ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 12:13 PM, 1 March 2026
ADVERTISEMENT
ઇરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વિશ્વના તમામ દેશોમાં ચિંતા ઉભી કરી છે. તેમાં અમેરિકા ઇઝરાયલની સાથે થયા બાદ તણાવનો માહોલ વધુ ગંભીર બન્યો છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ તણાવ અને ઈરાન દ્વારા અપાયેલી "ઈતિહાસના સૌથી વિનાશક હુમલા"ની ધમકી બાદ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અત્યંત કડક શબ્દોમાં વળતો જવાબ આપ્યો છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા દ્વારા ઈરાનને ખુલ્લી ચેતવણી આપી છે કે જો તેઓ હુમલો કરશે, તો અમેરિકા એવી તાકાતથી જવાબ આપશે જે વિશ્વએ પહેલા ક્યારેય જોઈ નથી.
ADVERTISEMENT

ટ્રમ્પ કર્યો વળતો પ્રહાર
ADVERTISEMENT
ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈની વરણી અને ઈરાની સેના દ્વારા અમેરિકાના સૈન્ય બેઝ પર હુમલાની ધમકી બાદ પ્રમુખ ટ્રમ્પે આક્રમક વલણ અપનાવ્યું છે. ટ્રમ્પે જણાવ્યું કે, "ઈરાને કહ્યું છે કે તેઓ આજે અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કરશે. તેઓ આવું ન કરે તે જ તેમના માટે સારું છે, કારણ કે જો તેઓ હુમલો કરશે, તો અમે તેમના પર અગાઉ ક્યારેય ન જોઈ હોય તેવી પ્રચંડ તાકાતથી વળતો પ્રહાર કરીશું".
આ પણ વાંચોઃ ઈઝરાયલ-અમેરિકાએ 30 બોમ્બ ખામેનેઈના ઘર પર ફેંક્યા, પળવારમાં આખું કંપાઉન્ડ કાટમાળમાં ફેરવાયું
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, આયતુલ્લા અલી ખામેનેઈના નિધન બાદ તેમના પુત્ર મોજતબા ખામેનેઈને નવા સુપ્રીમ લીડર તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા છે. સત્તા સંભાળતાની સાથે જ તેમણે ઈઝરાયલ અને અમેરિકા સામે 'ઈતિહાસના સૌથી વિનાશક ઓપરેશન'ની જાહેરાત કરી હતી, જેના જવાબમાં હવે ટ્રમ્પે સીધી ચેતવણી આપી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT