બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ડ્યુરન્ડ લાઇન પર પાક-અફઘાન વચ્ચે યુદ્ધ ચાલુ, ઘર-પરિવાર છોડીને ભાગ્યા લોકો

વિશ્વ / ડ્યુરન્ડ લાઇન પર પાક-અફઘાન વચ્ચે યુદ્ધ ચાલુ, ઘર-પરિવાર છોડીને ભાગ્યા લોકો

Vidhata Gothi

Last Updated: 08:47 AM, 6 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pakistan-Afghanistan War: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદ પર બંને દેશો વચ્ચે ફરી એકવાર સંઘર્ષ થયો છે. બંને દેશોની સેનાએ એકબીજા પર ગોળીબાર કર્યા. અચાનક શરૂ થયેલા યુદ્ધને લીધે સરહદ નજીકના ગામડાઓ ખાલી થઈ ગયા છે અને લોકો રાતોરાત ભાગી ગયા છે.

Pakistan-Afghanistan Clash: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ફરી ગોળીબાર થયો છે. અફઘાનિસ્તાનના કંદહાર પ્રાંતના સ્પિન બોલ્ડક વિસ્તારમાં અફઘાન અને પાકિસ્તાની સેના વચ્ચે અથડામણ થઈ. બંને સેના સરહદ પારથી એકબીજા પર હુમલા કરી રહ્યું છે, ગ્રેનેડ અને મોર્ટાર ફેંકી રહ્યા છે, જેના કારણે લોકોમાં ગભરાત ફેલાઈ ગયો છે. તેઓ પોતાના ઘર છોડીને જતા રહ્યા છે. જણાવી દઈએ કે આ ફાયરિંગ 2 દિવસ પહેલા થયેલી શાંતિ વાર્તા વિફળ થયા પછી થયું છે.

બંને દેશોએ લગાવ્યા એકબીજા પર આરોપ

અફઘાન બોર્ડર પોલીસના પ્રવક્તા અબ્દુલ્લા ફારૂકીએ બંને દેશો વચ્ચે અથડામણની પુષ્ટિ કરીને કહ્યું કે ગોળીબારની શરૂઆત પહેલા પાકિસ્તાને કરી. પાકિસ્તાની સેનાએ હુમલો કર્યો, ત્યારે અફઘાની સેનાએ યુદ્ધવિરામ તોડ્યું. ત્યારે પાકિસ્તાનનો દાવો છે કે અફઘાન સેનાએ પહેલા હુમલો કર્યો. ત્યારબાદ બંને તરફથી ગોળીબાર થયો, બંને બાજુથી ગ્રેનેડ, રોકેટ અને શેલ છોડવામાં આવ્યા, જે લોકોના ઘરો પર પડ્યા. અચાનક થયેલા હુમલાથી ડરીને, રહેવાસીઓ પોતાનો સામાન ભેગો કરીને રાતોરાત પોતાના ગામડાઓ છોડીને ભાગી ગયા.

ડ્યુરન્ડ લાઇન પર ફરી અથડામણ

જણાવી દઈએ કે ઓક્ટોબરમાં કંદહાર પ્રાંત નજીક પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ ડ્યુરન્ડ લાઇન પર અથડામણ થઈ હતી. આ રેખા પર સ્થિત શહેર સ્પિન બોલ્ડક બંને દેશો વચ્ચે વેપાર અને મુસાફરીનું કેન્દ્ર છે, પરંતુ ડ્યુરન્ડ લાઇન ઘણા વર્ષોથી વિવાદનો વિષય રહી છે. અફઘાનિસ્તાન ડ્યુરન્ડ લાઇનને સરહદ તરીકે માન્યતા આપતું નથી, પરંતુ પાકિસ્તાન સરકાર તેને સત્તાવાર સરહદ જાહેર કરી ચૂકી છે. તેથી, અફઘાનિસ્તાન ડ્યુરન્ડ લાઇનથી થતી અવરજવરને ગેરકાયદેસર ઘૂસણખોરી માને છે.

vtv app promotion

પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે વધ્યો તણાવ

ઉલ્લેખનીય છે કે 8-9 ઓક્ટોબરની રાત્રે, તહરીક-એ-તાલિબાન પાકિસ્તાને ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદી હુમલો કર્યો હતો, જેમાં ઘણા પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા. પાકિસ્તાને વળતી કાર્યવાહી કરીને અફઘાનિસ્તાનના અનેક શહેરોમાં હવાઈ હુમલા કર્યા અને સરહદી ચોકીઓ કબજો કરી લીધો. તેણે ટીટીપીના વડા નૂર વાલી મહેસુદને પણ માર્યો હોવાનો દાવો કર્યો હતો.

આ પણ વાંચો: VIDEO: રાષ્ટ્રપતિ કે PM મોદી નહીં, પુતિને કારમાંથી ઉતરતાની સાથે જ આ વ્યક્તિ મિલાવ્યો હાથ

અફઘાનિસ્તાને સાર્વભૌમત્વ પર હુમલો ગણાવીને પાકિસ્તાન પર હુમલો કર્યો, જેમાં 50થી વધુ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા. અફઘાન સેનાની ચોકીઓ પણ કબજે કરી લીધી, પરંતુ 16થી 18 ઓક્ટોબર દરમિયાન બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ જાહેર કરવામાં આવ્યો. 19 ઓક્ટોબરના રોજ યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા, પરંતુ આ પછી શાંતિ વાટાઘાટોના ત્રણ તબક્કા નિષ્ફળ થઈ ચૂક્યા છે. 25 નવેમ્બરના રોજ, પાકિસ્તાને પૂર્વી અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલો કર્યો, જે પછી પાકિસ્તાનના પેશાવરમાં TTP દ્વારા આતંકવાદી હુમલો કરવામાં આવ્યો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Pakistan-Afghanistan Clash Durand Line Pakistan Attack on Afghanistan
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ