બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / લેબનાનમાં ઇરાન કરતા પણ મોટા ઓપરેશનની તૈયારી કરી રહ્યુ છે ઇઝરાયલ, સામે આવ્યા લશ્કરના ફોટા
Last Updated: 06:47 PM, 8 March 2026
MIDDLE EAST CONFLICT: ઇરાન પર અમેરિકા અને ઇઝરાયલના હુમલાઓ ચાલુ છે આ વચ્ચે આઇડીએફએ લેબનાનમાં મોટા લશ્કરી ઓપરેશનની તૈયારી કરી છે. વિશ્વના એક જાણીતા મીડિયાએ તેના એક અહેવાલમાં આ ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
ADVERTISEMENT
ઇરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઇઝરાયલી સેનાએ લેબનાનમાં મોટા લશ્કરી ઓપરેશનની તૈયારી કરી છે. અલ જઝીરા ઇંગ્લિશ દ્વારા જારી કરાયેલ તસવીરોમાં આ ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર ઇઝરાયલ લેબનાન સાથેની તેની ઉત્તરીય સરહદ પર લશ્કરી તૈનાતીને વધુ તેજ બનાવી રહ્યું છે. ઇઝરાયલી સેના ઇરાન કરતા મોટા લેબનાનમાં ઓપરેશનની તૈયારી કરી રહયું છે. તસવીરોમાં ટેન્ક, સૈનિકો અને લશ્કરી વાહનોની હિલચાલ જોવા મળે છે. આ ઘટનાક્રમ ઇરાન પર અમેરિકા-ઇઝરાયલી યુદ્ધ વચ્ચે આવ્યો છે, જેમાં હિઝબુલ્લાહે ઇરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનીની હત્યાનો બદલો લેવા માટે ઇઝરાયલ પર હુમલાઓ વધુ તીવ્ર બનાવ્યા છે.
Israel military build-up near border with Lebanon.
— Al Jazeera English (@AJEnglish) March 8, 2026
🔴 LIVE updates: https://t.co/VNYhBEhb2L pic.twitter.com/TBv5hSLu76
ADVERTISEMENT
લેબનાન પર કબજો કરવાની તૈયારી
ઇઝરાયલી સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે સેનાનો નિર્દેશ આપ્યો છે કે, તેઓ લેબનાનમાં અતિરિક્ત નિયંત્રણવાળા ક્ષેત્રમાં કબ્જો કરે. જેથી ઇઝરાયલી સીમા પર થતા હુમલા રોકી શકાય. ઇઝરાયલી સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ નદાવ શોશાનીએ કહ્યુ કે, "અમે નાગરિકોની સુરક્ષા અને હિઝબુલ્લાહના હુમલાઓને રોકવા માટે સરહદ પર વધારાના સ્થળોએ સૈનિકો તૈનાત કર્યા છે." ઇઝરાયલે દક્ષિણ લેબનાનમાં ગ્રાઉંડ ઇંક્રૂજન શરુ કર્યુ છે, જેજેને "આગળ સંરક્ષણ" તરીકે વર્ણવવામાં આવ્યું છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ રાષ્ટ્રપતિ ઊભા છે અને તમે... જુની તસવીર દેખાડીને CM મમતા બેનરજીનો PM મોદી પર પલટવાર
ADVERTISEMENT
હિઝબુલ્લાહ ઇઝરાયલ પર હુમલાઓ વધારી રહ્યા છે
હિઝબુલ્લાહએ ઇઝરાયલ પર રોકેટ અને ડ્રોન હુમલાઓ તીવ્ર બનાવ્યા છે, જેના કારણે ઇઝરાયલે બેરુત, દક્ષિણ લેબનોન અને બેકા ખીણમાં હવાઈ હુમલાઓ તીવ્ર બનાવ્યા છે. લેબનીઝ સેનાએ તેમની સલામતી સુનિશ્ચિત કરવા માટે સરહદી વિસ્તારમાંથી તેના સૈનિકો પાછા ખેંચી લીધા છે. ઇઝરાયલે દક્ષિણ લેબનોનના રહેવાસીઓને લિટાની નદીની ઉત્તરે જવા માટે બળજબરીથી વિસ્થાપન આદેશો જારી કર્યા છે, જેના કારણે લાખો લોકો વિસ્થાપિત થયા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.