બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / US-ઈઝરાયલ હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીનું મોત, દીકરાએ સંભાળી કમાન, સેના-મીડિયાએ કરી પુષ્ટિ
Last Updated: 12:30 PM, 1 March 2026
Ayatollah Ali Khamenei: ઈરાની મીડિયાએ પુષ્ટિ કરી છે કે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈ અમેરિકા અને ઇઝરાયલના સંયુક્ત હવાઈ હુમલામાં માર્યા ગયા છે. અને એટલું જ નહીં આ હુમલામાં તેમના પરિવારના સદસ્યો દીકરી-જમાઈ, પૌત્રી અને પુત્રવધૂનું પણ મોત થયું છે. આ ખબરે વૈશ્વિક સ્તર પર ભૂ-રાજનૈતિક તણાવ અને યુદ્ધની આશંકાને ચરમ સીમાએ પહોંચાડી દીધું છે.
ADVERTISEMENT
ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઈના અવસાન અંગેના અહેવાલો વચ્ચે તેમના પુત્ર મોજતબા ખામેને ને નવા સુપ્રીમ લીડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હોવાના દાવાઓ સામે આવ્યા છે. સૂત્રો અનુસાર અલી ખામેનેઈના અવસાન બાદ મોજતબા ખામેનેઈએ નેતૃત્વની કમાન સંભાળી હોવાનું કહેવાઈ રહ્યું છે. ઈરાનમાં સુપ્રીમ લીડરની પસંદગી પ્રક્રિયા બંધારણીય રીતે વિશેષજ્ઞોની સભા દ્વારા કરવામાં આવે છે. તેથી પરિસ્થિતિ અંગે સત્તાવાર જાહેરાતની રાહ જોવામાં આવી રહી છે.
"Khamenei, one of the most evil people in History, is dead. This is not only Justice for the people of Iran, but for all Great Americans, and those people from many Countries throughout the World, that have been killed or mutilated by Khamenei..." - President Donald J. Trump pic.twitter.com/oXZTFGg5pS
— The White House (@WhiteHouse) February 28, 2026
ADVERTISEMENT
ટ્રમ્પ અને ઇઝરાયલના દાવા પછી હવે ઈરાની મીડિયાના મુખ્ય સમાચાર ચેનલ Press TV એ ઓફિશિયલ રીતે આ વાતની પુષ્ટિ કરી છે જે ઈસ્લામિક ક્રાંતિના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઈ અમેરિકા અને ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા સંયુક્ત હવાઈ હુમલામાં માર્યા ગયા છે અને ખામેનેઈના મૃત્યુ પછી ઈરાનમાં 40 દિવસના સાર્વજનિક શોકની જાહેરાત કરવામાં આવી છે.
નવી દિલ્હીમાં સ્થિત ઈરાનની એમ્બેસી ખાતે રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ પગલું ઇરાનના સર્વોચ્ચ નેતા ખામેનેઈના અવસાન સંબંધિત અહેવાલો સામે આવ્યા બાદ લેવામાં આવ્યું હોવાનું સૂત્રો જણાવે છે. પરિસ્થિતિ અંગે વધુ સ્પષ્ટતા માટે રાજદ્વારી સ્તરે નજર રાખવામાં આવી રહી છે.
ADVERTISEMENT
अपने नेता खामेनेई को खोने के बाद पूरा ईरान सड़कों पर प्रोटेस्ट कर रहा है
— Surya Samajwadi (@surya_samajwadi) March 1, 2026
अमेरिका वाले प्रोपेगंडा फैला रहे है की खामेनेई की मौत के बाद ईरान वाले जश्न मना रहे है #Iran #Israel #Khamenei
pic.twitter.com/GhbWEfmy98
આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જાહેરાત કરતાં કહ્યું હતું કે " ઇતિહાસના સૌથી ક્રૂર વ્યક્તિઓમાંના એક " હવે નથી રહ્યા. તેમને ઈરાનના લોકો માટે આને સ્વતંત્રતાનો એકલ મોટો અવસર ગણાવ્યો હતો. તો બીજી તરફ ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ પણ સંકેત આપ્યા હતા કે ખામેનેઈના ઠેકાણાને જમીનદોસ્ત કરી દેવાયા છે. ઇઝરાયલના ખાનગી સૂત્રોનો દાવો છે કે આ એક સર્જીકલ સ્ટ્રાઈક હતી જેને મોડર્ન હથિયારો અને ચોક્કસ સચોટ જાણકારીના આધાર પર અંજામ આપવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈના મોત અંગેના અપ્રમાણિત અહેવાલો સામે આવતા ઈરાનમાં અનેક શહેરોમાં લોકો રસ્તા પર ઉતર્યા હોવાનું કહેવાઈ રહ્યું છે. વિવિધ સ્થળોએ તેમના સમર્થનમાં મોટી સંખ્યામાં ભીડ ઉમટી હોવાના દાવા થઈ રહ્યા છે. જ્યાં સમર્થકો દ્વારા નારા લગાવવામાં આવ્યા અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાયા.
ADVERTISEMENT

પ્રેસ ટીવીની પુષ્ટિ બાદ સત્તાના ઉત્તરાધિકારને લઈને ઈરાનમાં હવે એક મોટું સંકટ ઉભું થયું છે. તેહરાનની શેરીઓ ઉજ્જડ અને ગભરાટની સ્થિતિમાં છે. જ્યારે સુરક્ષા દળોને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. ઈરાનના વિદેશ મંત્રાલય અને લશ્કરી કમાન્ડરોએ આ "કાયર હુમલા"નો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે. જેનાથી સમગ્ર વિશ્વમાં પરમાણુ યુદ્ધ અથવા ત્રીજા વિશ્વયુદ્ધનો ભય ફેલાયો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.