બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / રશિયા તો બહાનું... ભારત અસલી નિશાન! ટ્રમ્પના 100% ટેરિફ બિલ પર એક્સપર્ટની ચેતવણી

વિશ્વ / રશિયા તો બહાનું... ભારત અસલી નિશાન! ટ્રમ્પના 100% ટેરિફ બિલ પર એક્સપર્ટની ચેતવણી

Published By: Ajitsinh Jadeja

Last Updated: 11:47 PM, 10 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પને રશિયન તેલના મોટા ખરીદદાર દેશો પર 100% સુધીના ટેરિફ લાદવાનો અધિકાર આપતો બિલ સેનેટમાં પસાર થયો છે. એક્સપર્ટ તર્ક કરતા ભારત વિરોધી ગણાવી રહ્યા છે.

રશિયા પર કડક પ્રતિબંધો લાદવા માટે અમેરિકી સેનેટમાં રજૂ કરાયેલ લિન્ડસે ઓ ગ્રાહમ સેન્ક્શનિંગ રશિયા એક્ટ ઓફ 2026 એ સીધી રીતે રશિયન તેલ અને ગેસના પાંચ સૌથી મોટા ખરીદદારોને સીધા ટારગેટ બનાવે છે. તે 86-11 ના મતથી પસાર થયું. તેમાં ભારત અને ચીન સહિત અન્ય સામેલ છે. એકવાર અમલમાં આવ્યા પછી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે યાદીમાં રહેલા દેશો પર 100% (100% ટ્રમ્પ ટેરિફ) સુધીના ટેરિફ લાદવાનો અધિકાર હશે. નિષ્ણાતો આ બિલ વિશે મોટો ભય વ્યક્ત કરી રહ્યા છે, તેને અમેરિકા દ્વારા ભારત વિરોધી કાર્યવાહી ગણાવી રહ્યા છે.

રશિયા પર પ્રતિબંધો લાદવાનું બિલ શું છે?

યુએસ સેનેટે ગયા શુક્રવારે રશિયા પ્રતિબંધ બિલ પસાર કર્યું. ટ્રમ્પ વહીવટીતંત્રના મતે તેનો હેતુ તેલ અને ગેસના વેચાણમાંથી રશિયાની આવકને રોકવાનો છે. આ બિલ સેનેટમાંથી પસાર થઈ ગયું છે, પરંતુ તેને હજુ પણ અમેરિકી પ્રતિનિધિ સભા દ્વારા મંજૂરી આપવાની બાકી છે. તેને અમલમાં મૂકતા પહેલા તે વિવિધ કાયદાકીય અને વહીવટી તબક્કાઓમાંથી પસાર થશે.

એકવાર અમલમાં મૂકાયા પછી રાષ્ટ્રપતિ ટ્રમ્પ પાસે રશિયન તેલ આયાતમાં પાંચ મુખ્ય પ્લેયર્સ પર 100% સુધીના ટેરિફ લાદવાનો અધિકાર પણ હશે. રશિયન ક્રૂડ ઓઇલ અને ગેસના પાંચ મુખ્ય ખરીદદારોમાં ભારત, ચીન, સ્લોવાકિયા, હંગેરી અને અઝરબૈજાનનો સમાવેશ થાય છે.

એક્સપર્ટએ ઉઠાવ્યા આ મોટા સવાલ?

ફંડ મેનેજર અને ભારતીય ઇક્વિટી વ્યૂહરચનાકાર હર્ષ ગુપ્તા મધુસુદને એક પોસ્ટમાં કહ્યુ છે કે રશિયન તેલ આયાત કરતા દેશોને લક્ષ્ય બનાવતું યુએસ સેનેટનું પ્રતિબંધ બિલ ખરેખર ભારત વિરોધી છે. પરિણામે ભારત સહિત માત્ર પાંચ રશિયન તેલ આયાત કરનારા દેશો ટ્રમ્પના 100% ટેરિફના જોખમમાં રહેશે.

એક્સપર્ટએ ગંભીર પ્રશ્ન ઉઠાવતા કહ્યુ કે રશિયાથી તેલ અને ગેસ આયાત કરતા અન્ય દેશોને પણ આ જ રીતે નિશાન કેમ બનાવવામાં આવ્યા નથી? જ્યારે અન્ય યુરોપિયન દેશો અને અમેરિકા પોતે રશિયા પાસેથી આયાત કરવાનું ચાલુ રાખે છે.

VTV Digital 1

આ પણ વાંચોઃ વિશ્વ / કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો ભૂકંપ, મેડેલિનથી બોગોટા સુધી ધરતી ધ્રુજી

જો રશિયન તેલની આયાત ઘટાડવામાં આવે, તો...

મધુસુદને આ બિલને ભારત વિરોધી ગણાવતા ચેતવણી પણ આપી હતી કે જો ભારત રશિયાથી તેલ અને ગેસની આયાત ઘટાડે છે, તો તેના વ્યાપક પરિણામો જોવા મળશે. તેમણે કહ્યું, "જો ભારત રશિયા-યુક્રેન યુદ્ધ ચાલુ રહે ત્યારે રશિયન ઊર્જા આયાત ઘટાડે છે અથવા પ્રતિબંધિત કરે છે, તો તે કાં તો વૈશ્વિક તેલના ભાવમાં વધુ વધારો કરશે અથવા ચીન રશિયાથી વધુ આયાત કરવાનું શરૂ કરશે."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Reciprocal Tariffs Russia-Ukraine Conflict Donald Trump

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ