ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / Viral / સામે આવી ખામેનેઈના પોસ્ટરથી સિગારેટ સળગાવનારી વાયરલ ગર્લ, શું બોલી?

વિશ્વ / સામે આવી ખામેનેઈના પોસ્ટરથી સિગારેટ સળગાવનારી વાયરલ ગર્લ, શું બોલી?

Published By: Ajitsinh Jadeja

Last Updated: 10:21 PM, 12 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Iran News: તાજેતરમાં એક છોકરીનો ફોટો વાયરલ થયો હતો. તે ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઇના સળગતા પોસ્ટરમાંથી સિગારેટ સળગાવતી જોવા મળી હતી.

ADVERTISEMENT

Iran News: તાજેતરમાં એક છોકરીનો ફોટો વાયરલ થયો હતો. તે ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઇના સળગતા પોસ્ટરમાંથી સિગારેટ સળગાવતી જોવા મળી હતી. હવે આ છોકરીની ઓળખ જાહેર કરવામાં આવી છે. એક્સ પર છોકરીએ મોર્ટેશિયા એડમ્સ નામથી પ્રોફાઇલ બનાવી રાખી છે.

એક ઇન્ટરવ્યુમાં તેણે જણાવ્યું હતું કે તે ખામેનેઇને સુપ્રીમ લીડર નથી માનતી, પરંતુ તે તાનાશાહ છે. નોંધનીય છે કે હાલમાં ઈરાનમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે, જેનાથી ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઇ વિરુદ્ધ અવાજ ઉઠી રહ્યો છે.

કેનેડામાં રહે છે

મોર્તેશિયા હાલમાં કેનેડામાં રહે છે. સિગારેટ સળગાવતી તેણીનો ફોટો વાયરલ થયા પછી આ ટ્રેન્ડ ઈરાનમાં શરૂ થયો. એક ન્યૂઝ ચેનલને આપેલા એક ઇન્ટરવ્યુમાં મોર્તેશિયા એડમ્સે પોતાની વાત શેર કરી. તેણે ખામેનેઇના પોસ્ટરમાંથી સિગારેટ સળગાવવા વિશે પણ વાત કહી છે. મોર્તેશિયાએ કહ્યું કે આ પાછળ એક ખાસ હેતુ હતો. "હું ઈરાનમાં મારા બધા મિત્રોને સંદેશ આપવા માંગતી હતી કે ભલે હું તેમનાથી દૂર છું, પણ મારો આત્મા સંપૂર્ણપણે તેમની સાથે છે. માર આ એક્ટ દ્વારા હું ઈરાનમાં થઈ રહેલા અત્યાચારો તરફ વિશ્વનું ધ્યાન દોરવા માંગતી હતી."

ખામેનીની તસવીર કેમ બાળી

આ ઇન્ટરવ્યુમાં મોર્તેશિયાએ ખામેનેઇની તસવીર બાળવા પાછળનું રહસ્ય પણ ખુલાસો કર્યો. ખામેનેઇને ઈરાનમાં સર્વોચ્ચ નેતા કહેવામાં આવે છે, અને તેમનો ફોટો બાળવો ગુનો માનવામાં આવે છે. મોર્તેશિયાએ જવાબ આપ્યો, "હું ખામેનેઇને સુપ્રીમ લીડર નથી માનતી. સાચું કહું તો તેઓ ઈરાનના તાનાશાહ છે. ઈરાનમાં તેમનો ફોટો બાળવાથી મૃત્યુદંડ પણ થઈ શકે છે." મોર્તેશિયાએ વધુમાં જણાવ્યું હતું કે ઈરાની મહિલાઓ પર ભારે દબાણ છે. જો તેમને થોડી પણ સ્વતંત્રતા આપવામાં આવે તો તે દેખાડશે કે તેમને કઇ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે.

vtv app promotion

આ પણ વાંચોઃ 2026માં વિશ્વનો વિનાશ? ભવિષ્યવેત્તાઓની ભવિષ્યવાણીએ વધાર્યું દુનિયાનું ટેન્શન

હિજાબ પ્રત્યે નફરત

પોતાના ઇન્ટરવ્યુમાં મોર્તેશિયાએ જણાવ્યુ કે તેને હિજાબથી નફરત છે. તેણે કહ્યું, "એક દિવસ ઈરાની પોલીસ મારા ઘરે આવી." જ્યારે મારા પિતાએ દરવાજો ખોલ્યો ત્યારે ધક્કો મારવામાં આવ્યો. ત્યારબાદ મારી ધરપકડ કરવામાં આવી. થોડા દિવસો પછી જ્યારે હુ મુક્ત થઇ તો મેં દેશ છોડવાનું વિચારવાનું શરૂ કર્યું. હું પહેલા તુર્કી ગઈ અને ત્યાંથી મને કેનેડાના વિઝા મળ્યા. મોર્ટેસિયા અહી અટકી નહીં. તેણે આગળ કહ્યું કે ઈરાનમાં ડિજિટલ બ્લેકઆઉટનો દૌર છે. ઈરાનનો વિશ્વ સાથેનો સંપર્ક કપાયેલો છે. તેથી બીજા દેશોમાં બેસીને અમે દુનિયાને અમારા દેશના હાલ બતાવી રહ્યા છીએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Khamenei Canada Iran News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ