બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'રાષ્ટ્રપતિ નહીં બંધારણનું અપમાન'... પ્રોટોકોલ ઉલ્લંઘન પર PM મોદીએ મમતા સરકારને ઘેરી

રાજકારણ / 'રાષ્ટ્રપતિ નહીં બંધારણનું અપમાન'... પ્રોટોકોલ ઉલ્લંઘન પર PM મોદીએ મમતા સરકારને ઘેરી

Bijal Vyas

Last Updated: 03:04 PM, 8 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું અપમાન કરવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળ ટીએમસી સરકારની આકરી ટીકા કરી હતી અને આ ઘટનાને માત્ર રાષ્ટ્રપતિનું અપમાન જ નહીં પરંતુ ભારતના બંધારણ અને લોકશાહીની ભાવના પર પણ હુમલો ગણાવ્યો હતો.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું અપમાન કરવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળ ટીએમસી સરકારની આકરી ટીકા કરી હતી અને આ ઘટનાને માત્ર રાષ્ટ્રપતિનું અપમાન જ નહીં પરંતુ ભારતના બંધારણ અને લોકશાહીની ભાવના પર પણ હુમલો ગણાવ્યો હતો.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આ મુદ્દો ઉઠાવતા પીએમ મોદીએ કહ્યું કે, બંગાળના લોકો ટૂંક સમયમાં ટીએમસીના ગંદા રાજકારણ અને સત્તાના ઘમંડને તોડી નાખશે.

પીએમએ કહ્યું કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંથાલ આદિવાસી પરંપરાના એક મોટા ઉત્સવમાં હાજરી આપવા બંગાળ ગયા હતા, પરંતુ ટીએમસીએ રાષ્ટ્રપતિ અને આદિવાસી સમાજના તે પવિત્ર અને મહત્વપૂર્ણ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો.

વડાપ્રધાન મોદીએ X પર પોસ્ટ કરી જણાવ્યું કે, "પશ્ચિમ બંગાળમાં TMCએ સરકારે તમામ હદ પાર કરી દીધી છે. રાષ્ટ્રપતિના આ અપમાન માટે તેમનું વહીવટતંત્ર જવાબદાર છે. એ પણ એટલું જ દુર્ભાગ્યપૂર્ણ છે કે પશ્ચિમ બંગાળ સરકાર સંથાલ સંસ્કૃતિ જેવા મહત્ત્વપૂર્ણ મુદ્દાને આટલી બેદરકારીથી લઈ રહી છે. રાષ્ટ્રપતિનું પદ રાજકારણથી ઉપર છે, અને તેની ગરિમાનું હંમેશા સન્માન કરવું જોઈએ."

આ પણ વાંચોઃ રાષ્ટ્રપતિના પ્રોટોકોલ ઉલ્લંઘન કેસમાં કેન્દ્ર સરકાર કડક, ગૃહ મંત્રાલયે ભર્યું આ પગલું, મમતા પર વરસ્યાં અમિત શાહ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સિલિગુડીના ફાંસીદેવા ખાતે યોજાયેલા સંમેલન માટે પસંદ કરાયેલા સ્થળના કદ અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે, 'સંમેલન માટે પસંદ કરેલું સ્થળ ખૂબ નાનું હતું, જ્યાં 5,000 લોકો માટે પણ પૂરતી જગ્યા નહોતી. બિધાનનગર મેદાન જેવા મોટા સ્થળો ઉપલબ્ધ હોવા છતાં આટલી નાની જગ્યા કેમ પસંદ કરાઈ? જો મોટું મેદાન હોત તો લાખો સંથાલ ભાઈ-બહેનો ભાગ લઈ શક્યા હોત. મમતા બેનરજી મારી નાની બહેન સમાન છે, મને નથી લાગતું કે તે મારાથી ગુસ્સે હોય, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમ માટે આવી વ્યવસ્થા કેમ?'

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mamata Government president protocol PM Modi slams TMC
Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ