બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:30 PM, 1 September 2025
એક રિપોર્ટ મુજબ છેલ્લા 20 વર્ષમાં 5 લાખથી વધુ લોકો ગરમી સંબંધિત બીમારીઓથી મોતને ભેટ્યા છે. એક અહેવાલ મુજબ, જંગલો ઓછા થવાથી તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો વધારો થયો છે, ખાસ કરીને દક્ષિણ-પૂર્વ એશિયા, આફ્રિકા અને એમેઝોન વિસ્તારમાં તાપમાન વધ્યું છે. બ્રાઝિલના માટો ગ્રોસોમાં સોયાબીનની ખેતી માટે મોટા પાયે જંગલો સાફ કરવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT
જંગલો કપવાથી શું નુકશાન થઈ રહ્યું છે?
જંગલો કાપવામાં આવે છે ત્યારે તે માત્ર પર્યાવરણને જ નહીં, પણ માનવજીવન પર પણ સીધી અસર કરે છે . એક નવા આંતરરાષ્ટ્રીય અહેવાલ અનુસાર, 2001થી 2020 દરમિયાન ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં જંગલો કાપવાથી અંદાજે 5 લાખથી વધુ લોકો ગરમી સંબંધિત બીમારીઓને કારણે મુત્યુ પામ્યા છે.
ADVERTISEMENT
આ અભ્યાસ બ્રાઝિલ, ઘાના અને બ્રિટનના વૈજ્ઞાનિકોની સંયુક્ત ટીમે કર્યો છે. સંશોધકોનું કહેવું છે કે જંગલો કાપવાના કારણે સ્થાનિક સ્તરે તાપમાન ઝડપથી વધી રહ્યું છે, જે વૈશ્વિક તાપમાન વધારાની અસરથી પણ વધારે ખતરનાક બની શકે છે.
બ્રાઝિલના માટો ગ્રોસો પ્રદેશનું ઉદાહરણ આપતા તેઓએ જણાવ્યું કે, ત્યાં સોયાની ખેતી માટે જંગલો ઝડપથી સાફ થઈ રહ્યા છે. ખેડૂતો હવે એમેઝોનમાં વધુ જમીન મેળવવાની માંગણી કરી રહ્યા છે.
ADVERTISEMENT

જંગલો કેમ જરૂરી છે?
ADVERTISEMENT
જંગલોને પૃથ્વીના "ફેફસા" કહેવામાં આવે છે કારણ કે તેઓ કાર્બન ડાયોક્સાઈડ શોષે છે અને ઓક્સિજન આપે છે. જંગલો હવામાનનું સંતુલન જાળવી રાખે છે, પરંતુ જ્યારે મોટા પાયે જંગલો કાપી નાખવામાં આવે છે ત્યારે આ સંતુલનમાં ભંગાણ પડે છે.
જંગલો કાપવાથી ભેજ ઓછો થઈ જાય છે. વરસાદમાં ઘટાડો થાય છે અને આગ લાગવાની શક્યતા વધી જાય છે. આ કારણે સ્થાનિક સ્તરે તાપમાન ઝડપથી વધી જાય છે, જે માનવજીવન માટે ઘાતક સાબિત થઈ શકે છે. વૈશ્વિક હવામાન પરિવર્તનથી જંગલ વિનાના વિસ્તારોમાં 3 ડિગ્રી સેલ્સિયસ સુધી વધારે ગરમી અનુભવાય છે.
ADVERTISEMENT
ચોંકાવનારા આંકડા
આ અભ્યાસ 2001થી 2020 વચ્ચેની પરિસ્થિતિ પર આધારિત છે. વૈજ્ઞાનિકોએ જંગલો કાપાયેલા વિસ્તારોમાં તાપમાન અને મોતના આંકડા એકઠા કર્યા અને પછી સુરક્ષિત વિસ્તારો સાથે તેની તુલના કરી હતી. મુખ્ય તારણો આ પ્રમાણે છે:
ADVERTISEMENT
આ આંકડાઓ બતાવે છે કે જંગલો કપવા માત્ર પર્યાવરણની સમસ્યા નથી, પરંતુ તેનાથી માનવ જીવન અને સ્વાસ્થ્ય પર પણ આફત આવે છે.

કયા વિસ્તારો પર સૌથી વધુ અસર?
સંશોધન કેવી રીતે થયું?
સંશોધકોએ સેટેલાઇટ ડેટા અને હવામાનના રેકોર્ડનો ઉપયોગ કર્યો હતો. કાપેલા જંગલો ધરાવતા વિસ્તારોના તાપમાનની તુલના, સુરક્ષિત જંગલો ધરાવતા વિસ્તારો સાથે કરી. સાથે જ હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી બીમારીથી મૃત્યુના આંકડા પણ નોંધ્યા. પરિણામે સ્પષ્ટ થયું કે, જ્યાં જંગલો કાપવામાં આવ્યા છે ત્યાં તાપમાન વધારે અને મૃત્યુઆંક પણ વધારે છે.
બ્રિટનની યુનિવર્સિટી ઓફ લીડ્સના પ્રોફેસર ડોમિનિક સ્પ્રેકલનએ જણાવ્યું કે
“જંગલો કાપવાથી લોકોનો મૃત્યુ થઈ રહ્યા છે. આ મુદ્દો માત્ર વૈશ્વિક હવામાન ચર્ચાનો વિષય નથી, પરંતુ સ્થાનિક લોકોના જીવન-મરણનો પ્રશ્ન છે.”
વધુ વાંચો: હવે અહીં પણ પેટ્રોલથી ચાલતા ટુ વ્હીલરો પર મૂકાશે પ્રતિબંધ, આ તારીખથી નિર્ણય લાગુ
બ્રાઝિલનું ઉદાહરણ
સંશોધકોએ બ્રાઝિલના માટો ગ્રોસો વિસ્તારનો ખાસ ઉલ્લેખ કર્યો, જ્યાં સોયાબીનની ખેતી માટે મોટા પાયે જંગલો કાપવામાં આવી રહ્યા છે. ખેડૂતો હવે એમેઝોનમાં વધુ જમીન સાફ કરવાની માંગણી કરી રહ્યા છે. પ્રોફેસર સ્પ્રેકલનના જણાવ્યા મુજબ જો જંગલોને બચાવવામાં આવે તો ગરમી ઘટશે, ખેતીની ઉપજ વધશે અને સમુદાયો વધુ સુરક્ષિત રહેશે. આ દર્શાવે છે કે જંગલોનું સંરક્ષણ આર્થિક રીતે પણ ફાયદાકારક છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.