ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / ખ્યાતનામ મહિલા સિંગર પર રીંછનો હુમલો, બંન્ને હાથમાં ગંભીર ઇજા પહોંચી

વિશ્વ / ખ્યાતનામ મહિલા સિંગર પર રીંછનો હુમલો, બંન્ને હાથમાં ગંભીર ઇજા પહોંચી

Published By: Ajitsinh Jadeja

Last Updated: 08:14 PM, 8 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World News: હિમાલયમાં કેમ્પિંગ કરી રહેલી એક પાકિસ્તાની સિંગરને દોડવું પડ્યુ છે. જાણીતી મહિલા સિંગર પર રીંછે જીવલેણ હુમલો કર્યો હતો.

ADVERTISEMENT

World News: હિમાલયમાં કેમ્પિંગ કરી રહેલી એક પાકિસ્તાની સિંગરને દોડવું પડ્યુ છે. જાણીતી મહિલા સિંગર પર રીંછે જીવલેણ હુમલો કર્યો હતો. જેને કારણે તેણીને બંન્ને હાથમાં ગંભીર ઇજા પહોંચી છે. પાકિસ્તાની સિંગર કુરતુલૈન બલોચ પર 4 સપ્ટેમ્બર 2025ના દિયોસાઇ નેશનલ પાર્કમાં એક હિમાલયન ભૂરા રીંછ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હિમાલયમાં માનવ અને રીંછ વચ્ચે ટકરાવ વધી રહ્યા છે. કારણ કે જળવાયુ પરિવર્તન અને કચરાએ રીંછને વસાહતો તરફ ખેચી છે. કચરાના વ્યવસ્થાપન, સંરક્ષિત વિસ્તારો અને જાગૃતિ દ્વારા આ સમસ્યા ઘટાડી શકાય છે.

તાજેતરમાં 4 સપ્ટેમ્બર 2025 ના ગિલગિટ-બાલ્ટિસ્તાન (પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર) ના દેવસાઈ રાષ્ટ્રીય ઉદ્યાનમાં પાકિસ્તાની ગાયિકા કુરતુલૈન બલોચ પર ભૂરા રીંછ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જો કે તેનો જીવ માંડ માંડ બચી શક્યો છે. આ ઘટના બાદ ગિલગિટ-બાલ્ટિસ્તાન સરકારે પાર્કમાં રાત્રિ કેમ્પિંગ પર પ્રતિબંધ મૂક્યો હતો.

Quratulain-Balouch

કુરતુલૈન બલોચ પર હુમલો

રાત્રે 'વો હમસફર થા' ગીત માટે જાણીતી ગાયિકા કુરતુલૈન બલોચ દિયોસાઇ નેશનલ પાર્કના બારા પાણી વિસ્તારમાં કૈપિંગ કરી રહી હતી. તે તેના તંબુમાં સૂઈ રહી હતી ત્યારે એક હિમાલયન ભૂરા રીંછે તેના પર હુમલો કર્યો હતો.

તેના બંને હાથ પર ઈજા થઈ હતી, પરંતુ તેની ટીમ અને કોમ્પ્રીહેન્સિવ ડિઝાસ્ટર રિસ્પોન્સ સર્વિસીસએ રીંછને ઝડપથી ભગાડી દીધુ હતું.

vtv app add

હિમાલયન બ્રાઉન રીંછ: એક રહસ્યમય પ્રજાતિ

હિમાલયન બ્રાઉન રીંછ (ઉર્સસ આર્ક્ટોસ ઇસાબેલિનસ) હિમાલયનું એક વિશિષ્ટ પ્રાણી છે. તે યુરોપ અને ઉત્તર અમેરિકાના બ્રાઉન રીંછનો પિતરાઈ ભાઈ છે, પરંતુ હિમાલયમાં તે ઓછું જાણીતું છે. રીંછ ઊંચા પર્વતો (2,700-3,000 મીટર) અને આલ્પાઇન પ્રદેશોમાં રહે છે.

આ પણ વાંચોઃ ભારે વિરોધ વચ્ચે ફેસબુક, વ્હોટ્સ ચાલુ, અધિકારિક જાહેરાત બાકી, Gen Z એ કલાકોમાં જ સરકારને હલબલાવી નાખી

રીંછોનું ઘર

'જાયન્ટ્સની ભૂમિ' તરીકે ઓળખાતું દિયોસાઇ નેશનલ પાર્ક 3000 ચોરસ કિમીમાં ફેલાયેલું છે. તે 4114 મીટરની ઊંચાઈ પર છે. તે હિમાલયન બ્રાઉન રીંછ, બરફના ચિંતા અને માર્મોટ જેવા પ્રાણીઓનું ઘર છે. પરંતુ વધતા પ્રવાસનને કારણે રીંછ માટે ખતરો વધી ગયો છે. પ્રવાસીઓ કેમ્પિંગ સાઇટ્સ પર ખોરાક છોડી દે છે, જે રીંછને આકર્ષે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bear Attack Himalaya Pakistani Singer

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ