ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / ટ્રમ્પે ભારત પર કેમ લગાડ્યો 50 ટકા ટેરિફ? સામે આવ્યું નવાઈનું કારણ, 'દુ:ખે છે પેટમાં, કુટે માથું' જેવો ઘાટ!

અમેરિકા / ટ્રમ્પે ભારત પર કેમ લગાડ્યો 50 ટકા ટેરિફ? સામે આવ્યું નવાઈનું કારણ, 'દુ:ખે છે પેટમાં, કુટે માથું' જેવો ઘાટ!

Published By: Hiralal Parmar

Last Updated: 10:17 AM, 16 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતે પર 50 ટકા ટેરિફ કેમ લગાડ્યો? તેની પાછળ એક મોટું કારણ સામે આવ્યું છે.

ADVERTISEMENT

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ લાદવા પાછળ અનેક કારણો આપ્યા છે. તેમના વાણિજ્ય મંત્રીએ તાજેતરમાં કહ્યું હતું કે ભારત 140 કરોડની વસ્તી ધરાવે છે, પરંતુ તે અમારી પાસેથી એક પણ મકાઈ ખરીદતું નથી. જો ભારત આપણી પાસેથી મકાઈ નહીં ખરીદે તો તેને ટેરિફનો સામનો કરવો પડશે. અમેરિકન મંત્રીના આ દાવા પછી, દરેકના મનમાં આ પ્રશ્ન ઉદભવવા લાગ્યો છે કે ભારતે અમેરિકા પાસેથી મકાઈ ખરીદવાનું સ્વીકાર્યું નહીં તેનું કારણ શું છે? આ બધી વાતો પરથી એવું સાબિત થાય છે કે મકાઈને કારણે અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ નાખ્યો હતો. ભારત અમેરિકા પાસેથી મકાઈ ખરીદતું નથી તેથી આ વાત પર ગુસ્સે ભરાઈને તેની પર 50 ટકા ટેરિફ નાખવામાં આવ્યો હતો.

ઈથેનોલને કારણે ભારતમાં મકાઈનો ઉપયોગ વધ્યો

જોકે ભારત હંમેશા મકાઈનો નિકાસકાર રહ્યો છે. આનો અર્થ એ થયો કે ભારત પાસે પોતાના વપરાશ માટે પૂરતી મકાઈ છે, પરંતુ જ્યારથી ઇથેનોલ નીતિ આવી છે, ત્યારથી તેનો વપરાશ વધ્યો છે. સરકારે ઇંધણમાં ઇથેનોલ ઉમેરવા માટે મકાઈની આયાત કરવાનું શરૂ કર્યું અને હવે તે ઘણા દેશોમાંથી મકાઈની આયાત કરી રહી છે. આમ છતાં, આજે પણ અમેરિકાથી મકાઈની આયાત થતી નથી અને ટ્રમ્પ આ અંગે ગુસ્સે છે. તેઓ કહે છે કે જ્યારે તમે બીજા દેશોમાંથી મકાઈ ખરીદી શકો છો, તો પછી આપણી પાસેથી કેમ નહીં?

વધુ વાંચો : VIDEO : દુબઈની સડકો પર રાતે 2 વાગ્યે નીકળી ખૂબસુરત ભારતીય યુવતી, શું કર્યું ખબર છે? દુનિયાએ જોયો વીડિયો

ભારત કયા દેશોમાંથી મકાઈ ખરીદે છે?

વપરાશ વધવાની સાથે આયાતની માંગ પણ વધી અને ભારતે અન્ય દેશોમાંથી મકાઈ ખરીદવાનું શરૂ કર્યું. વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, વર્ષ 2024 માં, તેણે મ્યાનમારથી 1 થી 2 લાખ ટન મકાઈ ખરીદી હતી, જ્યારે ઓગસ્ટ 2025 સુધી તે 1.3 લાખ ટન રહી છે. મ્યાનમાર સાથે ભારતની આયાત કરમુક્ત છે. આ ઉપરાંત, ભારતે જાન્યુઆરી-ઓગસ્ટ, 2025 માં યુક્રેનથી લગભગ 4 લાખ ટન મકાઈ પણ ખરીદી હતી. આ મકાઈ પણ આયાત ડ્યુટીથી મુક્ત હતી. કુલ 10 લાખ ટનની આયાતમાં, થાઈલેન્ડ, આર્જેન્ટિના જેવા દેશોમાંથી પણ મકાઈ ખરીદવામાં આવી હતી. ભારતને હાલમાં 60 થી 70 લાખ ટન મકાઈની જરૂર છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

US tariffs trump tariffs

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ