બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / રાષ્ટ્રપતિના પ્રોટોકોલ ઉલ્લંઘન કેસમાં કેન્દ્ર સરકાર કડક, ગૃહ મંત્રાલયે ભર્યું આ પગલું, મમતા પર વરસ્યાં અમિત શાહ

વિવાદ / રાષ્ટ્રપતિના પ્રોટોકોલ ઉલ્લંઘન કેસમાં કેન્દ્ર સરકાર કડક, ગૃહ મંત્રાલયે ભર્યું આ પગલું, મમતા પર વરસ્યાં અમિત શાહ

Priyankka Triveddi

Last Updated: 11:47 AM, 8 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુંના પશ્ચિમ બંગાળની યાત્રા દરમિયાન પ્રોટોકોલમાં થયેલી ભૂલને મામલે કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવને પત્ર લખીને સાંજે 5 વાગ્યા સુધીમાં આ મામલે વિસ્તૃત રિપોર્ટ માંગ્યો છે.

Droupadi Murmu West Bengal Visit: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની પશ્ચિમ બંગાળ મુલાકાત દરમિયાન થયેલી પ્રોટોકોલ ભૂલને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે રાજકીય વિવાદ તેજ બન્યો છે.

કેન્દ્ર સરકારે મુખ્ય સચિવ પાસેથી માંગ્યો વિગતવાર અહેવાલ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની પશ્ચિમ બંગાળ મુલાકાત દરમિયાન થયેલી પ્રોટોકોલ સંબંધિત ભૂલ અંગે કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવને પત્ર લખીને આ મામલે આજે સાંજે 5 વાગ્યા સુધીમાં વિગતવાર અહેવાલ રજૂ કરવાની માંગ કરી છે. ગૃહ મંત્રાલયે ત્રણ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સ્પષ્ટતા માગી છે. જેમાં રાષ્ટ્રપતિના આગમન સમયે મુખ્યમંત્રી અથવા રાજ્યના મંત્રીઓ કેમ હાજર ન રહ્યા, દાર્જિલિંગ જિલ્લામાં આયોજિત આંતરરાષ્ટ્રીય સંથાલ સંમેલનનું સ્થળ છેલ્લી ઘડીએ કેમ બદલાયું અને કાર્યક્રમ દરમિયાન સુરક્ષા તેમજ વહીવટી વ્યવસ્થામાં ખામીઓ કેમ જોવા મળી તે મુદ્દાઓનો સમાવેશ થાય છે.

સંમેલનમાં રાષ્ટ્રપતિએ વ્યક્ત કરી નારાજગી

શનિવારે સિલિગુડી નજીક યોજાયેલા 9મા આંતરરાષ્ટ્રીય સંથાલ સંમેલનને સંબોધિત કરતી વખતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જાહેરમાં પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમના સ્વાગત માટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અથવા કોઈ વરિષ્ઠ મંત્રી હાજર નહોતા. ઉપરાંત કાર્યક્રમનું સ્થળ બિધાનનગરથી ગોસૈનપુરમાં ખસેડવાના નિર્ણય અંગે પણ તેમણે સવાલ ઉઠાવ્યા હતા. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે બિધાનનગરમાં જગ્યા ન હોવાનો કારણ આપવામાં આવ્યું હતું, પરંતુ ત્યાં પહોંચ્યા પછી તેમને લાગ્યું કે તે સ્થળ પર મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ શકે તેમ હતું. સ્થળ બદલાતા સંથાલ સમુદાયના લોકોને કાર્યક્રમમાં પહોંચવામાં મુશ્કેલી પડી હોવાનું પણ તેમણે જણાવ્યું.

આ પણ વાંચો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ વિરુદ્ધ કેસ દાખલ કરનાર આશુતોષ બ્રહ્મચારી પર ચાલુ ટ્રેનમાં હુમલો, પ્રયાગરાજ જતી રેવા એક્સપ્રેસમાં બનાવથી સનસનાટી

Vtv App Promotion 2

પ્રધાનમંત્રી અને કેન્દ્રના મંત્રીઓની ટીકા, રાજ્ય સરકારે આપ્યો જવાબ

આ સમગ્ર ઘટનાને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક કેન્દ્રીય નેતાઓએ પશ્ચિમ બંગાળની તૃણમૂલ કોંગ્રેસ સરકારની આકરી ટીકા કરી છે. પ્રધાનમંત્રીએ આ ઘટનાને શરમજનક ગણાવીને કહ્યું કે રાષ્ટ્રપતિ જેવી સંવિધાનિક પદવીનું અપમાન કરવામાં આવ્યું છે. બીજી તરફ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ આરોપોને નકારી કાઢ્યા છે. તેમણે જણાવ્યું કે જિલ્લા વહીવટીતંત્રે નક્કી કરાયેલા કાર્યક્રમ અનુસાર રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું. મમતાએ એ પણ કહ્યું કે તે સમયે તેઓ કોલકાતામાં મતદાર યાદીમાંથી નામો કાઢી નાખવાના મુદ્દે ધરણા વિરોધમાં વ્યસ્ત હતા. હવે કેન્દ્ર સરકારને મોકલવામાં આવનાર અહેવાલ બાદ આ સમગ્ર મામલો વધુ રાજકીય રંગ લઈ શકે છે અને આવનારી વિધાનસભા ચૂંટણી પહેલા આ મુદ્દો બંગાળના રાજકારણમાં મહત્વપૂર્ણ ચર્ચાનો વિષય બની શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Droupadi Murmu West Bengal visit Mamata Banerjee government controversy President protocol controversy
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ