ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / ટેરિફ તો માત્ર એક બહાનું, ડોનાલ્ડ ટ્રમ્પના મનમાં છે આ 5 મોટા ટાર્ગેટ, જાણો વિગત

વિશ્વ / ટેરિફ તો માત્ર એક બહાનું, ડોનાલ્ડ ટ્રમ્પના મનમાં છે આ 5 મોટા ટાર્ગેટ, જાણો વિગત

Published By: Dinesh Chaudhary

Last Updated: 10:14 AM, 13 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

US Tariff Policy: ટ્રમ્પનું ધ્યાન હવે સીધું ચીન સાથે ચાલી રહેલા વેપાર યુદ્ધ પર છે. જે સ્થિતિમાં પ્રશ્ન એ ઊભો થાય છે કે શું ટ્રમ્પ ખરેખર પોતાના લક્ષ્યો પ્રાપ્ત કરી શકશે?

ADVERTISEMENT

અમરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફ અંગે લેવાયેલું પગલું સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યો છે. તેમની વ્યાપક ટેરિફ નીતિની અસર વિશ્વભરના અર્થતંત્ર અને તેના સાથી દેશો સાથેના વેપાર સંબંધો પર પડી રહી છે. હાલમાં તેમની આ નીતિ ઠંડી પડતી હોય તેવું લાગે છે. કારણ કે, ટ્રમ્પનું ધ્યાન હવે સીધું ચીન સાથે ચાલી રહેલા વેપાર યુદ્ધ પર છે. જે સ્થિતિમાં પ્રશ્ન એ ઊભો થાય છે કે શું ટ્રમ્પ ખરેખર પોતાના લક્ષ્યો પ્રાપ્ત કરી શકશે?

T

બેસ્ટ ટ્રેડ ડીલ કરવાનો ઈરાદો

ટ્રમ્પનો પહેલો ઉદ્દેશ્ય એવા વેપાર કરારો કરવાનો હતો જે અમેરિકાના હિતમાં હોય. તેમણે દાવો કર્યો હતો કે, અન્ય દેશો દાયકાઓથી અમેરિકાને લૂંટી રહ્યા છે. આ વિચારશ્રેણી હેઠળ તેમણે 60થી વધુ દેશો પર પારસ્પરિક ટેરિફ લાદવાની વાત કરી છે. જેનાથી તેમના સાથી દેશોમાં પણ ચિંતા વ્યાપી છે. વ્હાઇટ હાઉસે દાવો કર્યો છે કે, 75થી વધુ દેશોએ આ મુદ્દે ટ્રમ્પનો સંપર્ક કર્યો છે. જોકે, હાલમાં દક્ષિણ કોરિયા અને જાપાન જેવા દેશો સાથે વાતચીત ચાલી રહી છે. ટ્રમ્પે 90 દિવસનો સમયગાળો આપ્યો છે જેમાં આ દેશો અમેરિકા સાથે કરાર કરી શકે છે.

સ્થાનિક ઉદ્યોગોને મજબૂત બનાવવા

ટ્રમ્પનું બીજું ધ્યેય અમેરિકાના સ્થાનિક ઉદ્યોગોને મજબૂત બનાવવાનું છે. ટ્રમ્પનો ઈરાદો અમેરિકન ફેક્ટરીઓને ફરીથી ધમધમતી કરવાનો અને નોકરીઓ પાછી આપવાનો છે. જોકે, સતત બદલાતી ટેરિફ પરિસ્થિતિએ રોકાણકારોમાં મૂંઝવણ ઊભી કરી છે. ઉદ્યોગપતિઓ જોવા માંગે છે કે આ નીતિ કેટલી કાયમી છે તો જ તેઓ નવા રોકાણો કરશે. વર્તમાન પરિસ્થિતિમાં કેટલાક કાર ઉત્પાદકો અને સ્ટીલ ઉદ્યોગ ચોક્કસપણે જેનાથી પ્રભાવિત થયા છે. પરંતુ મોટું ચિત્ર હજુ સ્પષ્ટ નથી.

ચીન પર સીધો પ્રહાર

ટ્રમ્પની ટેરિફ યોજનાનું વાસ્તવિક લક્ષ્ય ચીન છે. એક વિગતો મુજબ વેપારમાં અમેરિકાથી ચીનને સૌથી વધુ ફાયદો થયો છે. વ્હાઇટ હાઉસના અધિકારીઓ પણ માને છે કે આ વેપાર સંઘર્ષનું મુખ્ય કારણ ચીન છે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે, તેઓ ચીનથી નહીં પરંતુ અગાઉના અમેરિકી રાષ્ટ્રપતિઓની નબળી નીતિઓથી નારાજ છે. ટ્રમ્પનો સંદેશ સ્પષ્ટ છે કે તેઓ ચીન સાથે કડક કાર્યવાહી કરવા માંગે છે, પરંતુ આ મુકાબલા માટે તેમને ભારે કિંમત ચૂકવવી પડી શકે છે. પછી ભલે તે રાજકીય હોય કે આર્થિક.

આ પણ વાંચો: એટલે તો લોકો કહે છે કે, પ્રેમ આંધળો હોય છે, 60 વર્ષના રસૂલ પર 18 વર્ષની મિસ્બાહનું આવ્યું દિલ

સરકારી આવકમાં વધારો

ટ્રમ્પે વચન આપ્યું હતું કે, ટેરિફથી મોટી આવક થશે જે કર ઘટાડવામાં અને સરકારી દેવું ઘટાડવામાં મદદ કરશે. ટેક્સ ફાઉન્ડેશનના મતે 10 ટકા જનરલ ટેરિફ આગામી 10 વર્ષમાં લગભગ $2 ટ્રિલિયનની આવક પેદા કરી શકે છે. જોકે આ ફક્ત ત્યારે જ શક્ય છે જો આયાત પર ટેરિફ લાદવામાં આવે અને અમેરિકા સ્થાનિક ઉત્પાદન તરફ વળે. ફુગાવાને નિયંત્રિત કરવાનું અને અમેરિકન ગ્રાહકોને રાહત આપવાનું વચન પણ ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલું એક મોટું વચન હતું. તેમનું માનવું છે કે, સ્થાનિક ઉત્પાદન વધવાથી સ્પર્ધા મજબૂત થશે અને કિંમતો ઘટશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

US President US Tariff Policy Donald Trump

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ