બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ભારતના 3500 કરોડપતિ આ વર્ષે દેશ છોડશે! રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

OMG / ભારતના 3500 કરોડપતિ આ વર્ષે દેશ છોડશે! રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

Chintan Chavda

Last Updated: 10:43 PM, 28 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Millionaires to Leave India: ભારતમાંથી આ વર્ષે લગભગ 3500 કરોડપતિ દેશ છોડીને બહાર વસવાટ કરવા જશે. તેં 2024 માં તેની સંખ્યા 5100 અને 2023 માં તેની સંખ્યા 4300 હતી.

ભારત પાસેથી દર વર્ષે ઘણા કરોડપતિ દેશ છોડીને વિદેશ વસી રહ્યા છે, જોકે આ વર્ષ 2025 માં કરોડપતિના દેશ છોડવાની સંખ્યા ઓછી થઈ રહી છે. તાજેતરમાં જ હેનલે પ્રાઇવેટ વેલ્થ માઈગ્રેશન રિપોર્ટ 2025, આ વર્ષે લગભગ 3500 કરોડપતિ દેશ છોડીને બહાર વસવાટ કરવા જશે. તેં 2024 માં તેની સંખ્યા 5100 અને 2023 માં તેની સંખ્યા 4300 હતી. આ રિપોર્ટ અનુસાર, પહેલાની સરખામણીમાં હવે ઓછા ભારતીય દેશ છોડવાની યોજના બનાવી છે.

flite

જાણો શું કહે છે રિપોર્ટ

દર વર્ષે દેશ છોડીને જવાવાળા અમીર લોકોની રિપોર્ટ જારી કરવામાં આવે છે, આ વર્ષે હેનલે પ્રાઇવેટ વેલ્થ માઈગ્રેશન ડેશબોર્ડ 18 જૂન 2025,એ પ્રકાશિત કરવામાં આવી હતી. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે જે  અમીર દેશ છોડીને જશે તેમની સંપત્તિ લગભગ 26.2 બિલિયન ડોલર હશે. અહીં નોંધનીય વાત એ છે કે 2014 થી લઈને 2024 સુધીમાં આ સંખ્યામાં 72% વધારો જોવા મળ્યો છે.  

app promo2

દર વર્ષે કેટલા કરોડપતિ પોતાનો દેશ છોડી રહ્યા છે

એક રિપોર્ટમાં મુખ્ય રૂપે એવા યક્તિઓ પર નજર રાખવામાં આવી કે જેમની પાસે 10 લાખ અમેરિકી ડોલર કે તેના કરતાં વધારે ઇન્વેસ્ટ યોગ્ય સંપત્તિ છે. આખી દુનિયામાં સૌથી વધારે અમીર લોકો લગભગ 16500 યુનાઈટેડ કિંગડમ છોડીને જવા વાળા છે.

વધુ વાંચો: 'હવે તમે નર્કમાં પહોંચી ગયા...' ડોનાલ્ડ ટ્રમ્પના ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈ પર પ્રહાર

આ દેશ છે સૌથી વધારે ફેવરિટ જગ્યા

મોટાભાગના દેશ છોડીને જનારા કરોડપતિ લોકોની પહેલી પસંદ યુનાઈટેડ અરબ એમીરેટ્સ છે, એવું અનુમાન છે કે આ વર્ષે લગભગ 9,800 લોકો અહીં વસવાટ કરવાની યોજના બનાવી રહ્યા છે. ત્યારે બીજા નંબર પર યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા છે જ્યાં આ વર્ષે લગભગ 7500 કરોડપતિ જઈને વસવાટ કરી શકે છે.  

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Leaving Country Millionaires to Leave World News
Chintan Chavda

Chintan Chavda is working with VTV Gujarati as a copywriter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ