ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / ચાલુ વિક્ટરી પરેડમાં પ્રશંસકોની ભીડ પર કાર ફરી વળી, 26થી વધુ લોકો ઘાયલ

મોટી દુર્ઘટના / ચાલુ વિક્ટરી પરેડમાં પ્રશંસકોની ભીડ પર કાર ફરી વળી, 26થી વધુ લોકો ઘાયલ

Last Updated: 08:54 AM, 27 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Liverpool Victory Parade Accident: બ્રિટનમાં લિવરપૂલ વિકટ્રી પરેડ દરમિયાન એક મોટી ઘટના બની છે. અહીં એક વ્યક્તિએ પરેડ દરમિયાન ઘણા ફૂટબોલ ચાહકોને કચડી નાખ્યા. આ દુર્ઘટનામાં 47 લોકો ઘાયલ થયા છે.

ADVERTISEMENT

બ્રિટનના લિવરપૂલમાં એક વ્યક્તિએ પોતાની કારથી ઘણા ફૂટબોલ ફેન્સને કચડી નાખ્યા. આ ઘટનામાં 47 લોકો ઘાયલ થયા છે. જેમાંથી 27 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જ્યારે 20 લોકોને ઘટનાસ્થળે જ સારવાર આપવામાં આવી. આ ચાહકો પ્રીમિયર લીગમાં લિવરપૂલ ફૂટબોલ ક્લબની જીત થવા પર વિકટ્રી પરેડ કાઢી રહ્યા હતા. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, સોમવારે સાંજે સ્થાનિક સમય મુજબ સાંજે 6 વાગ્યે વોટર સ્ટ્રીટ પર એક કારે ઘણા લોકોને ટક્કર મારી. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ પરેડમાં લગભગ 10 લાખ લોકો સામેલ થયા હતા.

આ ઘટનાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં દેખાઈ રહ્યું છે કે એક કાર સ્પીડમાં આવીને રસ્તા પર ઉજવણી કરી રહેલા લોકોને ટક્કર મારે છે. એક સમયે, એવું પણ લાગે છે કે તે ભીડવાળા વિસ્તારથી દૂર જઈ રહી છે. આની થોડી વારમાં જ, મોટી સંખ્યામાં પોલીસકર્મીઓએ કારને ઘેરી લીધી. અન્ય વીડિયોમાં દેખાય છે કે ગુસ્સે ભરાયેલા લોકોએ પણ ડ્રાઇવર સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો. જયારે કેટલાક લોકો રસ્તા પર પડેલા જોવા મળ્યા.

53 વર્ષીય બ્રિટિશ વ્યક્તિ કસ્ટડીમાં

મેર્સીસાઇડ પોલીસના જણાવ્યા અનુસાર, 53 વર્ષીય બ્રિટિશ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે સ્થાનિક પોલીસનું નિવેદન પણ સામે આવ્યું છે. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું કે કાર ઘટનાસ્થળે જ ઉભી હતી. પોલીસે કહ્યું કે આરોપી લિવરપૂલનો રહેવાસી છે. પોલીસે લોકોને આ ઘટના અંગે અફવાઓ ફેલાવવાનું ટાળવા વિનંતી કરી છે. આ સાથે, પોલીસે લોકોને ઘટનાના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવાનું ટાળવા જણાવ્યું છે. પોલીસે જણાવ્યું કે ઇમરજન્સી સેવાઓ હાલમાં ઘટનાસ્થળે છે.

પીએમ કીર સ્ટાર્મરે આપી પ્રતિક્રિયા

X પરની એક પોસ્ટમાં, બ્રિટનના પીએમ કીર સ્ટાર્મરે કહ્યું કે દ્રશ્યો ભયાનક હતા અને તેઓ ઘટના વિશે જાણકારી લઈ રહ્યા છે. સ્ટાર્મરે સોશિયલ મીડિયા પર લખ્યું, "લિવરપૂલમાં દ્રશ્યો ભયાનક છે, મારી સંવેદનાઓ એ તમામ લોકો સાથે છે જેઓ ઘાયલ થયા છે કે અસરગ્રસ્ત છે. આ આઘાતજનક ઘટના પર તાત્કાલિક અને સતત પ્રતિક્રિયા માટે હું પોલીસ અને ઈમરજન્સી સર્વિસિસનો આભાર માનું છું."

તેમણે લોકોને અપીલ કરી છે કે તેઓ પોલીસને તપાસ માટે સમય આપે. દરમિયાન, લિવરપૂલ રિવરસાઇડના સાંસદ કિમ જોહ્ન્સને કહ્યું કે મને આશા છે કે અકસ્માતનો ભોગ બનેલા લોકો સુરક્ષિત હશે અને જલ્દી તેમના પરિવારો સુધી પહોંચશે.

vtv app promotion

આ પણ વાંચો: પાણી માટે શાહબાઝ શરીફ ઘૂંટણિયે પડી ગયા! કહ્યું, 'પાકિસ્તાન ભારત સાથે વાતચીત માટે તૈયાર'

આ ઘટના અંગે લિવરપૂલ ક્લબના પ્રવક્તાનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું - અમે પોલીસના સંપર્કમાં છીએ. આજે સાંજે ટ્રોફી પરેડ દરમિયાન બનેલી ઘટના અંગે અમને પોલીસ પાસેથી માહિતી મળી રહી છે. વિજય પરેડ દરમિયાન ઘાયલ થયેલા લોકો સાથે અમારી સંવેદના છે. જણાવી દઈએ કે લિવરપૂલે ઇંગ્લિશ પ્રીમિયર લીગ ફૂટબોલ ચેમ્પિયનશિપનો ખિતાબ જીતી લીધો છે અને આ જીત સાથે તેણે માન્ચેસ્ટર યુનાઇટેડના 20 ટાઇટલના રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે. આ જીત બાદ લિવરપૂલના ચાહકો ઉજવણી કરી રહ્યા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Britain Liverpool Victory Parade Accident Liverpool car attack
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ