બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ટ્રમ્પ સાથેના વિવાદ વચ્ચે એલન મસ્કના પિતા પહોંચ્યા મોસ્કો, કર્યા વખાણ, શું પુતિને કોઇ દાંવ ખેલ્યો?

Trump vs Musk / ટ્રમ્પ સાથેના વિવાદ વચ્ચે એલન મસ્કના પિતા પહોંચ્યા મોસ્કો, કર્યા વખાણ, શું પુતિને કોઇ દાંવ ખેલ્યો?

Last Updated: 09:34 AM, 10 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એલોન મસ્કના પિતા એરોલ મસ્ક હાલમાં રશિયામાં છે અને તેમણે રશિયન રાષ્ટ્રપતિ પુતિનના વખાણ કર્યા છે. ટ્રમ્પ અને મસ્ક વચ્ચેના વિવાદની વચ્ચે રશિયાની ભૂમિકા રાજકીય રીતે મહત્વપૂર્ણ બની રહી છે.

અબજોપતિ ઉદ્યોગપતિ એલેન મસ્કના પિતા એરોલ મસ્ક હાલમાં રશિયાની મુલાકાતે છે. ભારતની યાત્રા બાદ તેઓ સીધા મોસ્કો પહોંચ્યા છે. તેમની આ મુલાકાત એવા સમય પર થઈ છે જ્યારે મસ્ક અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેના સંબંધો અત્યંત તણાવભર્યા તબક્કામાં છે. રશિયામાં એરોલ મસ્કનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે અને તેમના નિવેદનો હવે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.

elon-mask-2

ટ્રમ્પ અને મસ્ક વચ્ચેના તણાવના સમયે રશિયા હવે મધ્યસ્થી તરીકે પોતાની ભૂમિકા નિભાવવાનું ઈચ્છે છે તેવું લાગી રહ્યું છે. થોડા સમય પહેલા રશિયાએ મસ્કને રાજકીય સહારો આપવા અંગે ખુલ્લું નિવેદન આપ્યું હતું. રશિયન સંસદની આંતરરાષ્ટ્રીય બાબતોની સમિતિના ઉપાધ્યક્ષએ જણાવ્યું હતું કે જો મસ્કને જરૂર હોય તો રશિયા તેને સાહરો આપી શકે છે. પ્રેસિડન્ટ પુતિને પણ કહ્યું હતું કે મસ્ક માટે દરવાજા ખુલ્લા છે.

"ફ્યુચર 2050 ફોરમ"

એરોલ મસ્કે રશિયામાં "ફ્યુચર 2050 ફોરમ" દરમિયાન પુતિનના ખૂબ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે પુતિન એક ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિ છે અને તેમના નેતૃત્વમાં રશિયામાં ઘણા મોટા ફેરફાર થયા છે. એક પ્રશ્નના જવાબમાં, જ્યારે પુછાયું કે તેઓ પુતિનને શું પૂછશે, તો એરોલે કહ્યું કે તેઓ પુતિન પાસે સારું નેતૃવ્ય કેવી રીતે કરવું તે શીખવા માંગે છે.

elon-mask

ટ્રમ્પ અને મસ્ક વચ્ચે ચાલી રહેલા વિવાદ વિશે એરોલે કહ્યું કે બંને વચ્ચે થોડો તણાવ થયો છે, પણ આ ઝઘડો પતિ-પત્ની જેવો છે, ટૂંક સમયમાં સમાધાન પણ થઈ શકે છે. તેમણે એમ પણ કહ્યું કે મસ્કે ટ્રમ્પને જાહેરમાં પડકાર આપી ને ભૂલ કરી છે. તેમ છતાં, તેમણે આશા વ્યક્ત કરી કે આ દોસ્તી ફરી થઇ શકે છે, કારણ કે ટ્રમ્પ હવે રાષ્ટ્રપતિ પદ માટે દાવેદાર છે અને તેમના હાથ ઉપર છે. વિશ્લેષકો માને છે કે રશિયા હાલની પરિસ્થિતિનો રાજકીય લાભ લેવા ઇચ્છે છે. તેઓ મસ્કને પોતાના તરફ ખેંચવાનો પ્રયાસ કરી શકે છે અને ટ્રમ્પના પ્રતિસ્પર્ધી તરીકે મસ્કનો ઉપયોગ કરી શકે છે.

app promo4

મસ્ક અને ટ્રમ્પ વચ્ચેના વિવાદનું મુખ્ય કારણ અમેરિકી સરકારનું "One Big Beautiful બિલ" છે. આ બિલ હેઠળ ઇલેક્ટ્રિક વાહનો (EV) પર મળતી $7,500 ની કર મુક્તિ સમાપ્ત કરવાની તૈયારી છે, જે ટેસ્લા જેવી કંપનીઓને સીધો નુક્સાન પહોંચાડી શકે છે. ઉપરાંત, એક શરત પ્રમાણે 2009 થી 2025 વચ્ચે બે લાખ EV વેચનાર કંપનીઓને છૂટ આપવામાં નહીં આવે જેની સીધી અસર મસ્કના ટેસ્લા પર પડે છે.

આ પણ વાંચો : Video: હાથકડી પહેરાવી, જમીન પર પછાડ્યો, અમેરિકાના એરપોર્ટ પર ભારતીય વિદ્યાર્થી સાથે અમાનવીય વર્તન, કહેતો 'હું પાગલ નથી'

બીજું મોટું કારણ એ છે કે મસ્કે પોતાના વિશ્વાસુ સહયોગી જેરેડ આઈઝેકમેનને નાસાના એડમિનિસ્ટ્રેટર તરીકે ભલામણ કરી હતી, પણ ટ્રમ્પે તેની અવગણા કરી દીધા છે. મસ્ક માને છે કે આઈઝેકમેનના નિમણૂકથી સ્પેસએક્સને લાભ મળી શકે. સાથે જ, ટ્રમ્પે મસ્કને DOGE (Detecting Over Government Expenditure) નામની કામગીરી સોંપી હતી – જેનો હેતુ સરકારી ખર્ચમાં ઘટાડો લાવવાનો હતો. આ હેઠળ મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓને છટણી કરવી પડી, જેના કારણે મસ્કની છબી ખરાબ થવા લાગી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Putin praise Elon Musk father Errol Musk
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ