ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / ટિકટોક 14 અબજ ડોલરમાં વેચાયું, લાંબા વિવાદ પછી ડોનાલ્ડ ટ્રમ્પે ડીલને આપી લીલીઝંડી

વિશ્વ / ટિકટોક 14 અબજ ડોલરમાં વેચાયું, લાંબા વિવાદ પછી ડોનાલ્ડ ટ્રમ્પે ડીલને આપી લીલીઝંડી

Published By: Maulik Patel

Last Updated: 12:04 AM, 27 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

TikTok deal: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 14 અબજ ડોલરની ડીલને મંજૂરી આપી છે, જેના કારણે હવે TikTokનો નિયંત્રણ અમેરિકી રોકાણકારો ટ્રમ્પના નજીકના અરબપતિ મિત્રો હાથમાં જશે. આ પગલાંથી TikTokના 17 કરોડથી વધુ અમેરિકી યૂઝર્સ માટે ડેટા સલામતી અંગે નવો ભરોસો ઊભો થયો છે.

ADVERTISEMENT

TikTok deal: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે TikTokને લઈને 14 અબજ ડોલરની મહત્ત્વપૂર્ણ ડીલને મંજૂરી આપી છે, જેના અનુસંધાને હવે આ લોકપ્રિય ચાઈનીઝ સોશિયલ મીડિયા એપ્લિકેશનનો મોટો ભાગ ટ્રમ્પના ઘનિષ્ઠ અરબપતિ મિત્રો અને અમેરિકી રોકાણકારોના હાથમાં જવાનો છે. ટ્રંપે આ નિર્ણય અંગે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, “હવે TikTok સમજદાર અને સ્માર્ટ અમેરિકીઓના હાથમાં રહેશે.”

TIKTOK-1.width-800

TikTokના અમેરિકામાં લગભગ 17 કરોડથી વધુ યુઝર્સ છે. વર્ષો સુધી અમેરિકી સરકારને આ શંકા હતી કે TikTokની ચાઈનીઝ પેરેન્ટ કંપની ByteDance યુઝર્સનો ડેટા ચીની સરકાર સાથે શેર કરી શકે છે અથવા એપનો એલ્ગોરિધમ કોઈ છુપાયેલી રાજકીય એજન્ડા માટે ઉપયોગ કરી શકે છે. આ સંદર્ભે અનેકવાર TikTok પર પ્રતિબંધ લગાવવાની ચર્ચા થઈ હતી.

ByteDance સામે હવે માત્ર બે વિકલ્પ છે, તેઓ TikTokને અમેરિકી રોકાણકારોને વેચી નાખે કે પછી તેને અમેરિકામાં સંપૂર્ણ રીતે બંધ કરી દે . ટ્રમ્પની મંજૂરીથી હવે TikTok USમાં ByteDance પાસે માત્ર 20% હિસ્સો રહેશે, જ્યારે બાકી 45% હિસ્સો Oracleના Larry Ellison, Silver Lake, MGX (યુએઇ આધારિત રોકાણ સંસ્થા) અને અન્ય રોકાણકારોના ગઠબંધન પાસે રહેશે.

app promo1

“MAGA-Tok” નહીં બને: ટ્રમ્પ

વ્હાઈટ હાઉસમાં મીડિયાની ચર્ચા દરમિયાન ટ્રમ્પે હાસ્યાસ્પદ રીતે કહ્યું કે જો બધું તેમના હાથમાં હોય તો TikTokને “100% MAGA” (Make America Great Again) બનાવી દે, પરંતુ તેઓએ સ્પષ્ટપણે કહ્યું કે એપ દરેક વિચારધારાને સમાન રીતે પ્રતિનિધિત્વ આપશે અને કોઈ પણ રાજકીય દબાણ હેઠળ નહિ ચાલે. અગાઉ, અમેરિકી કોંગ્રેસે એક કાયદો પસાર કર્યો હતો, જેના મુજબ ByteDanceને TikTok વેચવું ફરજિયાત બનાવાયું હતું – નહિંતર તેને દેશભરમાં પ્રતિબંધિત કરવામાં આવશે. ટ્રમ્પે આ કાયદાની અમલવારી માટેની સમયમર્યાદા અત્યાર સુધી ચાર વખત લંબાવી હતી. તાજેતરમાં તેમને ફરી એકવાર 120 દિવસની મુદત આપીને નિર્ણય પ્રક્રિયામાં વધુ સમય આપવા માટે કહ્યું છે.

વધુમાં વાંચો: એક સાથે ખુલ્યા 7 કંપનીના IPO, ભરતા પહેલા જાણો પ્રાઈસ બેન્ડ અને GMP

હાલ તો આ ડીલ માટે ચીનની મંજૂરી ફરજિયાત રહેશે. તે સિવાય, નવી TikTok US કંપનીનું નેતૃત્વ કોણ સંભાળશે, ટ્રાંઝિશન પ્રક્રિયા ક્યારે પૂરી થશે અને શું TikTokના યુઝર્સ માટે અનુભવમાં કોઈ મોટો ફેરફાર આવશે કે નહીં તે પ્રશ્નો હજુ ખુલ્યા નથી. આ ડીલ TikTok માટે એક મોટી રાહત છે, પણ સાથે સાથે હવે સ્પષ્ટ છે કે TikTokનો નિયંત્રણ ચીનના બદલે ટ્રંપના સમર્થક અમેરિકી અરબપતિઓના હાથમાં જશે. યુઝર્સ માટે એપમાં ટૂંકા ગાળે કોઈ મોટો ફેરફાર નહીં થાય, પરંતુ ડેટા સલામતી અને મેનેજમેન્ટ હવે અમેરિકી નિયમન હેઠળ રહેશે – જે અમેરિકી રાજકીય દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ ગણાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ByteDance Sale TikTok US Deal Donald Trump TikTok

Published by

Maulik Patel

Maulik Patel is the Sub Editor at VTV Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ