બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / પલ્લવ ચાર રસ્તા પાસે DPS સ્કૂલ બસની અડફેટે એકનું મોત, બાળકોને ઘટના સ્થળે જ મૂકી ડ્રાઈવર-કંડક્ટરનું પલાયન

અમદાવાદ / પલ્લવ ચાર રસ્તા પાસે DPS સ્કૂલ બસની અડફેટે એકનું મોત, બાળકોને ઘટના સ્થળે જ મૂકી ડ્રાઈવર-કંડક્ટરનું પલાયન

Priykant Shrimali

Last Updated: 03:49 PM, 10 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad DPS School Bus Accident : અમદાવાદમાં સ્કૂલ બસની અડફેટે યુવકનું મોત, ડ્રાઇવર અને કંડકટર ઘટના બાદ ફરાર

Ahmedabad DPS School Bus Accident : મેટ્રોસિટી અમદાવાદમાં ફરી એકવાર ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. વાસ્તવમાં શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં પલ્લવ ચાર રસ્તા પાસે શુક્રવારે બપોરે ડીપીએસ (DPS) સ્કૂલની બસે ઇલેક્ટ્રિક મોપેડ પર જઈ રહેલા યુવકને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું. અકસ્માત બાદ વિસ્તારમાં ભારે અરાજકતા ફેલાઈ ગઈ હતી અને મોટી સંખ્યામાં લોકો સ્થળ પર એકત્ર થયા હતા. આ તરફ સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે, અકસ્માત બાદ બસનો ડ્રાઇવર અને કંડકટર બસ તેમજ તેમાં બેઠેલા બાળકોને સ્થળ પર જ મૂકીને ફરાર થઈ ગયા હતા.

શું હતી સમગ્ર ઘટના ?

પ્રાથમિક માહિતી મુજબ બપોરે અંદાજે 2:15 વાગ્યે યુવક પોતાના મોપેડ પર પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન સ્કૂલ બસ સાથે અકસ્માત સર્જાતા યુવક બસની નીચે આવી ગયો હતો, જેના કારણે તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.

આ તરફ અકસ્માત બાદ બસનો ડ્રાઇવર અને કંડકટર બસ તેમજ તેમાં બેઠેલા બાળકોને સ્થળ પર જ મૂકીને ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ સ્થાનિક લોકોની મદદથી બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી હતી અને સમગ્ર ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી હતી.

આ પણ વાંચો : ના હોય..., અમદાવાદના કોટ વિસ્તારનાં મકાનો હવે રંગાશે ત્રણ રંગમાં, જાણો કેમ

પોલીસ તપાસ શરૂ

પોલીસે મૃતક યુવકની ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરી છે અને તેના પરિવારજનોનો સંપર્ક કરવાની તજવીજ શરૂ કરી છે. સાથે જ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ, અકસ્માત કેવી રીતે સર્જાયો અને તેમાં કોઈ બેદરકારી હતી કે નહીં તે સહિતના તમામ પાસાઓની તપાસ પોલીસે શરૂ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

School Bus Accident Ahmedabad Accident DPS School Bus
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ