બ્રેકિંગ ન્યુઝ
લિવર કેન્સર વૈશ્વિક સ્તર પર સ્વાસ્થ્ય માટે મોટો ખતરો બની રહ્યો છે. સંશોધકોએ જણાવ્યું કે ખરાબ લાઈફસ્ટાઈલ લિવરની સમસ્યાઓ, અહીં સુધી કે લિવર કેન્સરનું પણ કારણ બની શકે છે. લિવર કેન્સર દુનિયાભરમાં કેન્સરથી થતી મોતનું ત્રીજુ પ્રમુખ કારણ છે. વર્ષ 2020માં અંદાજે 8.30 લાખ લોકોના આ બીમારીથી મોત થયા છે.
ADVERTISEMENT

લિવર સાથે સંબંધિત વૈશ્વિક સમસ્યાઓને લઈને લોકોને જાગૃત કરવા અને તેનાતી બચવાને લઈને શિક્ષિત કરવાના ઉદ્દેશ્યથી દર વર્ષે 19 એપ્રિલે વિશ્વ લિવર દિવસ ઉજવવામાં આવે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર લિવરમાં થતુ કેન્સર છેલ્લા એક દશકમાં ખૂબ જ ઝડપથી વધી ગયું છે. તેનાથી બચવા માટે લોકોએ સતત પ્રયત્ન કરતા રહેવા જોઈએ.
ADVERTISEMENT
લિવર કેન્સરને કેવી રીતે ઓળખવું?
મોટાભાગના લોકોમાં પ્રાથમિક સ્થિતિમાં લિવર કેન્સરના વધારે સંકેત કે લક્ષણ નથી દેખાતા. તમને પાચન સાથે સંબંધિત અમુક સમસ્યાઓ થઈ શકે છે. જોકે જેમ જેમ કેન્સરના કોષ વધતા જાય છે તેના લક્ષણ વધારે સ્પષ્ટ થવા લાગે છે.
વજન ઓછુ થતુ જવું, ભુખ ન લાગવી, પેટમાં દુખાવો, ઉલ્ટી, કમજોરી અને થાક રહેવો, કમળાની સમસ્યા વારંવાર થતી રહેવી. આ બધા લક્ષણ લિવર કેન્સરના શરૂઆતી સંકેત માનવામાં આવે છે.
ADVERTISEMENT

વધુ વાંચો : આંખો નબળી પડી રહી છે? તો તુરંત ચેતી જજો, ભૂલથી પણ આ લક્ષણોને ઇગ્નોર ન કરતા
ADVERTISEMENT
કયા લોકોને આ કેન્સરનો ખતરો વધારે
સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર જે લોકોને હેપેટાઈટિસ-બી કે હેપેટાઈટિસ સી વાયરસનું લાંબુ સંક્રમણ રહ્યું તેમાં લિવર કેન્સરનો ખતરો વધી જાય છે. સિરોસિસ જેવી બીમારીઓ પણ તેના જોખમને વધારી શકે છે. તેના ઉપરાંત વારંવાર ફેટી લિવરની સમસ્યા થતી રહેવે, દારૂનું સેવન પણ તમને લિવર કેન્સરનો શિકાર બનાવી શકે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.