બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:14 PM, 10 July 2026
ઓસ્ટ્રેલિયાના મેલબર્ન સ્થિત માર્વલ સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભારતીય સમુદાયને સંબોધન દરમિયાન એક રસપ્રદ ઘટના જોવા મળી હતી. PM મોદી ભાષણ આપી રહ્યા હતા ત્યારે તેમની પાછળ ઊભેલી એક મહિલા કેમેરાપર્સને અચાનક હાથથી કંઈક ઈશારો કર્યો હતો. આ ઈશારા બાદ ખુદ વડાપ્રધાન મોદી પણ પાછળ ફરીને જોવા લાગ્યા હતા. આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે PM મોદી સ્ટેજ પરથી ભાષણ આપી રહ્યા છે. આ દરમિયાન પાછળ ઊભેલી મહિલા કેમેરાપર્સન હાથથી સામે તરફ ઈશારો કરે છે. થોડા જ સમયમાં PM મોદી પાછળ ફરીને તેની તરફ જુએ છે અને ત્યારબાદ મહિલા તરત જ તેમનો ફોટો ક્લિક કરી લે છે.
ADVERTISEMENT
આ વીડિયો કાર્યક્રમનો એક નાનો ભાગ છે, જે સોશિયલ મીડિયા પર અલગ-અલગ અંદાજમાં શેર કરવામાં આવી રહ્યો છે. જોકે, આ ઘટનાની સંપૂર્ણ વિગતો સ્પષ્ટ નથી, પરંતુ વીડિયોએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝ પણ હાજર રહ્યા હતા. ભારતીય સમુદાય માટે આયોજિત આ વિશાળ કાર્યક્રમમાં અંદાજે 30 હજાર જેટલા ભારતીય મૂળના લોકો હાજર રહ્યા હતા.
ADVERTISEMENT
एक ऑस्ट्रेलियाई महिला फोटोग्राफर प्रधानमंत्री श्री @narendramodi जी के साथ फोटो खिंचवाने को लेकर इतनी उत्साहित थीं कि उन्होंने अपने ही साथी से तस्वीर क्लिक करने को कहा।
— Rajendra Mishra (@juniormodi08) July 9, 2026
न कोई भाषण, न कोई औपचारिकता—बस एक सच्चे प्रशंसक का वह पल, जिसने बिना कुछ कहे सब कुछ बयां कर दिया। 📸 ❤️ pic.twitter.com/eM5Lfmx341
ADVERTISEMENT
PM મોદીના સંબોધન દરમિયાન સ્ટેડિયમમાં ‘મોદી-મોદી’ના નારા ગૂંજી ઉઠ્યા હતા. એન્થની અલ્બનીઝે પણ કાર્યક્રમને સંબોધતા કહ્યું હતું કે માર્વલ સ્ટેડિયમે અનેક મોટા કાર્યક્રમો જોયા છે, પરંતુ આ પ્રકારનું આયોજન અગાઉ ક્યારેય જોવા મળ્યું નથી. તેમણે કહ્યું કે સ્ટેડિયમમાં જોવા મળતી ઊર્જા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મજબૂત ભાગીદારીને દર્શાવે છે.

ADVERTISEMENT
ADVERTISEMENT
PM મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે છેલ્લા 12 વર્ષમાં ઓસ્ટ્રેલિયાની આ તેમની ત્રીજી મુલાકાત છે. તેમણે તેને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સતત મજબૂત થતા સંબંધોનું પ્રતિક ગણાવ્યું. ભાવનાત્મક વાત કરતા PM મોદીએ કહ્યું કે ઓસ્ટ્રેલિયામાં રહેતા ભારતીય પરિવારોના બાળકો સ્કૂલથી ઓસ્ટ્રેલિયન સમય પ્રમાણે ઘરે આવે છે, પરંતુ ભારતમાં તેમના દાદા-દાદી અને નાના-નાની વીડિયો કોલ પર તેમની રાહ જોઈ રહ્યા હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.