંગઠન અને દુનિયાનું ધ્યાન ભટકાવી રહી છે.''

આ રિપોર્ટમાં દાવો કર્યો છે કે, ચીનમાં જાન્યુઆરી 20 ના વ્યકિતથી વ્યકિત સુધી વાયરસના સંક્રમણની વાતની પુષ્ટિ કરી લીધી હતી. જો રિપોર્ટની આ વાત સાચ્ચી સાબિત થાય છે તો અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો સાચ્ચો સાબિત થશે. 

આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે, WHO ચીન કેન્દ્રિત છે. અમેરિકાએ WHO ના ફંડમાં પણ રોક લગાવી દીધી હતી. ઘણા અમેરિકન રાજનેતાએ WHO ડિરેક્ટર જનરલના રાજીનામાની માંગ કરી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

China Corona Virus Corona Virus OutBreak Who Xi Jinping viral world Report

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ