બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / રાષ્ટ્રપતિ ઊભા છે અને તમે... જુની તસવીર દેખાડીને CM મમતા બેનરજીનો PM મોદી પર પલટવાર
Last Updated: 06:15 PM, 8 March 2026
Political News: રાષ્ટ્રપતિના સન્માનને લઈને થયેલા વિવાદ પર મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર અને નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા. તેમણે આરોપ લગાવ્યો કે પ્રધાનમંત્રી ચૂંટણી દરમિયાન બંગાળને નિશાન બનાવે છે અને ખોટી રીતે રાજ્ય સરકાર પર દોષારોપણ કરે છે.
ADVERTISEMENT
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાષ્ટ્રપતિના સન્માનને લઈને થયેલા વિવાદ પર કેન્દ્ર સરકાર અને પ્રધાનમંત્રીને પલટવાર કરી જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે દરેક ચૂંટણી દરમિયાન તેમને અને તેમની સરકારને ખોટી રીતે દોષિત ઠેરવવામાં આવે છે. મમતા બેનર્જીએ કહ્યું, "અમને દોષ ન આપો. જ્યારે પણ ચૂંટણી આવે છે, ત્યારે અમને જવાબદાર ઠેરવવામાં આવે છે.
મમતા બેનર્જીએ એમ પણ કહ્યું કે તેમણે અગાઉ એક પત્ર લખીને રાષ્ટ્રપતિના દ્રૌપદી મુર્મુના કાર્યક્રમના સ્થળ પર પોતાનો વાંધો શેર કર્યો હતો, જે વિવાદાસ્પદ બની રહ્યો છે, અને તેને ફેસબુક પર પણ શેર કર્યો હતો, પરંતુ તેમની ચેતવણીને અવગણવામાં આવી હતી.
ADVERTISEMENT
🔴#BreakingNews | Bengal CM Mamata Banerjee responds to Prime Minister, shows photograph from 2024 LK Advani Bharat Ratna event, accuses PM Modi of disrespecting President Draupadi Murmu as PM was seen seated in the photo while President was conferring award to Mr Advani pic.twitter.com/woEhaaSTWX
— Indrajit Kundu | ইন্দ্রজিৎ (@iindrojit) March 8, 2026
તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળ સરકારને હવે આ જ બાબત માટે દોષી ઠેરવવામાં આવી રહી છે જો કે આ વિષય કેન્દ્ર સરકારના અધિકારક્ષેત્રનો હતો. રાજ્યની મુલાકાતે રાષ્ટ્રપતિના આગમાન પર તેમના સ્વાગત માટે નહી પહોચવા પર આલોચનાનો સામનો કરી રહેલ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું, "હું હાલમાં ધરણા પર બેઠી છું અને લોકોના અધિકારો માટે લડી રહી છું." બંગાળમાં SIR મુદ્દા પર કોલકાતામાં ટીએમસી વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહી છે, જે તેના ત્રીજા દિવસમાં પ્રવેશી ગયું છે.
ADVERTISEMENT
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એક ફોટોગ્રાફ બતાવીને સીધા વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું. ફોટોગ્રાફમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉભા છે અને ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સન્માનિત કરી રહ્યા છે, જ્યારે વડા પ્રધાન મોદી બેઠેલા છે. ફોટો બતાવતા મમતા બેનર્જીએ કહ્યું, "આ ખાસ કરીને વડા પ્રધાન માટે છે. તમે દેશના રાષ્ટ્રપતિ અને આદિવાસી નેતાનો આદર કરતા નથી. અહીં રાષ્ટ્રપતિ ઉભા છે અને વડા પ્રધાન બેઠા છે. અમે રાષ્ટ્રપતિનો આદર કરીએ છીએ, પરંતુ તેઓ સન્માન આપતા નથી."

ADVERTISEMENT
આ પણ વાંચોઃ'રાષ્ટ્રપતિ નહીં બંધારણનું અપમાન'... પ્રોટોકોલ ઉલ્લંઘન પર PM મોદીએ મમતા સરકારને ઘેરી
તેમણે આરોપ લગાવ્યો કે વડા પ્રધાન મોદી ચૂંટણી દરમિયાન મત મેળવવા માટે પશ્ચિમ બંગાળ પર સતત હુમલો કરે છે. વડા પ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ મુર્મુની મુલાકાત દરમિયાન મમતા બેનર્જી પર પ્રોટોકોલનું પાલન ન કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે તેમણે મહિલા દિવસ પર માતૃશક્તિનું અપમાન કર્યું છે. વડા પ્રધાનના આરોપનો જવાબ આપતા બંગાળના મુખ્ય પ્રધાને કહ્યું કે તેમની સરકાર હંમેશા મહિલાઓના આદર અને અધિકારો માટે પ્રતિબદ્ધ રહી છે અને હજાર વખત મહિલા દિવસ ઉજવવા માટે તૈયાર છે. મમતા બેનર્જીએ કહ્યું કે કોઈને પણ તેમને મહિલાઓનું સન્માન કેવી રીતે કરવું તે કહેવાનો અધિકાર નથી, કારણ કે તેઓ બાળપણથી જ આ પરંપરાનું પાલન કરે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.