બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તહેવારોમાં તક! મોટા પાયે બહાર પડી સરકારી ભરતી, 5800 જગ્યા, 1 લાખ પગાર
Last Updated: 10:39 PM, 20 October 2025
RRB NTPC Recruitment: રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ (RRB)એ નોન-ટેક્નિકલ પોપ્યુલર કેટેગરી (NTPC) ગ્રેજ્યુએટ લેવલ માટે CEN 06/2025 હેઠળ 5800 પદો પર ભરતીની જાહેરાત કરી છે. આ ભરતીમાં સ્ટેશન માસ્ટર, ગુડ્સ ટ્રેઈન મેનેજર, ટ્રાફિક અસિસ્ટન્ટ, ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઈઝર, સીનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ અને જુનિયર એકાઉન્ટ્સ અસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ જેવા મહત્વના પદોનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT

આ સરકારી નોકરીની તક ફ્રેશર્સ માટે આદર્શ છે, જ્યાં પગાર 25,000થી લઈને 1 લાખ રૂપિયા સુધીનો છે, તેમજ ટ્રાવેલ અલાઉન્સ, પેન્શન અને અન્ય સુવિધાઓ મળે છે. ઓનલાઈન અરજી 21 ઓક્ટોબરથી 20 નવેમ્બર 2025 સુધી ચાલશે. તમારા જોનની વેબસાઈટ rrbapply.gov.in પરથી અરજી કરો. આ ભરતીની વિગતો RRBના અધિકૃત નોટિફિકેશનમાંથી મળે છે, જેમાં કુલ 8850 વેકન્સીઓ જાહેર કરાઈ છે, જેમાંથી 5800 ગ્રેજ્યુએટ લેવલ માટે છે. અરજી 21 ઓક્ટોબરે સવારે 10 વાગ્યાથી શરૂ થશે.
ADVERTISEMENT

તમારા જોનને યોગ્ય વેબસાઈટ પર જઈને અરજી કરો. ઉદાહરણ તરીકે, અમદાવાદ માટે rrbahmedabad.gov.in, અજમેર માટે rrbajmer.gov.in, પ્રયાગરાજ માટે rrbpry.gov.in, ભોપાલ માટે rrbbhopal.gov.in, મુંબઈ માટે rrbmumbai.gov.in, રાંચી માટે rrbranchi.gov.in, બિલાસપુર માટે rrbbilaspur.gov.in, ગોરખપુર માટે rrbgkp.gov.in, ગુવાહાટી માટે rrbguwahati.gov.in અને જમ્મુ-શ્રીનગર માટે rrbjammu.nic.in. ખોટો જોન ના ચૂંચો, નહીં તો અરજી રદ્દ થઈ જશે.
ADVERTISEMENT
આ પોસ્ટ માટે અરજી કોણ કરી શકે?
કોઈ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે. સ્ટેશન માસ્ટર માટે કોમર્સ અથવા સાયન્સ ગ્રેજ્યુએટ, જ્યારે ક્લાર્ક માટે આર્ટ્સ પણ ચાલશે. કોઈ અનુભવની જરૂર નથી, ફ્રેશર્સ સીધી અરજી કરી શકે છે. કમ્પ્યુટરની મૂળભૂત જ્ઞાન હોવું જરૂરી છે, કારણ કે પરીક્ષા ઓનલાઈન હશે.
ADVERTISEMENT

ઉંમર મર્યાદા: ન્યૂનતમ 18 વર્ષ. જનરલ કેટેગરી માટે મહત્તમ 33 વર્ષ, SC/STને 5 વર્ષની છૂટ (38 વર્ષ સુધી), OBCને 3 વર્ષની છૂટ (36 વર્ષ સુધી), EWS/PWDને પણ છૂટ મળશે. 1 જાન્યુઆરી 2026ના આધારે ઉંમર ગણાશે.
ADVERTISEMENT

અરજી કેવી રીતે કરવી?
ADVERTISEMENT
પહેલા તમારા જોનની અધિકૃત વેબસાઈટ પર જાઓ. હોમપેજ પર RRB NTPC 2025 અપ્લાય લિંક પર ક્લિક કરો. નવા ઉમેદવારો માટે રજિસ્ટ્રેશન કરો: નામ, ઈમેલ અને મોબાઈલ નંબર દાખલ કરો, જેના પછી રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ SMS પર આવશે. લૉગિન કરીને વિગતો ભરો: વ્યક્તિગત માહિતી, શિક્ષણ, કેટેગરી વગેરે. ફોટો, સિગ્નેચર અને સર્ટિફિકેટ્સ સ્કેન કરીને અપલોડ કરો. અરજી ફી ભરો: જનરલ/OBC માટે 500 રૂપિયા, SC/ST માટે 250 રૂપિયા, મહિલાઓ/PWD માટે મફત. બધું તપાસીને સબમિટ કરો અને પ્રિન્ટઆઉટ લો. ફોર્મની કોપી સાચવી રાખો.
આ પણ વાંચો: દર મહિને 9 હજાર કમાવવાનો મોકો! પોસ્ટની આ યોજનામાં રોકાણ કરો અને પછી ટેન્શન ફ્રી
પહેલા સ્ટેજ CBT-1: 100 માર્ક્સના જનરલ અવેરનેસ, મેથ્સ અને રીઝનિંગ પ્રશ્નો. પાસ થવા પર CBT-2: 120 માર્ક્સનો કમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ અથવા ટાઈપિંગ સ્કિલ ચેક. નેગેટિવ માર્કિંગ 1/3. ફાઈનલ મેરિટ CBT-2 + સ્કિલ પર આધારિત. પરીક્ષા તારીખો પછી જાહેર થશે, પરંતુ તૈયારી હવેથી શરૂ કરો. આ 5800 વેકન્સીઓ દેશભરના જોન્સ માટે છે, તેથી તમારા જોનની વિગતો તપાસો અને તૈયારી કરો. આ તક યુવાનો માટે સોનાની તક છે, જલ્દી અરજી કરો!
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.