બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / 9 કરોડમાં મળશે અમેરિકાની નાગરિકતા, પ્રેસિડન્ટ ટ્રમ્પે લોન્ચ કર્યો ગોલ્ડ કાર્ડ વિઝા પ્રોગ્રામ
Last Updated: 08:59 AM, 11 December 2025
Trump Gold Card Launch: અમેરિકામાં વિદેશી ટેલેન્ટને રોકવાની સમસ્યા હવે એક નવા વળાંક પર આવી ગઈ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક એવું પગલું ભર્યું છે, જેનાથી અમેરિકન અર્થતંત્રને તો અસર થશે જ, સાથે જ ગ્લોબલ જૉબ માર્કેટના સમીકરણ પણ બદલાઈ શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પે નવો વિજય પ્રોગ્રામ શરૂ કરી દીધો છે, જેને તેમણે 'ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ' નામ આપ્યું છે. આ એક ખાસ ઇમિગ્રેશન કાર્ડ છે જે વિદેશી પ્રોફેશનલ્સ, ખાસ કરીને ભારત અને ચીન જેવા દેશોના યુવાનો માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.
ADVERTISEMENT
ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી કે બુધવારે બપોરથી આ ગોલ્ડ કાર્ડ નાગરિકતા માટે અરજી કરી શકાશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે આ નવા વિઝા પ્રોગ્રામથી અમેરિકન ખજાનામાં અબજો રૂપિયાનું ભંડોળ આવશે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે આ વિઝા પ્રોગ્રામથી ટેલેન્ટેડ લોકોને અમેરિકામાં લાવવા સરળ રહેશે. ટ્રમ્પની આ જાહેરાત એવા સમયે આવી છે કે જ્યારે અમેરિકામાં હાઈ-સ્કિલ્ડ વર્કર્સની ભારે માંગ છે અને ટેક કંપનીઓ લાંબા સમયથી સરળ ઇમિગ્રેશન પ્રક્રિયાની માંગ કરી રહી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોસ્ટમાં લખ્યું - 'અમેરિકન સરકારનું ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ આજથી શરૂ! યોગ્ય અને ચકસાયેલા વ્યક્તિઓ માટે નાગરિકતાનો સીધો રસ્તો. ખૂબ જ ઉત્સાહજનક! અમારી કંપનીઓ હવે તેમની મૂલ્યવાન પ્રતિભાઓને રોકી શકશે. લાઈવ સાઈટ 30 મિનિટમાં ખૂલી રહી છે!'
ADVERTISEMENT
ટ્રમ્પે આગળ જણાવ્યું કે
ADVERTISEMENT
મારા અને દેશ માટે ખૂબ જ ઉત્સાહની વાત છે કે અમે ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ કરી દીધું છે. આમાંથી મળતા બધા જ પૈસા અમેરિકન સરકારને મળશે... આ ગ્રીન કાર્ડ જેવું છે, પરંતુ તેનાથી વધુ ફાયદાઓ થશે. કંપનીઓ કોઈપણ કોલેજમાં જઈ શકશે, કાર્ડ ખરીદી શકશે અને એ વ્યક્તિને અમેરિકામાં રાખી શકશે... આનાથી અમારા દેશમાં અત્યંત પ્રતિભાશાળી લોકોને લાવવાની તક મળશે. ગોલ્ડ કાર્ડ માટે ભારે ફી ચૂકવવી પડશે, જેની ભારતીયો પર અસર થવાની શક્યતા છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે ઘણા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ કોલેજમાંથી પાસ થયા પછી, વિઝા રિન્યુઅલ અથવા H-1B મર્યાદાઓને કારણે ભારત, ચીન અથવા ફ્રાન્સ પાછા જતાં રહે છે. તેમણે કહ્યું, 'કંપનીઓ ખૂબ ખુશ થશે. મને ખબર છે કે એપલના ટિમ કૂક પણ લાંબા સમયથી આ વિશે વાત કરી રહ્યા હતા.' તેમણે કહ્યું કે 'આ એક મોટી સમસ્યા છે, પરંતુ હવે નહીં રહે... આ સિવાય અમે અપેક્ષા રાખીએ છીએ કે આ કાર્યક્રમથી અમેરિકાની તિજોરીમાં અબજો ડોલર જમા થશે.' ટ્રમ્પ અગાઉ પણ આવા ગોલ્ડ કાર્ડ જેવા વિઝા પ્રોગ્રામ વિશે વાત કરી ચૂક્યા છે, જેનો હેતુ ધનિક અથવા હાઈ સ્કિલ્ડ વિદેશી નાગરિકોને આકર્ષવાનો છે, જેથી અમેરિકામાં ટોચની પ્રતિભા અને મોટું રોકાણ આવે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ગોલ્ડ કાર્ડ એ અમેરિકન વિઝા મેળવવાનો એક નવો રસ્તો છે, જે અરજદારની અમેરિકાને મહત્તમ લાભ પ્રદાન કરવાની ક્ષમતા પર આધારિત છે. તેના માટે 15,000 ડોલરની DHS પ્રોસેસિંગ ફી અને વેરિફિકેશન પછી 10 લાખ ડોલર આપવા પડશે. માહિતી પ્રમાણે, અરજદાર કાયદેસર કાયમી નિવાસ દરજ્જા માટે લાયક હોવા જોઈએ, અમેરિકામાં પ્રવેશ માટે લાયક હોવા જોઈએ અને વિઝા ઉપલબ્ધ હોવા જોઈએ. વ્યક્તિગત અરજદારે અમેરિકન ખજાનામાં 10 લાખ ડોલર એટલે કે લગભગ 9 કરોડ રૂપિયાનું યોગદાન આપવું પડશે. કંપની દ્વારા સ્પોન્સર કરવામાં આવેલા અરજદારે 2 લાખ ડોલરનું યોગદાન આપવું પડશે. સાથે જ 15,000 ડોલરની નોન-રિફંડેબલ પ્રોસેસિંગ ફી પણ રહેશે.
ADVERTISEMENT
ગોલ્ડ કાર્ડ પ્રોગ્રામમાં ત્રણ મુખ્ય કેટેગરી બનાવવામાં આવી છે, જેમાં નાગરિકતા માટે અલગ અલગ નાણાકીય આવશ્યકતાઓ રાકજવામાં આવી છે:

દરેક વિકલ્પમાં અરજદારોએ 15,000 ડોલરની અલગ DHS પ્રોસેસિંગ ફી ચૂકવવાની રહેશે. અમેરિકન ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ અરજદારની રાષ્ટ્રીયતાના આધારે નાની પૂરક ફી પણ લગાવી શકે છે, અને બધી પ્રોસેસિંગ ફી રિફંડેબલ નથી. વહીવટીતંત્રનું કહેવું છે કે આ પગલાંથી રોકાણ વધશે, અમેરિકન કંપનીઓને મજબૂત બનાવશે અને અમલદારશાહી વિલંબ માટે ટીકા થઈ રહેલ ઇમિગ્રેશન સિસ્ટમને સુવ્યવસ્થિત કરશે.
અમેરિકન કંપનીઓ વિદેશી ટેલેન્ટને વધુ ઝડપથી નોકરી પર રાખી શકાશે. સાથે જ યુરોપ અને કેનેડાને મળી રહેલ બ્રેઈન-ડ્રેઈન પ્રોત્સાહનને ઝટકો લાગી શકે છે. ઉપરાંત ભારત અને ચીન જેવા દેશોમાંથી ટેલેન્ટ આઉટફ્લો હજુ વધી શકે છે.
આ પણ વાંચો: કયા દેશમાં સૌથી સસ્તો મળે છે દારુ, ત્યાંથી કેટલી બોટલ ભારત લાવી શકાય? જાણો ડિટેલ્સ
ટ્રમ્પ ગોલ્ડ કાર્ડની જાહેરાત લાખો ભારતીય વિદ્યાર્થીઓ અને ટેક પ્રોફેશનલ્સ માટે એક મોટી તક બની શકે છે. અમેરિકામાં અભ્યાસ કરતા અને રોજગાર શોધતા યુવાનોએ હવે વિઝા માટે લાંબી રાહ જોવા નહીં પડે અને લોટરીની અનિશ્ચિતતાથી બચી શકે છે. જો કે ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ માટે અરજદારે મોટી રકમ ચૂકવવી પડશે. જો સામાન્ય ભારતીય આ કાર્ડ લેવા માંગે છે તો તેણે 9 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. એવામાં અમેરિકાની નાગરિકત મેળવવી સામાન્ય ભારતીયો માટે ખૂબ જ મોંઘી થઈ જશે.
આનાથી ગ્રીન કાર્ડ માટે વર્ષોથી રાહ જોઈ રહેલા ટેલેન્ટેડ પ્રોફેશનલ્સની મુશ્કેલીઓ વધુ વધી શકે છે. એ સિવાય EB-5 વિઝામાં લોકો લોન શકતા હતા કે પૈસા ભેગા કરીને રોકાણ કરી શકતા હતા, પણ ગોલ્ડ કાર્ડ વિઝા માટે સંપૂર્ણ રકમ એક સાથે આપવી પડશે. આ કારણે જ મોટાભાગે ભારતીયો માટે આ વધુ મુશ્કેલ થઈ જશે. ભારતીયો માટે હજુ પણ H-1B વર્ક વિઝા ભારતીયો માટે પસંદગીનો વિકલ્પ છે. H-1B વિઝા પર અમેરિકામાં કામ કરી રહેલા ભારતીયો પણ ગોલ્ડ કાર્ડ માટે અરજી કરી શકે છે, પણ શરત એ છે કે તેઓ 5 મિલિયન ડોલરની રકમ ચૂકવી શકે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.