બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:06 PM, 10 December 2025
વિશ્વમાં દારૂના વધતા ભાવને લઈને અનેક દેશોમાં ચર્ચા ચાલતી રહે છે, પરંતુ એવા પણ કેટલાક દેશો છે જ્યાં દારૂની કિંમતો એટલી ઓછી હોય છે કે પ્રવાસીઓને એ દેશો ચીપ લિકર ડેસ્ટિનેશન તરીકે જાણીતા છે. ભારતમાં પણ દારૂનો ભાવ રાજ્ય પ્રમાણે અલગ હોય છે, જેના કારણે લોકો ઘણી વાર ફરિયાદ કરે છે કે એક જ બ્રાન્ડની બોટલ ક્યાંક ખૂબ જ મોંઘી અને ક્યાંક ખૂબ જ સસ્તી મળે છે. આ વચ્ચે એક પ્રશ્ન લોકો વારંવાર પૂછે છે દુનિયામાં દારૂ સૌથી સસ્તો ક્યાં મળે? અને જો કોઈ વ્યક્તિ ત્યાંથી ભારત પાછો આવે તો કેટલી બોટલ સાથે લાવી શકે?
ADVERTISEMENT

વિદેશી પ્રવાસીઓ માટે સૌથી સસ્તા દારૂવાળા દેશોની વાત કરીએ તો વિયેતનામનું નામ સૌથી પહેલા આવે છે. આંતરરાષ્ટ્રીય રિપોર્ટ્સ અનુસાર, અહીં સ્થાનિક દારૂની કિંમત 30–35 રૂપિયા જેટલી ઓછી હોઈ શકે છે. ખાસ વાત એ છે કે વિયેતનામની સરેરાશ આવક પણ ઘણી ઓછી છે એટલે ત્યાંના નાગરિકો માટે દારૂ ખરીદવો વધુ સરળ બને છે. અહીંનું સ્થાનિક બિયર માર્કેટ બહુ મોટું છે, જેના કારણે દારૂના દર સામાન્ય લોકોની પહોંચમાં રહે છે.
ADVERTISEMENT

વિયેતનામ પછી સસ્તા દારૂ માટે યુક્રેન ખાસ ઓળખાય છે. અહીં કેટલાક બ્રાન્ડ્સની કિંમતો 40–50 રૂપિયાની શ્રેણીમાં પણ મળે છે. યુક્રેનમાં પ્રોડક્શન કૉસ્ટ ઓછી છે, એક્સાઇઝ ડ્યુટી પણ ઓછી છે અને ઘરેલું બજારમાં માંગ પણ વધારે છે. આ ત્રણેય પરિબળો મળીને અહીં દારૂના ભાવને ખૂબ નીચા રાખે છે.
ADVERTISEMENT

આફ્રિકાનો દેશ ઝાંબિયાની વાત કરીએ તો અહીં પણ દારૂના ભાવ 70–80 રૂપિયા નજીક જોવા મળે છે. ઝાંબિયામાં સ્થાનિક બ્રુઅરીઝ મોટા પ્રમાણમાં દારૂ બનાવે છે અને બજારમાં સ્પર્ધા ઊંચી છે, જેના કારણે ભાવ સામાન્ય માણસની પહોંચમાં રહે છે.
ADVERTISEMENT

તો પ્રશ્ન એ ઉભો થાય છે કે આ દેશોમાં દારૂ એટલો સસ્તો કેમ છે? તેનું મુખ્ય કારણ છે ઓછો ટેક્સ, પ્રોડક્શન કૉસ્ટનું ઘટાડેલું માળખું અને સ્થાનિક વપરાશની વધારે માત્રા. જ્યાં સરકાર એક્સાઇઝ ડ્યુટી ખૂબ ઓછી રાખે છે, ત્યાં દારૂના ભાવ આપોઆપ નીચે આવે છે. જ્યારે ભારત જેવા દેશોમાં ટેક્સની ઘણી લેવલ હોય છે, જેના કારણે રિટેલ પ્રાઇસ ઘણી વધી જાય છે.
ADVERTISEMENT
હવે વાત કરીએ પ્રવાસીઓ માટેની મહત્વની માહિતી વિશે તો આવા દેશોમાંથી ભારત પરત ફરતી વખતે કેટલી માત્રામાં દારૂ લાવી શકાય? ભારતીય કસ્ટમના નિયમો મુજબ, કોઈ પણ વ્યક્તિ 2 લિટર વાઇન અથવા સ્પિરિટ ડ્યુટી-ફ્રી લાવી શકે છે. તેનાથી વધારે માત્રા લાવશો તો ભારે ડ્યુટી ચૂકવવી પડે.
આ પણ વાંચોઃ અમેરિકાની કેંટકી સ્ટેટ યુનિવર્સિટીમાં ગોળીબાર, 1 વિદ્યાર્થીનું મોત, શંકાસ્પદની ધરપકડ
ADVERTISEMENT
વાઇન પર આશરે 206% અને સ્પિરિટ પર 218% સુધીનો ટેક્સ લાગુ પડે છે. એટલે કે જો તમે વિયેતનામથી 35 રૂપિયાની બોટલ પણ લાવશો તો ભારતમાં તે ટેક્સ સાથે ઘણી મોંઘી પડી શકે છે. આથી સ્પષ્ટ છે કે બહારના દેશોમાં દારૂના ભાવ સસ્તા હોય છતાં, વધુ માત્રામાં બોટલ લઈને આવવું વાજબી નથી. પ્રવાસીઓ સામાન્ય રીતે 2 લિટરનો જ ડ્યુટી-ફ્રી ક્વોટા વાપરે છે, કેમ કે તેના આગળનું બિલ અનાવશ્યક અને ભારરૂપ બને છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.