બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી આપણી પર હનુમાનજીની કૃપા વરસે છે અને હનુમાનજીની કૃપાથી આપણા તમામ કષ્ટ દૂર થઇ જાય છે. નિત્ય હનુમાન ચાલીસાના પાઠથી તમામ મનોરથ સિદ્ધ થઇ જાય છે. મંગળવારના દિવસે સવારે ઊઠીને સ્નાન વગેરે કર્યા બાદ મંદિરમાં બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઇ, હનુમાન ચાલીસાના પાઠમાં એવો કોઇ વિશેષ નિયમ નથી. તમે ક્યારેય પણ હનુમાનજીનો પાઠ કરી શકો છો.

ADVERTISEMENT
મંગળવારના દિવસે સુંદરકાંડના પાઠ કરવાથી વિશેષ લાભ થાય છે. સમસ્ત રોગોથી મુક્તિ માટે આ દિવસે સુંદરકાંડ પાઠ કરવા જોઇએ. સુંદરકાંડના પાઠ અનેક લાભ આપે છે. જો તમારામાં આત્મવિશ્વાસની કમી છે તો તમારે દરેક સુંદરકાંડનો પાઠ કરવો જોઇએ. સુંદરકાંડનો પાઠ કરવાથી વ્યક્તિની અંદર એક નવી સકારાત્મક ઊર્જાનો સમાવેશ થાય છે.
હનુમાનજીની કૃપા મેળવવા માટે દરરોજ શ્રી રામ નામનો જાપ કરવો જોઇએ. ભગવાન રામના નામનો જાપ સૌથી સરળ રીત છે હનુમાનડીની કૃપા પ્રાપ્ત કરવાનો.તમે ગમે ત્યારે પણ ભગવાન રાનો નામનો જાપ કરી શકે છે.
ADVERTISEMENT

ધાર્મિક માન્યતાઓ અનુસાર મંત્ર જાપ કરવાથી વિશેષ લાભ થાય છે. એવું કહેવામાં આવે છે કે મંત્રોમાં ભગવાનની શક્તિ સમાયેલી હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.