બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / કેમ સળગી રહ્યું છે લોસ એન્જલસ?, કેવી રીતે શરૂ થયો વિવાદ, જાણો

વિરોધ / કેમ સળગી રહ્યું છે લોસ એન્જલસ?, કેવી રીતે શરૂ થયો વિવાદ, જાણો

Jay Bhatt

Last Updated: 10:22 AM, 10 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Los Angeles Burning: અમેરિકાના લોસ એન્જલસમાં હાલત સતત બગડતા જઈ રહ્યાં છે ઠેર- ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. ટ્રમ્પે કમાન્ડો તૈનાત કરતા સ્થિતિ વધુ વણસી છે. ત્યારે જાણો લોસ એન્જલસ કેમ ભડકે બળી રહ્યું છે અને કેવી રીતે વિવાદ શરુ થયો.

અમેરિકાનું લોસ એન્જલસ શહેર હાલ હિંસાની ઝપેટમાં છે. પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો આમને સામને છે અને સમગ્ર શહેરમાં અરાજકતાભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે નેશનલ ગાર્ડ તૈનાત કર્યા છે, પરંતુ તેમ છતાં પરિસ્થિતિ નિયંત્રણમાં નથી. દરોડાથી શરૂ થયેલા વિવાદે હિંસાનું સ્વરૂપ ધારણ કર્યું છે.

પ્રદર્શનકારીઓએ અનેક વાહનોને નિશાન બનાવ્યા

હાલ પરિસ્થિતિ એવી છે કે, શહેરના અનેક સ્થળોએ વિરોધ પ્રદર્શન અને આગચંપીની ઘટનાઓ બની રહી છે. ભીડને કાબૂમાં રાખવા માટે પોલીસે ટીયર ગેસના શેલ અને રબર બુલેટનો ઉપયોગ કરી રહી છે. પ્રદર્શનકારીઓએ અનેક વાહનોને નિશાન બનાવ્યા છે. તો ટ્રમ્પે ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને લઈને પણ નિવેદન આપતા કહ્યું કે, 'ટૂંક સમયમાં શહેરને ગેરકાયદે ઈમિગ્રન્ટસથી મુક્ત કરાવીશું.'

કેવી રીતે શરૂ થયું વિરોધ પ્રદર્શન?

રાષ્ટ્રપતિ ટ્રમ્પની નીતિ હેઠળ, ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને અમેરિકાથી દેશનિકાલ કરવામાં આવી રહ્યા છે. જેમાં ઇમિગ્રેશન વિભાગ દેશભરમાં દરોડા પાડી રહ્યું છે. ઇમિગ્રેશન વિભાગે થોડાદિવસો પહેલા જ લોસ એન્જલસમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે ઝુંબેશ પણ શરૂ કરી હતી.

ઇમિગ્રન્ટ્સની અટકાયત કરી

આ દરમિયાન ઇમિગ્રેશન વિભાગ અને ઇમિગ્રેશન વિભાગે લોસ એન્જલસમાં બે હોમ ડેપો, એક ડોનટ શોપ અને એક કપડાના વેરહાઉસમાંથી કથિત ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની અટકાયત કરી હતી. આ કાર્યવાહી લોસ એન્જલસના ફેશન ડિસ્ટ્રિક્ટ વિસ્તારમાં કરવામાં આવી હતી.

સામાજિક સંગઠનો પણ બહાર આવ્યા

લોકોએ અટકાયતનો વિરોધ કર્યો અને તેના સમર્થનમાં સામાજિક સંગઠનો પણ બહાર આવ્યા લાગ્યા. કથિત ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને રાખવામાં આવેલા અટકાયત કેન્દ્રોની બહાર ભારે ભીડ એકઠી થઈ ગઈ. પોલીસે પ્રતિબંધાત્મક આદેશો લાગુ કર્યા અને લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મૂક્યો. તેમ છતાં, લોકોએ સાંભળ્યું નહીં.

Vtv App Promotion 1

118 ઇમિગ્રન્ટ્સની ધરપકડ કરવામાં આવી

આ પછી ઇમિગ્રેશન વિભાગે શુક્રવારે તાબડતોબ કાર્યવાહી કરતા 44 લોકોની અટકાયત કરી અને એક અઠવાડિયામાં જ લોસ એન્જલસમાં એક પછી એક કુલ 118 ઇમિગ્રન્ટ્સની ધરપકડ કરવામાં આવી. આ કાર્યવાહીથી લોકો ગુસ્સે ભરાયા અને શહેરમાં હિંસા ફાટી નીકળી હતી.

વધુ વાંચો : ટ્રમ્પ સાથેના વિવાદ વચ્ચે એલન મસ્કના પિતા પહોંચ્યા મોસ્કો, કર્યા વખાણ, શું પુતિને કોઇ દાંવ ખેલ્યો?

આ કારણે પરિસ્થિતિ વધુ વણસી

લોસ એન્જલસમાં હાલાત બગડતા રાષ્ટ્રપતિ ટ્રમ્પે કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂસમને પૂછ્યા વગર જ હિંસાગ્રસ્ત વિસ્તારોમાં નેશનલ ગાર્ડ્સ તૈનાત કરી દીધા હતા. કેલિફોર્નિયાના ગવર્નરએ આ અંગે નારાજગી વ્યક્ત કરી અને તેને રાજ્યની સાર્વભૌમત્વનું ગંભીર ઉલ્લંઘન ગણાવ્યું હતું.

હવે મરીન કમાન્ડોને પણ તૈનાત કરવાનો આદેશ

ન્યૂસમએ નેશનલ ગાર્ડ્સની તૈનાતી પાછી ખેંચવાની માંગ કરી છે. જોકે, ટ્રમ્પ મક્કમ છે અને હવે મરીન કમાન્ડોને પણ તૈનાત કરવાનો આદેશ આપ્યો છે. નેશનલ ગાર્ડ્સની તૈનાતીને કારણે પરિસ્થિતિ વધુ વણસી ગઈ અને લોકોએ સુરક્ષા દળો પર પથ્થરમારો અને આગચંપી શરૂ કરી દીધી હતી. લોસ એન્જલસમાં ઘણી જગ્યાએ સળગતા વાહનો જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ સુરક્ષા દળો વિરોધીઓ સામે ટીયર ગેસના શેલ અને રબરની ગોળીઓનો ઉપયોગ કરી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

US Donald Trump Los Angeles
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ