બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:06 PM, 20 October 2025
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ દિવાળીના તહેવાર નિમિત્તે હિન્દુ સમુદાયને શુભેચ્છા પાઠવી હતી. આ સાથે, પાકિસ્તાનના ટોચના નેતાઓએ દેશના અલ્પસંખ્યક હિન્દુ સમુદાય માટે મોટું નિવેદન આપ્યું છે, જેની ચર્ચા ચારેકોર થઈ રહી છે. તેમણે હિન્દુ સમુદાયને ભરોસો આપ્યો કે દેશમાં તેમની સાથે સમાન વ્યવહાર કરવામાં આવશે. જોકે, પાકિસ્તાનમાં ધાર્મિક અલ્પસંખ્યકો સાથે આવા ભરોસાની વિરુદ્ધ વર્તન થાય છે અને તેઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
ADVERTISEMENT
On the auspicious occasion of Diwali, I extend my heartfelt greetings to our Hindu community in Pakistan and around the world.
— Shehbaz Sharif (@CMShehbaz) October 20, 2025
As homes and hearts are illuminated with the light of Diwali, may this festival dispel darkness, foster harmony, and guide us all toward a future of…
વડાપ્રધાન શરીફનું સોશિયલ મીડિયા પર નિવેદન
ADVERTISEMENT
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ શેર કરી હતી. તેમણે જણાવ્યું, "દિવાળીના શુભ અવસરે હું પાકિસ્તાન અને વિશ્વભરમાં રહેતા અમારા હિન્દુ સમુદાયને હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવું છું. જેમ દિવાળીના દીવા ઘરો અને હૃદયોને પ્રકાશિત કરે છે, તેમ મારી પ્રાર્થના છે કે આ તહેવાર અંધકારને દૂર કરે, પરસ્પર સૌહાર્દ વધારે અને આપણને બધાને શાંતિ અને સમૃદ્ધિના ભવિષ્ય તરફ દોરી જાય."
શરીફે વધુમાં કહ્યું, "દિવાળીનો સંદેશ અંધકાર પર પ્રકાશ, દુષ્ટતા પર સારપણું અને નિરાશા પર આશાની જીતનો છે. આ સંદેશ આપણને સમાજમાં અસહિષ્ણુતા અને અસમાનતા જેવી પડકારો સામે એકજૂટ થઈને લડવાની પ્રેરણા આપે છે. ચાલો, આપણે બધા મળીને એવો સમાજ બનાવીએ જ્યાં દરેક નાગરિક શાંતિપૂર્ણ રીતે જીવે અને પ્રગતિમાં યોગદાન આપે, પછી તે કોઈપણ ધર્મ કે પૃષ્ઠભૂમિનો હોય. હેપ્પી દિવાળી!"
ADVERTISEMENT
રાષ્ટ્રપતિ ઝરદારીનું નિવેદન
વડાપ્રધાન શાહબાઝ શરીફની સાથે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ પણ હિન્દુ સમુદાયને શુભેચ્છા આપી હતી. તેમણે જણાવ્યું, "આ તહેવાર દુષ્ટતા પર સારપણુંની જીતનું પ્રતીક છે." તેમણે ભારપૂર્વક જણાવ્યું કે પાકિસ્તાનનું બંધારણ દેશના તમામ નાગરિકોને સમાન અધિકારો અને ધાર્મિક સ્વતંત્રતાની ખાતરી આપે છે.
ADVERTISEMENT
ઝરદારીએ વધુમાં કહ્યું, "દિવાળીનો તહેવાર આપણને એકબીજા પ્રત્યે પ્રેમ, શાંતિ અને ભાઈચારાને પ્રોત્સાહન આપવાનું શીખવે છે. પાકિસ્તાનના બંધારણે દરેક નાગરિકને સમાન તકો અને અધિકારોની ખાતરી આપી છે, અને અમે અમારા હિન્દુ ભાઈ-બહેનો સહિત તમામ અલ્પસંખ્યકોના અધિકારોનું રક્ષણ કરવા પ્રતિબદ્ધ છીએ."

ADVERTISEMENT
વિવાદ અને વાસ્તવિકતા
આ નિવેદનો પાકિસ્તાનમાં રહેતા હિન્દુ સમુદાય માટે એક સકારાત્મક સંદેશ તરીકે જોવામાં આવે છે, પરંતુ દેશમાં અલ્પસંખ્યકોની સ્થિતિ અંગે ઘણી ચિંતાઓ રહેલી છે. પાકિસ્તાનમાં હિન્દુઓ અને અન્ય ધાર્મિક અલ્પસંખ્યકોને ભેદભાવ, હિંસા અને સામાજિક અસમાનતાનો સામનો કરવો પડે છે. ઘણી વખત તેમના ધાર્મિક સ્થળો પર હુમલા થાય છે, અને તેમના અધિકારોનું હનન થતું હોવાના અહેવાલો પણ સામે આવે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: તહેવારોમાં તક! મોટા પાયે બહાર પડી સરકારી ભરતી, 5800 જગ્યા, 1 લાખ પગાર
આવા સમયે શરીફ અને ઝરદારીના નિવેદનોને ઘણા લોકો એક સકારાત્મક પગલું માને છે, પરંતુ તેની સાથે વાસ્તવિક અમલીકરણ પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. હિન્દુ સમુદાયના નેતાઓ અને અધિકાર કાર્યકર્તાઓએ આશા વ્યક્ત કરી છે કે આ નિવેદનો માત્ર શબ્દો સુધી મર્યાદિત ન રહે, પરંતુ દેશમાં અલ્પસંખ્યકોના અધિકારોનું રક્ષણ કરવા માટે નક્કર પગલાં લેવામાં આવે. દિવાળીનો આ તહેવાર પાકિસ્તાનના હિન્દુ સમુદાય માટે આનંદ અને ઉમંગનો સમય લઈને આવ્યો છે, અને નેતાઓના આ નિવેદનો તેમના માટે એક નવી આશા જગાવે છે. હવે જોવાનું રહેશે કે આ ભરોસાઓ વાસ્તવિકતામાં કેટલા ઉતરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Middle East conflict / અમેરિકાનો ઈરાની ટાપુ પર હુમલો, IRGCના દાવા વચ્ચે અમેરિકાએ કહ્યું ''ખોટું"
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.