બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / VIDEO: આકાશમાં અચાનક ભડ ભડ સળગવા લાગ્યું વિમાન, 281 મુસાફરોના જીવ હાથમાં આવી ગયા

વિશ્વ / VIDEO: આકાશમાં અચાનક ભડ ભડ સળગવા લાગ્યું વિમાન, 281 મુસાફરોના જીવ હાથમાં આવી ગયા

Shilpa Parmar

Last Updated: 10:55 PM, 18 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ વધુ એક વિમાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આકાશમાં અચાનક વિમાન બળવા લાગ્યું. જાણો કઈ રીતે બની ઘટના?

ગ્રીસના કોર્ફુમાંથી ઉડાન ભર્યા બાદ 273 મુસાફરોને લઈ જતું કોન્ડોર એરલાઇનનું વિમાન અચાનક જમણી બાજુના એન્જિનમાં આગ લાગતાં જોખમમાં મુકાઇ ગયું ગયું. ત્યારબાદ તેને બ્રિન્ડિસી એરપોર્ટ (ઇટાલી) પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું. બીજા દિવસે મુસાફરોને ડ્યૂસેલ્ડૉર્ફ મોકલવામાં આવ્યા.

કઈ રીતે બની ઘટના?

શનિવાર રાત્રે જર્મનીની બજેટ એરલાઇન કોન્ડોરનું એક વિમાન મોટી દુર્ઘટનાથી બચી ગયું. વિમાન ગ્રીસના કોર્ફુથી જર્મનીના ડ્યૂસેલ્ડૉર્ફ તરફ ઉડાન ભરી રહ્યું હતું. તેમાં 273 મુસાફરો અને 8 ક્રૂ સભ્યો સવાર હતા. પરંતુ બોઇંગ 757-300 વિમાને ઉડાન ભરી થોડો જ સમય થયો કે જમણી બાજુના એન્જિનમાં આગ લાગી ગઈ. પરિસ્થિતિ ગંભીર થતાં પાયલોટએ ઇમરજન્સી લેન્ડિંગની યોજના બનાવી અને લગભગ એક કલાક બાદ વિમાનને ઇટાલી ખાતેના બ્રિન્ડિસી એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતાર્યું.

વિમાનનો એક કંપાવી દેતો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 18 સેકંડની એક ક્લિપમાં સ્પષ્ટ દેખાય છે કે વિમાનની જમણી બાજુમાંથી ધુમાડા નીકળે છે. દ્રશ્ય એવું લાગતું હતું જાણે કોઈ વારંવાર કઇંક સળગાવવાની કોશિશ કરી રહ્યું હોય. આ ભયાનક દૃશ્ય લગભગ 15 સેકંડ સુધી ચાલ્યું.

મીડિયા રિપોર્ટ મુજબ, પાયલોટએ ખરાબ એન્જિન બંધ કરી દીધું અને કોર્ફુ પાછા ફરવાનો પ્રયાસ કર્યો, પરંતુ પછીથી તેમણે બીજા એન્જિન સાથે આગળ વધવાનો નિર્ણય લીધો. રિપોર્ટ પ્રમાણે, અંતે વિમાનને બ્રિન્ડિસીમાં સુરક્ષિત ઉતારવામાં આવ્યું.

કોન્ડોર એરલાઇને માફી માંગી

આ બનાવ બાદ કોન્ડોરએ મુસાફરોને થયેલી મુશ્કેલી બદલ માફી માંગી. શહેરમાં હોટલની અછતને કારણે મુસાફરોને એરપોર્ટ પર જ રાત વિતાવવી પડી. બીજા દિવસે મુસાફરોને ડ્યૂસેલ્ડૉર્ફ માટે મોકલવામાં આવ્યા. બોઇંગ 757 વિશ્વના સૌથી જૂના પેસેન્જર વિમાન મોડલોમાંનું એક છે. આ વિમાનને 'અટારી ફેરારી' ઉપનામ આપવામાં આવ્યું છે અને હવે તે પોતાની સેવા આપવાના પાંચમા દાયકામાં છે.

વધુ વાંચો: 314 KM દૂર ઉડતું પાકિસ્તાની જેટ, S-400થી ટાર્ગેટ લોક કરી ભડાકે દીધું, કહાની સફળ સરફેસ ટુ એર એટેકની

12 જૂન 2025ના રોજ ગુજરાતના અમદાવાદમાં પણ ભયાનક વિમાન દુર્ઘટના થઈ હતી, જેમાં 270 લોકોનાં મોત થયા હતાં. આ વિમાનમાં કુલ 241 મુસાફરો અને ક્રૂ સભ્યો સવાર હતા. માત્ર એક ભારતીય મૂળના બ્રિટિશ મુસાફર જીવતા બચી શક્યા હતા. રિપોર્ટ મુજબ, 2025 સુધીમાં 50થી વધુ વિમાન દુર્ઘટનાઓ થઈ ચૂકી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Condor airline Condor Boeing 757 engine fire Germany Boeing 757
Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ