બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:00 PM, 10 July 2026
US Senate Election: ગવર્નર પદની પ્રાથમિક ચૂંટણી હાર્યા બાદ ભારતીય મૂળના નીરવ ડી. શાહે અમેરિકી સેનેટ ચૂંટણી લડવાનો પોતાનો ઇરાદો જાહેર કર્યો છે. ડેમોક્રેટ ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચી લીધા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
અમેરિકાના મેન રાજ્યના ગવર્નર પદના ઉમેદવારની પસંદગી માટે ડેમોક્રેટિક પાર્ટીની પ્રાથમિક ચૂંટણીમાં બીજા ક્રમે રહેલા ભારતીય મૂળના નીરવ ડી. શાહે ગુરુવારે યુએસ સેનેટ માટે ચૂંટણી લડવાનો પોતાનો ઇરાદો જાહેર કર્યો. જાતીય સતામણીના આરોપો વચ્ચે ડેમોક્રેટિક ઉમેદવાર ગ્રેહામ પ્લેટનરે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધા બાદ નીરવે આ જાહેરાત કરી.
વિસ્કોન્સિનમાં ભારતીય ઇમિગ્રન્ટ માતાપિતાના ઘરે જન્મેલા નીરવ શાહે કોવિડ-19 રોગચાળા દરમિયાન મેઇન સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલના ડિરેક્ટર તરીકે સેવા આપી હતી. તેઓ મેનના ગવર્નર માટે ડેમોક્રેટિક પ્રાથમિક ચૂંટણીના અંતિમ રાઉન્ડમાં પણ બીજા ક્રમે રહ્યા હતા.
ADVERTISEMENT
સેનેટ ચૂંટણીની જાહેરાત
અમેરિકી સેનેટ માટે પોતાના પ્રચાર અભિયાનની શરૂઆત કરતા શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું, "જો હું તમારો આગામી યુએસ સેનેટર તરીકે ચૂંટાઈશ, તો હું મેડિકેર ફોર ઓલ માટે લડીશ, કારણ કે વિશ્વના સૌથી ધનિક દેશમાં કોઈ પણ વ્યક્તિ ફક્ત તબીબી ખર્ચને કારણે દેવાળીયો ના થવો જોઈએ." મેનથી અમેરિકી સેનેટ ચુંટણી માટે ડેમોક્રેટિક પ્રાઇમરી જીતનારા ગ્રેહામ પ્લેટનરે બુધવારે જાતીય સતામણીના આરોપો વચ્ચે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી. જોકે તેમણે આ આરોપોને નકારી કાઢ્યા છે.
ADVERTISEMENT
વહીવટી અનુભવ
રાજ્યના કાયદા અનુસાર ડેમોક્રેટિક પાર્ટી પાસે નવા ઉમેદવારની જાહેરાત કરવા માટે 27 જુલાઈ સુધીનો સમય છે. શાહે પૂર્વ યુએસ રાષ્ટ્રપતિ જો બિડેનના કાર્યકાળ દરમિયાન યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના પ્રિન્સિપલ ડેપ્યુટી ડિરેક્ટર તરીકે પણ સેવા આપી હતી, જે સંસ્થામાં બીજા ક્રમનું સૌથી વરિષ્ઠ પદ માનવામાં આવે છે. તેમણે ઇલિનોઇસ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થના ડિરેક્ટર તરીકે પણ સેવા આપી હતી.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ વિશ્વ / એક બાજુ ઈરાનથી અમેરિકા લડતું રહ્યું, ને આ તરફ ભારતને કરી દેવાઇ બિગ ઑફર
ADVERTISEMENT
શિક્ષણ અને પ્રોફાઇલ
શાહે શિકાગો યુનિવર્સિટીમાંથી મેડિકલ અને કાયદાની ડિગ્રી મેળવી છે. કોલેજમાંથી સ્નાતક થયા પછી તેમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો. નીરવ શાહ હાલમાં મેનના વોટરવિલેમાં કોલ્બી કોલેજમાં વિઝિટિંગ પ્રોફેસર છે. તેમની લિંક્ડઇન પ્રોફાઇલ મુજબ તેઓ અંગ્રેજી સિવાય ગુજરાતી, ખમેર અને સ્પેનિશ ભાષા બોલે છે. નીરવ શાહની પત્ની કારા પૈલામાઉન્ટેન નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીમાં સંશોધન પ્રોફેસર છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.