બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:09 AM, 14 December 2025
US University Shooting: ફરી એકવાર અમેરિકાની યુનિવર્સિટીમાં ફાયરિંગની ઘટના બની છે, બ્રાઉન યુનિવર્સિટીમાં જ્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હતા ત્યારે કાળા કપડાં પહેરીને આવેલે યુવકે અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. અને આ ગોળીબારમાં 2 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 8 લોકો ઘાયલ થયા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ અંગે શોક વ્યક્ત કર્યો છે અને પોલિસને તાબડતોડ આરોપીની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે.
ADVERTISEMENT
અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં ઘૂસીને એક યુવકે આડેધડ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં 2 ના મોત થયા છે તો 8 લોકો ઘાયલ થયા છે. આ લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગોળીબાર થતાં જ યુનિવર્સિટીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેનો ફાયદો ઉથઇવીને આરોપી નાસી છૂટયો હતો. રોડ આઇલેન્ડના પ્રોવિડેન્સ શહેરની આ ઘટના છે જેની પુષ્ટિ મેયરે કર્યા પછી નાકાબંધી શરૂ કરીને આરોપીની તપાસ હાથ ધરવામાં આવી છે.
🚨🇺🇸#BREAKING | NEWS ⚠️
— Todd Paron🇺🇸🇬🇷🎧👽 (@tparon) December 13, 2025
Update LIVE SWAT outside Brown university campus in Providence Rhode Island, after a mass shooting occurred up to 20 victims reported.
There were reports on the scanner, that they had the suspect in custody but this has changed they do not have anyone in… pic.twitter.com/OS6eY2sEmo
ADVERTISEMENT
પ્રોવિડંસના મેયર સ્માઇલીએ જણાવ્યું છે કે ઘાયલોમાં વિધાર્થી અને વિદ્યાર્થીનીઓ બંને સામેલ છે. આ ઘટના સાંજે લગભગ 6 વાગ્યા આસપાસ બની હતી. કાળા કપડાં પહેરીને એક યુવક યુનિવર્સિટીમાં ઘૂસી આવ્યો હતો તેના હાથમાં ગન હતી અને આડેધડ ફાયરિંગ શરૂ કર્યું હતું. પોલિસ અને FBI ની ટીમ હાલ ઘટના સ્થળે હાજર છે. અને વિદ્યાર્થીઓને તેમના રૂમમાં બંધ રહેવાની સૂચના આપી છે. યુનિવર્સિટીને પણ સીલ કરી દેવાઈ છે અને લોકોને આ વિસ્તારથી દૂર રહેવા જણાવ્યું છે.
ADVERTISEMENT
MASS SHOOTING AT RHODE ISLAND UNIVERSITY:
— AZ Intel (@AZ_Intel_) December 13, 2025
- Brown University, Providence
- Incident occurred during final exams
- Reports of gunfire inside an engineering building
- Early information suggests multiple victims, with scanner reporting ‘possibly 20'
- Fatalities have been reported… pic.twitter.com/2Qi2ZpoHaM
ADVERTISEMENT
પોલિસના કહેવા મુજબ શનિવારે યુનિવર્સિટીમાં વિટંર સેશનના સેમેસ્ટર એક્ઝામનો બીજો દિવસ હતો અને વિદ્યાર્થીઓ રૂમમાં બેસીને પરીક્ષા આપી રહ્યા હતા. આ ઘટના બારૂસ અને હોલી બિલ્ડિંગ પાસે બની હતી જે 7 માલની બિલ્ડિંગ છે. જેમાં એન્જિનિયરિંગ અને ફિઝિક્સ ડીપાર્ટમેન્ટ છે જેમાં 117 લેબ, 150 ઓફિસ, 15 ક્લાસરૂમ અને 29 સાયન્સ લેબ છે. યુનિવર્સિટી એક પ્રાઇવેટ સ્કૂલ છે જેમાં લગભગ 11000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ફાયરિંગ થતાં જ એલાર્મ સિસ્ટમ એક્ટિવ થઈ અને દરેક વિદ્યાર્થીને રૂમમાં રહેવાની જ ફરજ પાડવામાં આવી. હાલ યુનિવર્સિટીએ ઇમરજન્સી નોટિફિકેશન સિસ્ટમ જાહેર કયું છે અને આ એલર્ટ અનુસાર પહેલા વિદ્યાર્થીએ અને સ્ટાફને અધિકારીઓએ જણાયું કે હુમલાખોર પકડાઈ ગયો છે અને પછી કહ્યું કે હજુ પણ શંકાસ્પદની તપાસ ચાલુ છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પર પોસ્ટ લખીને આ ઘાટણ અંગે માહિતી આપી છે. તેમણે લખ્યું કે બ્રાઉન યુનિવર્સિટીમાં થયેલા ફાયરિંગ વિશે માંને જાણકારી મળી અને પ્રોવિડન્સ પોલિસ, યુનિવર્સિટી અધિકારીઓ અને એફબીઆઇ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે. આરોપીને પકડીને તેને કડક સજા થશે. તેમણે મૃતકોના પરિવારને પણ સાંત્વના આપી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
Middle East conflict / અમેરિકાનો ઈરાની ટાપુ પર હુમલો, IRGCના દાવા વચ્ચે અમેરિકાએ કહ્યું ''ખોટું"
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.